________________
છે અને ઉત્પત્તિ–લય જેમાં છે, તે અધિષ્ઠય છે. અધિષ્ઠાનમાં અધિષ્ઠયનું જ્ઞાન છે પરંતુ અધિષ્ઠાતા અધિષ્ઠય નથી, ફકત તેનો અનુભવ કરનાર છે. આમ બંને તત્ત્વોને અર્થાત્ વિષયને સ્પષ્ટ કરનાર વિષયી અને જેનું જ્ઞાન થાય છે તે વિષય, બંને પરસ્પર જુદા છે. સાપનું જ્ઞાન કરનાર વ્યકિત સાપનું જ્ઞાન કરે છે પરંતુ સ્વયં સાપ નથી. સાપનું જ્ઞાન કરનાર અને સાપ બંનેને જુદા માનવા જરૂરી છે. ‘તે’ એટલે અનુભવ કરનાર અને “તેથી” એટલે જેનો અનુભવ થાય છે, તે. આમ “તે” અને “તેથી', બન્નેને જુદા માનવા જરૂરી છે. ‘તે’ અને ‘તેથી', બન્નેને જુદા માન્યા વિના સાચું ભાન કયાંથી થાય ? માટે શાસ્ત્રકાર કહે છે કે “થાય ન કેમે ભાન' અર્થાત્ ભાન કયાંથી થાય ? ભાન કેવી રીતે થઈ શકે છે ? શું રસોઈ કરનાર અને રસોઈ એક હોઈ શકે ? બન્નેની એકતા સંભવ નથી. બન્નેનો ભેદ જે જાણે છે, તે જ સાચો વિવેક કરી શકે છે. અહીં શાસ્ત્રકાર શંકા કરે છે કે આ બન્નેને જુદા ન માનનારા હકીકતમાં ભાન વગરના વિવેકહીન આત્માઓ છે. જ્યાં સુધી વિવેકની આંખ ન ખૂલે, ત્યાં સુધી તે અવિનાશી અને વિનાશી, એવા બે ભાવોનું જ્ઞાન કરી શકતો નથી. વિનાશી દ્રવ્યની સાથે અવિનાશીને પણ વિનાશી માનવાની ભૂલ કરે છે. આ ગાથામાં પૂર્વની ગાથાની શંકાનો ઉત્તર આપવા માટે સચોટ દલીલ કરી છે. - પૂર્વની ગાથાઓમાં “દેહ યોગથી ઉપજે અને દેહ વિયોગે નાશ’ એમ જે શંકા કરી હતી, દેહ અને આત્માનું એકત્વ માન્યું હતું, તેના ઉત્તરરૂપે આ ગાથાઓની અભિવ્યકિત થઈ છે અને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તે તેથી જુદા વિના' એમ કહીને ભેદજ્ઞાન વિના સાચો વિવેક થઈ શકતો નથી, તેમ સ્પષ્ટ ઉદ્ઘોષ કર્યો છે. અહીં આત્મદ્રવ્ય અને જ્ઞાનમાં ઝળકતા પદાર્થો બંને એક નથી પરંતુ જ્ઞાન તે જ્ઞાન છે અને પદાર્થ તે પદાર્થ છે. જ્ઞાનના વિષય રૂપ પદાર્થને એક માની લેવા, તે ભૂલ છે.
જો કે આ કથન જડ દ્રવ્યોને અનુલક્ષીને કહેવામાં આવ્યું છે. જ્ઞાન જ્યારે સ્વયં પોતે પોતાને જાણે છે અને જ્ઞાન સ્વયં સ્વનો એટલે આત્માનો નિર્ણય કરે છે, તેવી અવસ્થામાં જ્ઞાતા–જ્ઞાન અને શેય ત્રિવેણી એક રૂપ છે, તે ભૂલવાનું નથી. અત્યારે તો શંકાકારની શંકાના નિવારણ માટે આખ્યાન થઈ રહ્યું છે અને જડતત્ત્વને અનુલક્ષીને જ્ઞાન અને વિષયનો ભેદ બતાવ્યો છે. અર્થાત્ દેહનું જ્ઞાન કરનાર દેહી અને દેહ બંને જુદા છે, એ જ કહેવાનું તાત્પર્ય છે. તેના સંદર્ભમાં જ ‘તે તેથી જુદા વિના ભાન ન થાય' તેમ કહેવામાં આવ્યું છે... અસ્તુ.
આ જ્ઞાન જયારે ચરમદશામાં પરિણામ પામી અન્ય પદાર્થની જેમ પોતાનો પણ જયારે વિવેક કરે છે, ત્યારે સ્થિતિ બદલાય જાય છે. આપણે વધારે સ્પષ્ટ કરવા માટે નીચે બે પ્રકારના ત્રિભંગ સ્પષ્ટ કરીએ છીએ.
પ્રથમ ત્રિભંગી : (૧) આત્મા (૨) આત્મામાં રહેલું જ્ઞાન તત્ત્વ (૩) જ્ઞાનમાં ઝળકતા જડ પદાર્થો, આ ત્રિભંગમાં આત્મા અને જ્ઞાન એકરૂપ છે અને પદાર્થ તેનાથી જુદા છે.
બીજી ત્રિભંગી : (૧) જ્ઞાન કરનાર આત્મા (૨) જ્ઞાન કરનાર સાધન કે ઉપકરણરૂપ જ્ઞાન (૩) જેનું જ્ઞાન થાય છે, તે જોય રૂ૫ આત્મા. જ્ઞાન સ્વરૂપી આત્મા, જ્ઞાનથી પોતાને જાણે