________________
ન થાય અર્થાત્ જ્ઞાતા-જ્ઞાનનો ભેદ ન જણાય તો બીજા કોઈ ઉપાયથી જીવને ભાન થઈ શકે તેમ નથી, તેથી શાસ્ત્રકાર કહે છે. કે “કેમે ન થાય ભાન” અર્થાત્ માર્ગ જાણ્યા વિના કેમે ન થાય ભાન. માર્ગ જાણ્યા વિના કેમે ન પહોંચાય સિદ્ધપુર.
શાસ્ત્રકાર ભારપૂર્વક એ વસ્તુ સ્પષ્ટ કરવા માંગે છે કે પદાર્થની ક્રિયા પદાર્થમાં છે અને તેના અનુભવની ક્રિયા આત્મામાં છે. દેહ અથવા પદાર્થને કે જીવને એક માનવા, તે કોઈ પણ હિસાબે સંભવિત નથી. જો દેહમાં કોઈ જુદો અનુભવી ન હોય તો પૂર્વમાં હું આમ હતો, અત્યારે મારી સ્થિતિ આ છે, તેવો બોધ થતો નથી. તેમ કહેનારો સાક્ષીભૂત સાંકળરૂપ એક જ્ઞાતા હોવો જોઈએ. દેહ પોતે તો પોતાનો ઈતિહાસ બતાવતો નથી. તે ફકત પરિવર્તનશીલ છે પરંતુ જ્ઞાતા એવો મહાત્મા જે જ્ઞાનનો ભંડાર છે, અનુભવ માત્ર તેને વશીભૂત છે, તે જ બધી ક્રિયાને સળંગ રૂપે જાણે છે, તે જ ભૂતકાળ અને વર્તમાનકાળની લિંક જોડે છે.
જુઓ, શાસ્ત્રમાં વિશ્વપ્રસિદ્ધ મહારાજા જનક અને અષ્ટાવક્રજીનો સંવાદ છે. એકવાર જનકને સ્વપ્ન આવ્યું. જાગૃત થયા પછી અષ્ટાવક્રજીને પૂછે છે કે આ સાચું કે તે સાચું ? ત્યારે અષ્ટાવક્રજી કહે છે કે આ પણ સાચું નથી અને તે પણ સાચું નથી. જો આ સાચું છે, તો તે સાચું છે અને તે સાચું છે, તો આ સાચું છે. અંતે અષ્ટાવક્રજી કહે છે કે આ એક વિકારી ક્રિયા છે અને તે પણ એક વિકારી ક્રિયા છે પરંતુ બંનેની વચ્ચે જે જાણનાર છે, તે ન્યારો છે અને તે જ સત્ય છે. સ્વપ્નની ક્રિયા જુદી છે. સ્વપ્નનો જાણનાર જુદો છે.
આ ગાથામાં પણ કૃપાળુ ગુરુદેવ પોતાની સરળ ગુજરાતી શૈલીમાં આ જ પરમ સત્ય સમજાવી રહ્યા છે. જે કાંઈ ઉત્પત્તિ અને લય છે, તે બાહ્ય ક્રિયા છે પણ તેનો જેને અનુભવ છે. તે અનુભવકર્તા જુદો છે અને જો બંને જુદા હોય, તો જ એ ભાન થઈ શકે છે. જો જુદા ન હોય તો તે ભાન થવું સંભવ નથી અને જોય જ્ઞાતાની લિંક બની શકતી નથી. માટે શાસ્ત્રકાર કહે છે કે હે ભાઈ ? આવું જ્ઞાન જેના વશમાં છે. અર્થાત્ જ્ઞાનની લગામ જેના હાથમાં છે, તે સ્વામી જુદો છે અને તેની પ્રક્રિયા અને પદાર્થની ક્રિયા સ્વતંત્ર છે પરંતુ બંનેમાં વિષય અને વિષયીનો સંબંધ છે. ઉત્પત્તિ-લય ઈત્યાદિ પરિવર્તનો તે વિષય છે, જ્યારે અનુભવ તે વિષયી છે. અનુભવ અને અનુભવ્ય બંને એક કેવી રીતે થઈ શકે? તેનું જે એકત્વ છે, તે નિશ્ચયભાવે છે પરંતુ સાક્ષાત પદાર્થ રૂપે બંનેનો ભેદ છે. માટે કહે છે કે તે તેથી જુદા થયા વિના” અર્થાત્ પદાર્થ અને જ્ઞાન બંને જુદા ન હોય, તો પદાર્થનો અનુભવ થવો સંભવ નથી. પાણી અને પાણીનો પીનાર બંને ભિન્ન ભિન્ન છે. ધન અને ધની બંને ન્યારા છે. ધની તે ધનનો સ્વામી છે પણ તે ધન રૂપ નથી. આ ભેદજ્ઞાનની જે રેખા છે, એ ઘણી જ વ્યાપક છે. સ્થળ અને સૂમ બંને રીતે આ પાતળી અને જાડી રેખા સમગ્ર વિશ્વને આવરીને બેઠેલી છે. જેમ પદાર્થમાં તંતુ તંતુ છે, કણ કણ છે. અંશ અંશ છે, તે જ રીતે જ્ઞાનમાં પણ એથી વધારે જ્ઞાનાત્મક સૂમ તંતુઓ છે, જે પદાર્થના તંતુઓને ઓળખે છે. વસ્ત્રમાં ઘણા તંતુઓ વસ્ત્ર રૂપે પરિણમ્યા છે પરંતુ વસ્ત્રનો વણકર તે બધા તંતુઓને પોતાના જ્ઞાનમાં પારખે છે અને સમાવિષ્ટ પણ કરે છે. પદાર્થ તે વર્તમાન અવસ્થામાં પર્યાય પામે છે. જયારે ખૂબીની વાત એ છે કે જ્ઞાન પદાર્થની સૈકાલિક અવસ્થાને પણ જાણી શકે છે, માટે
(૧૬૩)