________________
અનુભવ થાય છે તેને ઓળખવા માટે આ ગાથા ફરજ પાડે છે.
દેહ અનુભવ કરતો નથી તે વાત સામાન્ય છે. વૈજ્ઞાનિકો પણ કહે છે કે અનુભવ કરનાર અનુભવી સર્વથી જુદો સ્વતંત્ર હોવો જોઈએ અને તેના પોતાના ગુણોનો કબજો પોતાના વશમાં છે. તેમ તે ગુણ ગુણીનો અવિનાભાવ સંબંધ અહીં પ્રદર્શિત કર્યો છે. જુઓ તો ખરા ! શાસ્ત્રકાર હાસ્ય કરે છે કે તિજોરીમાં ધન રાખ્યું છે તો શું તિજોરી ધનની માલિક છે ? અથવા શું ધન તિજોરીને વશીભૂત છે? ભલે તિજોરીમાં ધન રાખ્યું છે પણ ધન જેને વશીભૂત છે અથવા જેના વશમાં છે, તે માલિક નિરાળો છે. તિજોરી તો એક માત્ર સંયોગ છે. ધન અને તિજોરીનો સંયોગ થયો છે. તિજોરીને જ્ઞાન નથી કે હું તિજોરી છું કે ધનને જ્ઞાન નથી કે હું ધન છું. ધન અને તિજોરી બંનેનો અનુભવ જેને વશીભૂત છે, તે માલિકે નિરાળો છે. તે માલિક છે, તેને જ તિજોરી અને ધનનો અનુભવ થાય છે. અનુભવ પણ માલિકની જ સંપત્તિ છે.
અહીં બહુ ગહન વાત એ છે કે અનુભવ એ જ સાચી સંપત્તિ છે. અનુભવના આધારે જ પદાર્થનું અસ્તિત્વ પ્રગટ થાય છે. પદાર્થનું જેટલું મૂલ્ય નથી, તેના કરતાં અનુભવનું મૂલ્ય હજારો ગણું વધારે છે. અનુભવ તે પ્રધાન તત્ત્વ છે. અનુભવનો જે વિષય છે, તે અનુભવનું કર્મ છે. એ સામાન્ય તત્ત્વ છે, તેથી જ અહીં શાસ્ત્રકાર જોર દઈને બોલે છે, કે હે ભાઈ ? જરા વિચાર કર કે આ અનુભવ કોના વશમાં છે? અનુભવનો માલિક કોણ છે? અનુભવ કોણ કરે છે? અનુભવ કરનારની જગ્યાએ દેહને તું આત્મા માને છે? તો તે કેટલું હાસ્યાસ્પદ છે? કોઠીમાં રહેલું તેલ કોઠી બની શકતું નથી. અધિકરણ અને આધેય જ્યાં નિરાળા છે, ત્યાં બંનેનું ઐકય સંભવ નથી. જયાં અધિકરણ અને આધેય એક રૂપ છે, ત્યાં જ આધેય અધિકરણને વશીભૂત છે પરંતુ સંયોગ સબંધથી રહેલા આધેય અને અધિકરણ એક થઈ શકતા નથી. આ એક વિશાળ દાર્શનિક તર્ક છે. આ તર્ક એટલો પ્રબળ છે કે તેનું ઉલ્લંઘન કરી શકાય તેમ નથી, માટે શાસ્ત્રકાર કહે છે કે જરા આંખ ખોલીને જુઓ, દેહ તો એક માત્ર સંયોગ છે. દેહનો સંયોગ થવાથી દેહ, તે આત્મા થઈ શકતો નથી. જીવાત્મા ફકત સંયોગી છે અને તેને પોતાનો અનુભવ પોતાની સંપત્તિ રૂપે જણાય છે. તે અનુભવ જીવાત્માને જ વશીભૂત છે.
વશ્ય' શબ્દ વશીભૂતનો ધોતક છે. પદાર્થવિજ્ઞાન એમ કહે છે કે જે દ્રવ્યો તાદામ્ય રૂપે જે ગુણોના અધિકરણ છે અર્થાત્ જે ગુણો તાદાભ્ય ભાવે જે દ્રવ્યની સંપત્તિ છે, તે ગુણો તેના જ વશમાં રહે છે. દ્રવ્યને છોડીને આ ગુણો અન્યત્ર રહી શકતા નથી. ફૂલની સુંગધ ફૂલને વશીભૂત છે. સાકરની મીઠાશ સાકરમાં રહેલી છે. જયાં સાકર છે, ત્યાં મીઠાશ છે અને તેવી વિશિષ્ટ મીઠાશ જયાં છે, ત્યાં સાકર છે. ગુખ મુળીનઃ વિનામાવ સવંધઃ |
ગુણો ગુણીના વશમાં છે. આ પ્રકરણમાં અનુભવ તે જ્ઞાન ગુણ છે અને જીવાત્મા તે જ્ઞાનનો માલિક છે, તે માલિક જ્ઞાનનો આધાર છે, તેથી જ્યાં અનુભવ છે, અનુભવ જેના વશમાં છે, ત્યાં તેની સ્વતંત્ર ઉપસ્થિતિ પણ છે. સિદ્ધિકારે 'વશ્ય' શબ્દ મૂકીને સહજ ભાવે પદાર્થ વિજ્ઞાનનો એક અલૌકિક સિદ્ધાંત આ ગાથામાં સમાવિષ્ટ કર્યો છે. એક એક પદનો વિચાર કરતા નત મસ્તક થઈ
\\\\\\\\\\\\\\(૧૬)\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\S