________________
SSSSSSSSSSSSSSSS
ગાથા-૪
ઉપોદ્દાત : પૂર્વની ગાથાનું અનુસંધાન કરી ૬૪ મી ગાથામાં પુનઃ એ વાતનું પુનરાવર્તન કરવામાં આવે છે. શાશ્વત નિત્ય આત્મા જે પ્રત્યક્ષ રૂપ છે, તેને ઢાંકી શકાય તેમ નથી. મનુષ્ય સંયોગોના આધારે નિર્ણય કરે છે પરંતુ સંયોગ જોનારને થોડું ઘણું જ્ઞાન હોય, તો તે જાણી શકે છે કે સંયોગ અલગ છે અને સંયોગનું અનુભવયુકત દ્રશ્ય જ્ઞાનાત્મક હોવાથી અલગ છે. કોઈ પણ સામાન્ય મનુષ્ય બકરી અને બકરીના જ્ઞાનને એક માનતો નથી. મંદિરમાં મૂર્તિ છે પરંતુ મૂર્તિનું જ્ઞાન અનુભવમાં છે. તો મૂર્તિ અને મૂર્તિનું જ્ઞાન એક થઈ શકે નહીં. આ ગાથા પદાર્થ અને જ્ઞાનના ભેદને અનુલક્ષીને સચોટ રીતે નિત્ય આત્મા જુદો છે તેમ દૃઢતાપૂર્વક ઘોષણા કરે છે.
જે સંયોગો દેખિએ તે તે અનુભવ દ્રશ્ય,
ઉપજે નહિ સંગથી, આત્માનિત્ય પ્રત્યક્ષીક જે સંયોગો દેખીએ – પ્રથમ પદમાં જ કહેવામાં આવ્યું છે કે જે જે સંયોગો દેખીએ અર્થાત્ જે સંયોગો આપણે જોઈ રહ્યા છીએ, સંયોગો આપણી જોવાની શકિતમાં પ્રતિબિંબિત થાય છે અને તે પ્રતિબિંબના આધારે જ સંયોગનું દર્શન થાય છે. સંયોગ પોતાની જગ્યાએ છે પરંતુ જોવાની શકિતમાં જો ન્યૂનતા હોય, તો પદાર્થનું રૂપ યથાર્થ રીતે જાણી શકાતું નથી. કમળાના રોગીને પદાર્થ પીળો દેખાય છે. પદાર્થ અને પદાર્થને જોવાની શકિત, બંને તલવાર અને મ્યાન જેવી સ્વતંત્ર છે. રાજા અને મુગટ એક ન હોય શકે, મુગટ ધારણ કર્યો છે, માટે તે રાજા છે એમ દેખાય છે પરંતુ મુગટ અને રાજા એક નથી. આ રીતે જ્ઞાનશકિત વિકસિત અવસ્થામાં સંયોગને નિમિત્ત રૂપે વિભિન્ન કરે છે. સંયોગ તે સંયોગના જ્ઞાનમાં નિમિત માત્ર છે પરંતુ નિમિત્તને નિમિત્તનું જ્ઞાન નથી. જીવમાં જ્ઞાનશકિતનો વિકાસ ન થયો હોય, તો બુદ્ધિ સંયોગમાં જ અટકી જાય છે. જેમ નાનું બાળક પ્રસાદ ખાવામાં જ મુગ્ધ હોય, તો બાળકને પ્રસાદ માત્ર જ દેખાય છે. આ પ્રસાદ છે અને હું ખાનાર છું, એવો બાળકમાં વિવેક હોતો નથી.
બહુ જ સાધારણ ભૂમિકામાં બુદ્ધિ સંયોગનું ક્ષેત્ર ઓળંગી શકતી નથી. જે જે સંયોગ દેખાય છે, એટલા પૂરતી જ બુદ્ધિ કુંઠિત થઈ જાય છે પરંતુ થોડું પણ જ્ઞાન વધે, ત્યારે સંયોગ અને સંયોગનો અનુભવ કરનાર, આવો ભેદ પ્રત્યક્ષ થાય છે. આ ગાથામાં વિકસિત ભૂમિકા પછીનું મનુષ્યનું બૌદ્ધિક રૂપાંતર થાય અને તેના આધારે જે વિવેક થવો ઘટે, તેનું આખ્યાન કરવામાં આવ્યું છે. આખી ગાથા એક ભૂમિકાને આધારે ઉપસ્થિત થઈ છે. આ ભૂમિકા એવી છે કે શંકાકાર અજ્ઞાનદશામાંથી સંશય ભૂમિકામાં આવ્યો હતો. તેને હવે આગળ વધારીને નિર્ણયાત્મક ભૂમિકામાં લઈ જવા માટે સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. વિવેકપૂર્વક સંયોગોનું દર્શન કરી દૃષ્ટા જુદો પડે, વૃષ્ટા જુદો તો છે જ પરંતુ જ્ઞાનવૃષ્ટિમાં જુદો પડે, તે ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. હવે આપણે સંયોગ શું છે, તેનો વિચાર કરીએ. સંયોગ શું છે ? : સંયોગ શબ્દ સાંભળતા જ ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે. જે સંયોગો દેખાય
NSSSSSSSSS૧૬૯) IN