________________
જ્ઞાન અને ભકિતનાં અજોડ સમન્વય દ્વારા શુદ્ધ અધ્યાત્મને સાકાર કરતી પંકિતઓ પૂ. ગુરુદેવનાં જ શબ્દોમાં....
જુઓ ! આત્મા સ્વયં નિરંતર જ્ઞાન પરિણામને ભજનાર, એક ચૈતન્ય દ્રવ્ય છે અને કર્મચેતના શાંત થતાં જ્ઞાનચેતનાના ઝબકારા થવા લાગે છે. ધીરે ધીરે જ્ઞાનચેતના બહારના કોઈપણ નિમિતનો આશ્રય લીધા વિના સ્વયં પોતાના જનક એવા ચેતન દ્રવ્યનું તે જ્ઞાનચેતનાની પર્યાયમાં દર્શન થાય છે અને જ્ઞાનચેતના વિપુલ અહોભાવમાં ઝૂમે છે. તેને એમ લાગે છે કે કોઈપણ એવા અગૂઢ, સ્પષ્ટ, પ્રગટ ચેતન દ્રવ્યમાંથી મને તે પદનું ભાન થઈ રહ્યું છે અને ભાન કરાવનાર જ્ઞાતા તત્વ પણ તેમાં જ બિરાજમાન છે. આમ પર્યાય સ્વયં ભકત બનીને ચૈતન્ય એવા પદને સમજીને જે જ્ઞાતૃભાવથી આ પદના દર્શન થયા છે તે જ્ઞાતાતત્ત્વને સદગુરુમાની, સ્વયં તેમાં ભકિતથી પ્રવાહિત થઈ તે જ્ઞાતૃતત્ત્વ પ્રત્યે સદગુરુનો ભાવ અભિવ્યકત કરી નમસ્કાર કરે છે, નમી પડે છે. આમ ગુરુ (સમજાવનાર) પદ તે શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય અને ભકતએ સમજનાર જીવ પરિણામ. આ ત્રિપુટી એક જ અધિષ્ઠાનમાં રહીને પરસ્પર જ્ઞાનયોગ અને ભકિતયોગનો ખેલ કરી પરમ આનંદ પામે છે.
આમ પૂ. ગુરુદેવ આત્મસિદ્ધિ શાસ્ત્રનાં એક–એક પદ અને એક–એક અક્ષરમાં છૂપાયેલા દર્શન તત્ત્વના હાર્દને ઉજાગર કરે છે. આજ સુધી શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યેની ભકિતને આધિન થઈ કેટલાક લેખકોએ આત્મસિદ્ધિનું વિવેચન કર્યું છે. જે લોકભોગ્ય પણ બન્યુ છે... પરન્તુ પૂ. ગુરુદેવે જે તત્ત્વ તારવી આપ્યું છે. તે પ્રબુધ્ધ વાચક વર્ગ માટે અત્યંત ઉપયોગી થયું છે. એટલું જ નહી અધ્યાત્મ પ્રેમી આત્મસાધકને આમાંથી સાધના માટેની સૂક્ષ્મ ચાવીઓ જડે એમ છે, જેમની પાસે આગવી દૃષ્ટિ છે અને પરમ જિસાજ્ઞાવૃત્તિ છે તેમને માટે આ મહાભાષ્ય પ્રત્યક્ષ સદગુરુ જેટલું જ મહાઉપકારીનિવડશે, જેમાં જરા માત્ર શંકા નથી.
પૂ. ગુરુદેવનાં શ્રી ચરણે અંતરની આરઝુ કે મહાતત્વથી ભરપૂર આવા ગ્રન્થો આપતા રહે, જેથી અમારી સાધક વૃત્તિ સંસ્કૃત બની પ્રકૃત દશાને પામે......
પ્રાન્તે પૂ. ગુરુદેવની જૈફ વયે આ અથાગ બહુમૂલ્ય પુષાર્થને વંદન કરતાં તેઓશ્રીના શ્રી ચરણોમાં મમ શ્રદ્ધાની પુષ્પાંજલી અર્પિત કરતી, આપની જશિલ્પા.
– સાધ્વી તરુલતાના અગણિત વંદન
જ્ઞાનપુંજનો મહાપ્રકાશ
સાધ્વી વીરમતી
પ્રકાશપુંજ સૂર્ય ઉદિત થાય અને તેની સહસ્ર રશ્મિઓ વિશ્વને પ્રકાશિત કરવા સકલ બ્રહ્માંડમાં ફેલાઈ જાય તેમ જ્ઞાનકુંજ એવા પૂ. ગુરૂદેવશ્રી જયંતમુનિ મહારાજની જ્ઞાન રશ્મિઓ સર્વ જીવોને જ્ઞાન પ્રકાશ આપવા અવિરતપણે જગત ઉપર ફેલાઈ રહી છે. મહાભાગ્યવાન આ જ્ઞાન રશ્મિઓને ઝીલી ધન્ય બની જાય છે.
અમારા પ્રબળ યોગે પૂ. ગુરૂદેવના મહાભાષ્યના જ્ઞાનપુંજને ઝીલવાનો અપૂર્વ યોગ અમને સાંપડયો. તપસમ્રાટ પૂ. ગુરૂદેવ શ્રી રતિલાલજી મ.સા. તથા પૂ. મુકત–લીલમ ગુરૂણીમૈયાની મહતી કૃપા અને શાસન અરૂણોદય પૂ. નમ્રમુનિ મ.સા. ની પ્રેરણાએ ઈ.સ. ૨૦૧૦ નું અમારૂં (સાધ્વી વીરમતી, સાધ્વી બિંદુ, સાધ્વી આરતી, સાધ્વી સુબોધિકા) ચાતુર્માસ પેટરબારમાં પૂ. ગુરૂદેવશ્રી જયંતમુનિ મ.સા. ના સાંનિધ્યે થયું.
આ ચાતુર્માસ દરમ્યન પૂ. ગુરૂદેવશ્રીના ‘આત્મસિદ્ધિ મહાભાષ્ય’ ને કેવળ વાંચવાનો નહીં પરંતુ પૂ. ગુરૂદેવશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થતાં ભાવપ્રવાહને સાક્ષાત ઝીલવાનો સુઅવસર પ્રાપ્ત થયો. આત્મસિદ્ધિની એક—એક ગાથા ઉપર પૂ. ગુરૂદેવ મહાભાષ્ય લખાવે અને તેઓશ્રીના ચિંતનમાંથી ઉદ્ભવતા એક–એક ભાવો સાંભળી આશ્ચર્ય મુગ્ધ બની જવાય. કયાંય સાંભળ્યા ન હોય, કયાંય વાંચ્યા ન હોય તેવા ગહન અર્થા ઝીલતાં–ઝીલતાં ભાવવિભોર બની જવાય. સર્વમાન્ય દૃષ્ટાંતો દ્વારા આત્મસિદ્ધિ જેવા ગહન આધ્યાત્મિક વિષયને સહજ અને સરળ બનાવી દેવાની શું તેમની આગવી કળા!
ન
મહાભાષ્ય લખાવે ત્યારે વયોવૃદ્ધ પૂ. ગુરૂદેવશ્રીનો અસ્ખલિત વાણી પ્રવાહ છૂટે, જાણે જ્ઞાનનો મહાધોધ વહેવા લાગ્યો ! અનેક સમાજોપયોગી કાર્યો સાથે સંકળાયેલા પૂ. ગુરૂદેવ લખાવતાં હોય ત્યારે અનેકવિધ રૂકાવટ આવે. પરંતુ જે ભાવ, જે વાકય અને જે શબ્દથી વિરામ થયો હોય તે જ ભાવ, તે જ વાકય, તે જ શબ્દથી પુનઃ લખાવવાનું શરૂ થાય. આ તેમની અંદર પ્રવાહિત મહાભાષ્યનું દ્યોતક છે.
હે પૂજ્ય ગુરૂદેવ ! શાસન નભે જ્ઞાન અર્પતા ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા અનેક છે પણ... પણ જ્ઞાનસૂર્ય આપ એક જ છો. ઓ જ્ઞાનપુંજ! ઓ જ્ઞાન રશ્મિઓ
આપને અમારા શત્રુ – શત્ વંદન હો...