________________
આત્માનીદની ઝલાઉં.૦૦ પરમદાર્શનિક ગોંડલગચ્છ શિરોમણ, નેત્રજ્યોતિ પ્રદાતા, માનવતાના મસીહા, આઠીયાસજજોના ભગવાન, બાલજીયોનાં બાબાજી, આગમજ્ઞાનના અમૃતકુંભ સમા પૂ. ગુરુદેવ જયંતમુની મ.સા.ના ચિંતજ મજાનો મહાસાગર, આધ્યાત્મિકભાવોના ભવ્ય, દિવ્યને ભવ્ય સરથાણા, અંતરના ઊંડાણનો અમૂલ્ય જ્ઞાન ખજાનો, વ્યવહાર અને નિશ્ચયના શુભગ સમચલતાનો સુંદર સ્રોત એટલે ““આત્મસિદિધ મહાભાષ્ય”.
જેનુ પાનુ ફરે અને સોનું ઝરે, જેના અક્ષરે અક્ષરે આત્માનંદ અનૂભવાય છે, જેના શબ્દ શબ્દ શાંતતા અનુભવાય છે, જેના લાયે થાકયે ભીતરાગતાને પામવાની ઉceટતા અનુભવાય છે.
એવા આત્મસિદિધસાગ્રી પ્રત્યેક 8ડીના ભાવાર્થ, ગુઢાર્થ, વ્હસ્યાર્થીને મહાભાગમાં વાંચતા, વિચારતાં, ચિંતન મનન કરતાં આભા ક્ષણ પણ આભ ભાવમાં લીન બની જાય છે
હૃદય ભકિકતા, મજજાં ભાવિકતા, અને પરિણામોમાં ભાલુકતા આથતા સહજતાએ પૂજ્યપાદ ગુરુદેવ આપના પ્રત્યે ક્ષેત્રમંતરે દૂર હોવા છતાં અંતરભા બોલાય જાય છે.....
અહો ! અહો ! સગુર કરુણાસિંધુ અપાર આ જગતના બાલજીલો પર, મહાભાષ્યનાં ભેટ ધરી કર્યો કર્યો, બહુ, બહુ, ઉપ8ાર..
- અપૂર્વ મુતઆરાધિકા પૂ, લૉલમબાઇ માં થતી ડૉ. સામ્બી ડોલર
પરમ દાર્શનિકનું વિભૂતિમવ - સાધ્વી તરૂલત્તા
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું શ્રીમદ્ રાજચંદ્રજીની આ પંકિતને સાક્ષાત જીવી રહેલા, સર્વદર્શનના પારગામી રહસ્યોનાં જ્ઞાતા, પરમ દાર્શનિક પૂજ્ય ગુરુદેવશ્રીની આ મહાન કૃતિ શ્રી આત્મસિદ્ધિ મહાભાષ્ય એ આ યુગની એક અણમોલ, અપૂર્વ કૃતિ છે. જે સમાજ માટે ધ્રુવતારકની ગરજ સારે છે.
. એક સમય હતો જયારે આ ભારત ભૂમિ પર અનેક વિદ્વાન મહાપુરુષો સાહિત્ય સેવામાં રત હતા, એ દિગ્ગજ આચાર્યો પૂર્વીય ઉત્તમ ગ્રન્થોના મહાભાષ્યની રચના કરતા હતાં, જે ભારતીય દર્શનોનોઅણમોલ વારસો છે...
પણ આ વાતને સદીઓ વિતી ગઈ, નજીકના ભૂતકાળમાં આવા મહાભાષ્યો લખાયા હોય એવું સ્મરણમાં નથી ! આજ જયાં સસ્તા કહેવાતા સાહિત્યથી અલમારીઓ ઉભરાઈ રહી છે ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી આત્મસિદ્ધિ જેવાં ગંભીર શાસ્ત્ર પર મહાભાષ્ય લખી સમાજને આપે છે. એ દર્શન જગતમાં તથા ધાર્મિક જગતમાં એક બહુમૂલ્ય અનુપમ નજરાણું છે. ખરે જ, આ મહાભાષ્ય આપી પૂજ્ય ગુરુદેવે પોતાના વિભૂતિમત્વનો પરિચય આપ્યો છે.
પૂજ્ય ગુરુદેવની દૃષ્ટિસિદ્ધાંતોના ગહન તત્ત્વતલને સ્પર્શે છે. તેથી જ જૈન દર્શનના મૂળભૂત માપદંડ સપ્તનય, ચાર નિક્ષેપ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આદિ મિટરોથી માપીને તત્વોનું તંતોતંત વર્ણન કર્યું છે અનેક સિદ્ધાંતોને સમજાવવા, તેનાં પ્રત્યેક પાસાને ઊંડાણથી સ્પર્શીને, સર્વ સંભાવનાઓને વ્યકત કરવા, ચો–ભંગી દ્વારા સ્પષ્ટીકરણ આપ્યું છે. તેમજ નિશ્ચય વ્યવહારનાં ત્રાજવાને સમતોલ રાખ્યા છે.
| વિશેષતા તો એ રહી કે, પૂજ્ય ગુરુદેવની આગવી બુદ્ધિમતા, બહમત્તા, પ્રતિભા તથા માનવના અંતરતલનાં ઊંડાણ સુધી પહોંચતી પ્રજ્ઞા છિણી; કંઈક ગ્રચિઓને કાપતી રહસ્યોદઘાટન કરે છે. આ રહસ્યોને ઉકેલવાની સરળ પદ્ધતિ એટલે જ પૂ. ગુરુદેવ સર્જેલી પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ રૂપશિષ્ય ગુરુની અજોડ જોડલી!