________________
છે, તે શું આકસ્મિક સંયોગ છે? શું તે કોઈ વિશેષ ક્રિયાના પરિણામ સ્વરૂપ ઉદ્ભવ્યા છે ? સંયોગ તે શું કોઈ પંચભૂતની લીલા છે અથવા શું ઈશ્વરકૃત છે ? શું કોઈ પદાર્થની પ્રાકૃતિક ક્રિયાનું પરિણામ છે. ? સંયોગ શા માટે રચાય છે ? શા માટે વિખાય છે ? શું સંયોગ ઉપર વૃષ્ટાનું કોઈ નિયંત્રણ છે? સંયોગ અને સંયોગનો જ્ઞાતા બંને નિરાળા છે કે બંનેને પરસ્પર કાર્ય કારણનો સબંધ છે ?
આ અને આવા સંખ્યાબંધ પ્રશ્નો ઉદ્ભવે છે. બધા પ્રશ્નોનું સાંગોપાંગ આલેખન કરીએ, તો એક આખો ગ્રંથ થાય પરંતુ અહીં જરૂર પૂરતી થોડી વ્યાખ્યા કરી સંક્ષેપમાં જેટલું પ્રયોજન છે, તે પ્રમાણે નિર્દેશન કરશું.
જૈનદર્શન અનુસાર જીવ રૂપે ઉત્પન્ન થનાર કર્મયુકત જીવનો જ્યાં સુધી પુદ્ગલ સાથે સબંધ થતો નથી, ત્યાં સુધી કોઈ પણ દેહનો સંયોગ થતો નથી. દેહ પણ પગલોનો એક સંયોગ છે પરંતુ જૈનદર્શન કહે છે કે જ્યાં સુધી જીવની ઉત્પત્તિ ન થઈ હોય, ત્યાં સુધી પરમાણુઓ અને તેના નાના મોટા સ્કંધો પ્રાકૃતિક રીતે સંયોગ પામે પરંતુ તેમાંથી દેહનું નિર્માણ થતું નથી. જો કે આ સંયોગ સર્વથા આકસ્મિક હોતો નથી પરંતુ નિયમાનુસાર પુદગલના મૂળ ગુણધર્મોને અનુસરીને એકબીજાને અનુકુળ હોય, તેવા પુદ્ગલો સંયોગ પામે છે, પરસ્પર સંયુકત થાય છે પરંતુ જે પુદ્ગલ સ્કંધોના ગુણધર્મ અનુકુળ ન હોય, તે પરસ્પર અથડાઈને, સ્પર્શીને એકબીજાથી વિખૂટા પડી જાય છે, તેનો કોઈ સંયોગ બનતો નથી. નિયમાનુસાર પુગલપિંડો તૈયાર થાય, પછી જીવાત્મા તેમાં નિવાસ કરીને પોતાના કર્મ અનુસાર પ્રક્રિયા શરૂ કરે છે. જો કે ત્યાં આંતરિક પરિસ્થિતિમાં પણ કર્મનો સંયોગ તો છે જ, આમ કર્મસંયોગ, જીવસંયોગ અને પુદ્ગલસંયોગ, ત્રિવિધ રીતે પરિણામ પામી ચૂળ સંયોગોને ઊભા કરે છે અને આવા સંયોગથી જ પંચભૂતોની રચના દૃશ્યમાન થાય છે અર્થાત્ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જગત અસ્તિત્વમાં આવે છે. આ આખી સાંયોગિક ક્રિયા છે.
ઈશ્વરવાદી દર્શન આ બધા સંયોગોમાં ઈશ્વરનો હાથ માને છે અથવા ઈશ્વર નિમિત્ત ભાવે કે પરિણામ ભાવે આ બધા સંયોગનું કારણ બને છે પરંતુ ત્યાં પણ હકીકત એ જ છે કે પંચભૂતો નિરાળા છે અને ઈશ્વર નિરાળા છે. પંચભૂત તે ક્ષર તત્ત્વો છે જ્યારે કુટસ્થ આત્મા અક્ષર છે. આ રીતે ઈશ્વરવાદ પણ સંયોગોને જેટલું મહત્ત્વ આપતા નથી, તેનાથી વધારે સંયોગને જાણનાર જ્ઞાનાત્માને જ મહત્ત્વ આપે છે.
સંયોગ અને તેના અનુભવની ભિન્નતા : અહીં સિદ્ધિકારે જે સંયોગો દેખીએ” એમ કહીને પ્રત્યક્ષ સ્થૂળ સંયોગોની વાત કરી છે અને સંયોગથી ઉપર ઊઠીને સંયોગથી નિરાળું દ્રશ્ય જે અનુભવને વશીભૂત છે. તે અનુભવની મહત્તા પ્રદર્શિત કરી છે. અર્થાત્ દૃશ્ય અને અનુભવ, બન્નેને જુદા પાડે છે. વિશ્વના કોઈ પણ સંયોગ વ્યાપક હોય કે નાના મોટા પદાર્થ રૂપે દૃષ્ટિગત થતાં હોય પરંતુ બધા સંયોગ કોઈ સિદ્ધાંત અનુસાર સંયુકત થયેલા છે. તેમાં તમારું દેખવા માત્રનું જ કર્તુત્વ છે અર્થાત્ તમે સંયોગને માત્ર દેખી શકો છો પંરતુ સંયોગની સંરચના પોતાના
INS(૧૭૦)