________________
ગાથા-૬૩
ઉપોદ્યાત : આ ગાથા મર્મ ભરેલી ગાથા છે. તેમાં મર્મસ્પર્શ ભાવો પ્રગટ કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમાં ભેદવિજ્ઞાનની ઝલક છે. પૂર્વ ગાથામાં જે કહ્યું છે, તે ત્યાં પ્રશ્ન રૂપે પ્રગટ કર્યું હતું, અહીં કવિરાજ તેનો ફરીથી ઉલ્લેખ કરી નિશ્ચય હકીકતરૂપે આખ્યાન કરે છે.
મનુષ્યની જે જ્ઞાનાત્મક ક્રિયા છે અથવા બુદ્ધિ દ્વારા કે જ્ઞાનેન્દ્રિય દ્વારા મનની સહાયતાથી અને મન વિનાના પ્રાણીઓ ઓઘસંજ્ઞાથી જે કાંઈ જાણે છે, તે અનુભવે છે. તે અનુભવકર્તા અદ્રશ્ય હોવા છતાં પોતાની હાજરીનું ભાન કરાવે છે. આખી ગાથા અદ્રશ્ય એવા દ્રષ્ટાને તર્ક દ્વારા સ્થાપિત કરી જોય અને જ્ઞાનનું વિભાજન કરે છે. ઉત્પત્તિ અને લય, તે જ્ઞય માત્ર અર્થાત્ જાણવા યોગ્ય છે. ઉત્પત્તિ અને લય પદાર્થમાં થાય છે. પદાર્થને પોતાને ખબર નથી કે પોતે ઉદ્ભવે છે અને લય પામે છે પરંતુ ઉત્પન્ન અને લયનું જે કાંઈ સાંકળ રૂપ જ્ઞાન છે, તે અનુભવકર્તાને છે. અનુભવ તે જ્ઞાન છે, ઉત્પત્તિ અને લય, તે શેય છે. આગળ વધીને ગાથાના ઉત્તરાર્ધમાં પણ આ જ ભેદનું સ્પષ્ટીકરણ કરે છે. જો આ ભેદ ન સમજે તો અન્ય કોઈ પણ પ્રકારે વિવેક થવો સંભવ નથી. સંક્ષેપમાં આ ગાથા ભેદવિજ્ઞાનનું સ્પષ્ટ ચિત્ર આપે છે. આટલો ઉપોદઘાત કરી હવે આપણે ગાથાના આંતર ભાવોને નિહાળીએ.
જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લચનું જ્ઞાન !
- તે તેથી જુદા વિના, થાય ને તેને ભાન II 93 I શાસ્ત્રકાર ઉત્પત્તિ અને લયને નજર સામે રાખી, એ સમગ્ર ક્રિયાને જાણનાર, ઉત્પત્તિ અને લયની કડીને જોડનાર, અનુસંધાન કરનાર, તટસ્થ, જ્ઞાન પ્રકિયાના અધિષ્ઠાતા, એવા આત્માને જ્ઞાનના સ્વામી તરીકે પ્રગટ કરે છે. જુઓ, આ ગાથાનો મર્મ. ઉત્પત્તિ અને લય તો સ્વયં ઘટિત થઈ રહ્યા છે. અર્થાત્ પદાર્થ પરિવર્તનશીલ છે અને પરિવર્તન એ ઉત્પત્તિ અને લયનું પરિણામ છે પરંતુ વિશ્વના પદાર્થો સ્વયં પોતાની ક્રિયાથી અનભિજ્ઞ છે કારણ કે પદાર્થમાં જ્ઞાનનો અભાવ છે. તે જડ તત્ત્વ છે. આ પદાર્થો પરિવર્તન પામે છે, તેમ કહેનાર કોણ છે ? તેને જાણનાર કોણ છે ? ત્યારે સ્પષ્ટ થાય છે કે પરિવર્તનની ક્રિયાનું જે ગણિત છે, તેનો આધાર તો જ્ઞાન છે.
એક ઉદાહરણ : આકાશમાં એક વિમાન મહાતીવ્ર ગતિથી જઈ રહ્યું છે. તેના બધા મશીનો કામ કરી રહ્યા છે પરંતુ વિમાનને ખબર નથી કે હું ચાલું છું, મારે જવું છે તેની પણ તેને ખબર નથી. વિમાનની ગતિનો જાણનાર જે ચાલક છે. તે જ તેની ગતિની સાંકળ છે. આગળ પાછળ જે કાંઈ પરિવર્તન થાય છે તેનો જાણનાર પણ તે ચાલક છે. ગતિ વિમાનમાં છે પણ ગતિનો અનુભવ ચાલકને વશીભૂત છે. આમ પદાર્થની ક્રિયા એક હકીકત છે અને પદાર્થની ક્રિયાનું જ્ઞાન, તે બીજી હકીકત છે. અહિં પણ સંસારમાં જે કાંઈ ઉત્પત્તિ–લય કે પરિવર્તન થાય છે, એ બધુ પરિવર્તન જેના અનુભવને વશીભૂત છે, તે જ્ઞાતા જાણનાર છે. આવો જાણનાર તે પરિવર્તનની ક્રિયાથી જુદો છે. ક્રિયા તે શેયના ક્ષેત્રમાં છે અને જાણનાર જ્ઞાતાના ક્ષેત્રમાં છે. જ્ઞાતા અને જ્ઞાનનું ભેદજ્ઞાન
(૧૬૨)