________________
આ ત્રિભંગીમાં કર્તા, કર્મ અને કરણ, તે ત્રણે એક રૂ૫ છે. આ ત્રિભંગી અધ્યાત્મશ્રેણીનું ઉચ્ચતમ શિખર છે પરંતુ ત્યાં ખૂબી એ છે કે જ્ઞાન કરનાર પણ અવિનાશી છે, જેનું જ્ઞાન થાય છે, તે પણ અવિનાશી છે અને જ્ઞાન સ્વયં પણ સૈકાલિક પર્યાયની અપેક્ષાએ અવિનાશી છે. જયારે પ્રથમ ત્રિભંગમાં અવિનાશી વિનાશીને જાણે છે, તેથી ત્યાં અવિનાશી અને વિનાશી એકરૂપ નથી, માટે શાસ્ત્રકારે પ્રથમ ત્રિભંગને લક્ષમાં રાખીને ઉત્પાદું અને લયનું જ્ઞાન કરનાર, તે જુદો છે, તેમ કહીને બીજી ત્રિભંગીનો સમજપૂર્વક પરિહાર કર્યો છે તથા ઉત્પત્તિ–લય જેમાં થાય છે, એવા જે પદાર્થો છે, તે જ્ઞાનનો વિષય હોવા છતાં જ્ઞાનથી ભિન્ન છે અને આવા જડ પદાર્થોનો વિવેક કરવો, બંનેને એક ન માનવા, તેવું શંકાકારનું સ્પષ્ટ મંતવ્ય છે. આ મંતવ્યથી શંકાકારની શંકાનું નિવારણ થાય છે.
સામાન્ય જીવ માટે આગળ વધવામાં જડ ચેતનનું ભેદવિજ્ઞાન અત્યંત જરૂરી છે. આ ગાથામાં તેને અનુલક્ષીને જ કહ્યું છે કે તે બંનેને જુદા માન્યા વિના બીજા કોઈ ઉપાયથી જ્ઞાન થવું શકય નથી. આખી ગાથા ઘણી દાર્શનિક શૈલીથી કહેવામાં આવી છે અને “વશ્ય’ શબ્દ મૂકીને ગુણ ગુણીનો જે સૈકાલિક સબંધ છે, તેના ઉપર એક પ્રકારે મહોર છાપ મારી છે. ધન્ય છે કૃપાળુ ગુરુદેવ ની આ અનોખી કવિતાને !
આધ્યાત્મિક સંપૂટ – આમ જુઓ તો આખી ગાથા સ્પષ્ટ રીતે અધ્યાત્મ તત્ત્વનો સ્પર્શ કરે છે. જ્ઞાન અને દર્શન જેને વશીભૂત છે, એવા અનંત જ્ઞાની આત્માનો પરોક્ષ રીતે ઉલ્લેખ કર્યો છે. સાધકે જ્ઞાનની દોરી પકડીને આત્મા સુધી પહોંચવાનું છે, જયારે મનુષ્ય અનુભવના સાગરમાં ડૂબે છે, ત્યારે બાહ્ય પદાર્થોના વિષયરૂપ અનુભવો વિલુપ્ત થઈ જાય છે અને જ્ઞાનાત્મક અનુભવોનો રાજા એવા આત્મદેવના ક્ષેત્રમાં વિહાર કરી શકે છે. વસ્તુતઃ બાહ્ય જગત પણ મનુષ્યની બુદ્ધિના આધારે જ સાક્ષીભૂત છે. જયારે વિચારશકિત સ્વમુખી થાય, ત્યારે અંદરનો આ ખજાનો પ્રાપ્ત થાય છે. આ સંપૂર્ણ ગાથા માત્ર નોલેજ નહીં પરંતુ માસ્ટર ઓફ નોલેજનો પરિચય કરાવે છે. આ આધ્યાત્મિક ભાવોને સ્પષ્ટ કરવામાં આ ગાથા પૂર્ણ ઉપકારી છે.
ઉપસંહાર : ૬૩ મી ગાથાનું પરિસમાપન કરતાં આપણે જાણ્યું કે પૂર્વની ગાથામાં શાસ્ત્રકારે સ્વયં જે શંકાનો ઉદ્ભવ કરી અજ્ઞાન ચેતનાનું દર્શન કરાવ્યું હતું. પરંતુ આ ગાથા હવે જ્ઞાન ચેતનાનો સ્પર્શ કરી શંકાનું નિવારણ કરવા માટે વિશેષ ભાવોનું કથન કરે છે. જેમ મેલું કપડું અને મેલ એકરૂપ દેખાય છે પરંતુ પાણી અને સાબુનો સ્પર્શ થતાં બંને છૂટા પડે છે. મેલા પાણીમાં ફટકડી નાંખતા જેમ મેલ તરી આવે છે, માખણને ગરમ કરવાથી કીટુ અલગ થઈ જાય છે. એ રીતે તૃષ્ટા કે જ્ઞાતાનું ભાન થતાં જડ ચેતનનો વિવેક સ્પષ્ટ ઉભરી આવે છે. આ ગાથામાં શાસ્ત્રકારે જ્ઞાનચેતનાના પ્રથમ ચરણને સ્પર્શ કર્યો છે અને અધ્યાર્થભાવે ભેદવિજ્ઞાન પ્રગટ કરી શંકાનું નિવારણ કર્યું છે.
ISLSSSSSSSSS(૧૬૮) ISIS