________________
કયા? અને આ અનુભવનો કર્તા એવો આત્મદેવ કયા ? દેહને બિચારાને કશો અનુભવ છે જ નહિ. તો આ અનુભવ કોના આધારે છે ? અર્થાત્ અનુભવ કોના વશમાં છે ? જેના વશમાં છે. તે કોઈ નિરાળું તત્ત્વ હોવું જોઈએ, માટે ચિંતાપૂર્વક શાસ્ત્રકાર કહે છે કે હે શંકાકાર ! આવો છબરડો ન વાળ. જે અનુભવ પોતાને વશીભૂત છે. તે અનુભવનો કર્તા દેહ હોઈ શકે નહીં અને ફકત દેહનો અનુભવ, તે પણ પર્યાપ્ત અનુભવ નથી. દેહને જાણવો જરૂરી છે. તે જડ અને રૂપી હોવાથી સહેજે જણાય છે પરંતુ આ રૂપી દ્રવ્યની આંતરિક ભૂમિકામાં અનુભવ કરનાર ચેતનદ્રવ્ય છે, તેને દૃષ્ટિમાં લાવવો જરૂરી છે. શાસ્ત્રકાર શંકાકારને સ્વયં પૂછે છે કે વિચાર કરો કે ભાઈ ! આ અનુભવ કોને થાય છે ? અનુભવ કોના વશમાં છે ? અનુભવમાં જે પરિવર્તન થાય છે, તેનો આધાર દેહ હોઈ શકે નહીં. દેહ તો પોતાનું નિરાળું રૂપ ધરાવી જડ પણે અસ્તિત્વ ધરાવે છે અર્થાત્ તે જડ છે. જ્યારે અનુભવનો આધાર જ્ઞાન છે અને જ્ઞાનનો આધાર આત્મા છે. આમ અનુભવ જેને વશીભૂત છે, અર્થાત્ અનુભવ જેના નિયંત્રણમાં છે, તે કોણ છે ?
આ પ્રશ્ન માત્રથી જ દેહથી આત્મા છૂટો ઝળકવા માંડશે. જેમ સોનાની વીંટીમાં લાગેલું મોતી પોતાની અલગ કિંમત ધરાવે છે પરંતુ જેને મોતીનું જ્ઞાન નથી, તે સોનાની વીંટી તરીકે જ તેનું મૂલ્યાંકન કરે છે અને આ સોનાની વીંટી છે, એમ બોલે છે પરંતુ આ લાખોનું મોતી સોનામાં જડેલું છે અને તે મોતીનો જાણકાર ફકત વીંટીને સોનાની વીંટી સમજતો નથી. સોનાને સોનું સમજે છે અને મોતીને મોતી સમજે છે. આ ઉદાહરણથી સ્પષ્ટ થાય છે કે દેહ સોના જેવો છે પરંતુ તેમાં બિરાજમાન આત્મા તે કરોડોનું મોતી છે. દેહના ભાવે જો મોતી વેંચાય તો તે ઘોર અજ્ઞાન છે. દેહને દેહ જાણીને અને આત્મા રૂપી મોતીને મોતી રૂપે જાણે છે, તેનો અનુભવ કરે છે, તે સાચો ઝવેરી છે.
અંતિમ પદમાં “કોના અનુભવ વશ્ય' અહીં ‘વશ્ય” શબ્દ સમજવા યોગ્ય છે. વશ્ય અર્થાત વશીભૂત. “કોના વશ્ય' અર્થાત્ આ અનુભવ કયા દ્રવ્યને વશીભૂત છે ? કોણ આ અનુભવને પોતાના વશમાં રાખે છે ? વશ્ય તે કર્મ છે અને જેના વશમાં છે, તે કર્તા છે. તે વશીભૂત કરનાર છે. જેમ કાર્ય અને કર્તા બે શબ્દમાં એક કર્મ છે અને એક કર્તા છે. ગમ્ય અને ગંતા, આ બે શબ્દમાં ગમ્ય તે કર્મ છે અને ગંતા તે જનાર વ્યકિત કર્યા છે. વ્યાકરણની દૃષ્ટિએ આવા અસંખ્ય કર્તા-કર્મના શબ્દ ઉદ્ભવે છે. ભોગ્ય અને ભોકતા, દૃશ્ય અને વૃષ્ટા. ગ્રાહ્ય અને ગ્રાહક. આમ કર્તા–કર્મનો વ્યાપક સંબંધ વિશ્વમાં વ્યાપ્ત છે. એ રીતે અહીં વશ્ય એટલે વશમાં કરનાર, વશીકર્તા. અહીં તેના કર્મનું ઉચ્ચારણ કર્યું છે. ત્યારે કોના વશીભૂત, એમ કહીને કર્તાને અધ્યાર્થ રાખ્યો છે.
જે અનુભવ થાય છે તે દેહને થઈ શકતો નથી. દેહ તો જડ પદાર્થ છે. સામાન્ય રૂપે જડ પદાર્થો કોઈ પ્રકારનો અનુભવ કરતા નથી. તો પછી દેહમાં જે કાંઈ અનુભવ થાય છે. તે કોના આધારે છે ? આ અનુભવનો આધાર દેહ હોઈ શકે નહીં, તેથી શાસ્ત્રકારે અહીં પ્રશ્નરૂપે સમાધાન આપ્યું છે. જો દેહ અનુભવ કરતો નથી, તો આ અનુભવ કોના વશમાં છે? જેના વશમાં છે, તે દેહથી નિરાળો હોવો જોઈએ. આ રીતે પ્રશ્નાત્મક તર્ક દ્વારા સમાધાનની શરૂઆત કરી છે અને જેને
INS(૧૫૯) SS
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS