________________
જવાય છે. આખી ગાથા શંકાકારની શંકાનું નિરાકરણ કરવા માટે પહેલું તીર છોડી રહે છે. અહીં પ્રશ્ન રૂપે પ્રહાર કરીને શંકાના મૂળના ઘા કરવામાં આવ્યો છે. અનુભવના આધારે દેહ અને આત્માના ભેદ વિજ્ઞાનનો ફળચો કર્યો છે. બાહ્ય અનુભવનો વિષય બાહ્ય પદાર્થ છે. જયારે આંતર અનુભવનો વિષય સ્વયં અનુભવકર્તા આત્મા પોતે છે. સ્વમુખી અનુભવ અનુભવોના ગુણસમુદ્ર રૂપ આત્માનો અનુભવ કરે છે. અહીં શાસ્ત્રકાર આવો અલૌકિક અનુભવ દર્શાવીને સ્પષ્ટ રૂપે દેહથી ભિન્ન એવા આત્મદ્રવ્યની આંગળી ચીંધીને ઓળખાણ કરાવે છે.
આધ્યાત્મિક સંપૂટ : ભલે આ ગાથા શંકાના સમાધાન સ્વરૂપ હોય પરંતુ પરોક્ષ ભાવે તેમાં સિદ્ધિકા૨ે આધ્યાત્મિક સંપૂટનો નિવેશ પણ કર્યો છે. ‘કોના અનુભવ વશ્ય' એમ કહીને શાસ્ત્રકારે જેમાં વિશ્વના બધા પદાર્થોના અનુભવો સમાયેલા છે તેવા અનુભવના મહાસાગર તરફ ઈશારો કર્યો છે. આવા નાના મોટા દ૨ેક અનુભવો તેને વશીભૂત છે. જ્ઞાનનો આશ્રય થાય, ત્યારે જ તે જ્ઞેય કહેવાય છે. નિશ્ચય સિદ્ધાંત અનુસાર શેય માત્ર જ્ઞાનમાં સમાયેલા છે અને જ્ઞાન જ્યારે વિશેષ રૂપ ધારણ કરે છે, ત્યારે અનુભવશીલ થાય છે. અનુભવ તો એક માત્ર જ્ઞાનની પર્યાય છે. જ્ઞાનની આવી અનંત પર્યાયો જ્ઞાનીના અધિકારમાં છે. જેમ ઘોડા ગાડીના ચાલકના હાથમાં લગામ છે. લગામના આધારે ઘોડો પણ વશીભૂત છે, તે જ રીતે આ અનુભવની સમગ્ર લીલા આત્માના અધિકારમાં છે. અહીં શાસ્ત્રકાર અનુભવના આધારે અનુભવ નિયંતાને સમજવા માટે આંગળી ચીંધે છે. આમ આ ગાથામાં આત્મદર્શનની પણ ઝાખી કરાવી છે.
ઉપસંહાર : સંપૂર્ણ ગાથા એક પ્રકારે આધ્યાત્મિક ક્ષેત્રનું એક અલૌકિક પ્રતિબિંબ છે. એક તરફ સંયોગ માત્ર એવો દેહ છે અને બીજી બાજુ અનુભવી એવો આત્મરાજ છે. દેહ અને આત્મા વચ્ચેનું ભેદવિજ્ઞાન તે આધ્યાત્મિક સોપાનની પ્રથમ સીડી છે. સામાન્ય રીતે મનુષ્યો માને છે કે કોઈ મરે છે, ત્યારે જીવ નીકળી જાય છે. આમ દેહ અને આત્માને જુદા માને છે પરંતુ સ્વરૂપની દૃષ્ટિએ ભેદવિજ્ઞાન ન થાય ત્યાં સુધી સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થતી નથી. આ ગાથા આ પ્રથમ ભૂમિકાને સ્પષ્ટ કરે છે અને શંકાકારને જ પ્રશ્ન પૂછીને તેમાંથી જ કેમ જાણે જવાબ મેળવવાની કોશિષ કરી હોય, તે રીતે ગાથાનું ઉચ્ચારણ કર્યું છે. તાદાત્મ્ય ભાવે રહેલા દ્રવ્યોના અને તેના ગુણોના ભાવ અભિવ્યકત કરી નિશ્ચિત ગુણથી નિશ્ચિત ગુણીનો પરિચય કરાવે છે. હવે શાસ્ત્રકાર સ્વયં આ જ ભાવોને પુનઃ સ્પષ્ટ કરીને ૬૩ મી ગાથાનું ઉચ્ચારણ કરી રહ્યા છે. તો આપણે અહીં ૬૨ મી ગાથાને પરિસમાપ્ત કરીને ૬૩ મી ગાથામાં પ્રવેશ કરીએ. આ બધી ગાથાઓમાં પરોક્ષ રીતે બીજા ઘણા ગૂઢ આધ્યાત્મિક ભાવોની પણ અભિવ્યકિત છે. સંભવ હશે ત્યાં તે ભાવની ચર્ચા કરવા પ્રયાસ કરશું.