________________
પરિબળના આધારે છે. તેના ઘણા કારણો છે અને તેના ઉપર વિશાળ વિવાદ પણ છે. અહીં શાસ્ત્રકાર એટલું જ કહેવા માંગે છે કે “જે સંયોગ દેખીએ” અર્થાત્ તમે દેખવાના જ અધિકારી છો. આ બધા દ્રશ્યો જે અનુભવથી દ્રશ્યમાન થાય છે, તે અનુભવ જ્ઞાનાત્મક હોવાથી નિરાળો છે. ધન્ય છે કૃપાળુદેવની આ અદ્ભુત વાણીને ! બહુ જ થોડા ગુજરાતી શબ્દોમાં આ અદ્દભૂત સૂક્ષ્મ ભેદવિજ્ઞાન પ્રગટ કર્યું છે. સંયોગોનું દર્શન અને તેની દૃશ્યમાન સ્થિતિ, તે સંયોગની સંપત્તિ છે અને તેનાથી ઉત્પન્ન થતો અનુભવ તે સંયોગથી નિરાળો છે. સંયોગથી અનુત્પન્ન, જેમાં સંયોગનું કર્તુત્વ નથી, તેવો આ અનુભવ સ્પષ્ટ રૂપે કોઈ બીજી મહાન શકિતના અસ્તિત્વનો આભાસ આપે છે. આ શકિત તે પ્રત્યક્ષ, નિત્ય, શાશ્વત આત્મા છે, જ્ઞાનાત્મા છે. અનુભવનો કરનાર શાશ્વત દેવાત્મા છે. આમ દૃશ્ય અને અનુભવ બંનેનો ફળચો કરીને અશાશ્વત એવા સંયોગ ઉપરથી દ્રષ્ટિ હટાવીને નિત્ય શાશ્વત એવા જ્ઞાનાત્માને કેન્દ્રીભૂત કરી સમગ્ર દૃષ્ટિનું નિશાન આત્મા ઉપર સ્થિર કર્યું છે.
સંયોગો દેખાય છે પરંતુ શું સંયોગોને ખબર છે કે હું દ્રશ્યમાન છું? એ તો પોતાની રીતે પ્રાકૃતિક પરિણામ પામે છે. આ તો અનુભવ કરનાર કોઈ સિદ્ધાત્મા હાજર છે, એટલે એમ કહે છે કે આ સંયોગો છે. સંયોગોને દેખીને અથવા સંયોગને દેખવા માત્રથી દેખાનાર સંયોગ રૂપ થઈ જતો નથી. દેખનાર તે વિષય SUBJECT છે અને સંયોગ ત OBJECT છે. દેખનાર છે, તે જ્ઞાનકર્તા છે અને પદાર્થ તે દૃશ્ય રૂપી કર્મનું એક નિમિત્ત માત્ર છે.
રસ્તા ઉપર ઊભેલી ગાડીને જોઈને કોઈ કહે કે અહીં ગાડી ઊભી છે. ગાડીને થોડી ખબર છે કે હું ઊભી છું. ગાડી તો એક પૌદ્ગલિક પરિણામ માત્ર છે. ગાડીને પોતાની સ્થિતિ વિષે કોઈ જ્ઞાન પણ નથી અને તેને તેવા જ્ઞાનની કોઈ આવશ્યકતા પણ નથી પરંતુ જોનાર જ ગાડીના અસ્તિત્વની અભિવ્યકિત કરે છે. આમ જ્ઞાન તે મુખ્ય છે. આ જ્ઞાન અનુભવાત્મક છે અને આવા અનુભવોનો ભંડાર તે નિત્ય પ્રત્યક્ષ આત્મા છે.
કવિરાજે સચોટ રીતે આ ૬૪ મી ગાથામાં ભવ્યભાવે “આત્મા નિત્ય પ્રત્યક્ષ' કહીને એક ઠોસ નક્કર હકીકતનું ઉદ્ઘાટન કર્યું છે અને એ પણ કહ્યું છે કે સંયોગ માત્ર દેખાય છે પરંતુ સંયોગોનો અનુભવ તે જ મહત્વપૂર્ણ તત્ત્વ છે. આ અનુભવનું કર્મ એક દૃશ્ય માત્ર સંયોગ છે. સાધક જો સંયોગથી ઉપર ઊઠીને અનુભવ તરફ જુએ, તો સર્ચલાઈટ દેનાર જ્ઞાનનો પ્રકાશક દિનમણી રશ્મિકાંત આત્મા દેખાય છે. જ્યારે બુદ્ધિ નિર્મળ થઈ હોય, ત્યારે પોતાનું પડખું બદલી તે સંયોગના અનુભવના આધારે સંયોગને પડતો મૂકી અનુભવકર્તાનો અનુભવ કરે છે.
નિશ્ચિત હકીકત એ છે કે સંયોગ તે આત્માનું ઉત્પત્તિસ્થાન નથી. સંયોગથી આત્મા ઉત્પન્ન થતો નથી. જે સ્થાનમાં આત્મા દેહધારી રૂપે ઉત્પન્ન થાય છે, ત્યાં સંયોગ માત્ર તેનું નિમિત્ત છે. સંયોગ એ આત્માનું ઉપાદાન કારણ નથી. વ્યવહાર તૃષ્ટિએ તો જ્યાં સંયોગ હોય, ત્યાં જ જીવ શરીર ધારણ કરે છે. સંયોગ તે એક પ્રકારની જીવયોનિ અથવા ઉત્પત્તિસ્થાન છે. ઉપજે નહી સંયોગથી – અહીં ત્રીજા પદમાં કહ્યું છે કે “ઉપજે નહિ સંયોગથી' તેનાથી
પપપપપપપપપપપ(૧૭૧) પN