________________
ધ્યાન સાધક પૂ. જસરાજજી મ. સા. ની સંભાવના આપશ્રી ત્યાં અધ્યાત્મશ્રુતની ગંગા વહાવી રહ્યા છો અને મુમુક્ષુઓ હર્ષભેર તેનું પાન કરી રહ્યા છે.
આપે જેફ ઉંમરે આત્મસિદ્ધિ મહાભાષ્યનું લેખન કરાવીને લોકો માટે જે મહાન પુરુષાર્થ કર્યો છે, તે આપના ભીતરમાં પ્રગટ થયેલી શ્રુતજ્ઞાનની મહાનતાનું દર્શન કરાવે છે. આ ગ્રંથના માધ્યમથી આપે મુમુક્ષુઓ માટે રત્નત્રયના રત્નો મેળવવા એક વિરલ સ્યાદ્વાદના જ્ઞાનને ઉપલબ્ધ કરાવ્યું છે. આ ગ્રંથનું હિંદુસ્તાનની બધી ભાષામાં ટ્રાન્સલેશન થાય તો લોકોને ખૂબ ખૂબ લાભ મળે. આ ગ્રંથના પ્રકાશનમાં શાંતાબેન બાખડા પરિવારનો ખૂબ પ્રશંસનીય અને અનુમોદનીય ફાળો છે.
પરમશ્રધેય પૂ. વંદનીય ગુરુદેવ,
શ્રી આત્મસિધ્ધિ મહાભાષ્ય ગ્રંથ દેશ-વિદેશમાં વંચાય છે અને વખણાય છે. વધુ આનંદની વાત એ છે કે આ પુસ્તકનું લખાણ ગ્રંથસ્થ ન રહેતાં હદયસ્થ થઇ જાય તેવું છે. આ ગ્રંથમાં વિચાર શકિત, બુધ્ધ, તાર્કિકતા સાથે વિશિષ્ટ દષ્ટિકોણ જોવા મળે છે એથીય વિશિષ્ટ તો અભિવ્યકત કળા જોવા મળે છે. પૂ. ગુરુદેવશ્રીનો ભાવધારા એટલી સહજતાથી કહી છે કે તે કલ્પનાનો શણગાર ન બનતાં તેનું અવિભાજ્ય અંગ બની ગયું છે. આ ધારામાં એવો જાદુ છે કે નોરસતાને નભાવે નહીં અને રસપ્રદ થયાનું ચૂકે નહીં. શૈલી અને ભાષા પ્રભાવ8 છે, વાંચ8 વાંચતા તે પ્રવાહમાં કહેવા માંડે છે. | ગોંડલ ગચ્છ શિરોમણી પૂ. ગુરુદેવ શ્રી જયંતિલાલજી મહારાજ સાહેબ જેઓનું સ્થાન અગ્રગણ્ય છે એમની આટલી મોટી ઉમર છતાં પળનો પ્રમાઠ નહીં, ચિંતન-મનજી ધારા ભાભલાહો છે. એમની સાધુતા સમલયધર્મ છે. એમની ધાર્મિકતા કર્તવ્ય પરાયણ છે, જીવનના પ્રત્યેક પળને પુરુષાર્થ દ્વારા પાલનકારી બનાણી રહ્યા છે અને એ સાધુ જીવંજની કઠોર પરિચર્યા ભરી બહુમૂલી ચિંતનભરી પળોમાંયે આ સોનેરી મૌતિકો આપણને આપી રહ્યાં છે. ધન્ય છે તેઓના પુરુષાર્થ જે...! હજીપણ વિશેષ મૂલ્યવાન મૌક્તિકો આપણને આપ્યા કરે તે સભાવના
– સંપ્રદાય થયેષ્ઠા પૂ. ગુલાબબાઇ મ.