________________
નથી પરંતુ એક દેહથી બીજા દેહમાં થતું આગમન છે. આમ દેહના ઉત્પત્તિ લય અને ચેતનના ઉત્પત્તિ લય, બંને નિરાળા છે. એટલે શાસ્ત્રકાર અહીં પૂછે છે કે શું આ ચેતનના ઉત્પત્તિ-લય કયા જ્ઞાનના આધારે સમજાય છે ? દેહના ઉત્પત્તિ-લય તો બુદ્ધિથી સમજાય છે. જયારે આ ચેતનના ઉત્પત્તિ લય કયા અનુભવના આધારે સમજાય છે ? કોના અનુભવને વશીભૂત છે ? આમ સ્વયં પ્રશ્નાર્થ કરીને બે અનુભવનો ફળચો કરે છે. એક ચેતનના ઉત્પત્તિ-લય અને તેનો અનુભવ અને એક સંયોગ માત્રથી ઉત્પન્ન થયેલા દેહના ઉત્પત્તિ-લય અને તેનો અનુભવ.
હકીકતમાં આ પ્રશ્નોમાં ઘણી ઉંડાઈ છે. દેહનો અનુભવ તો દૃશ્ય માત્ર છે. જ્યારે ચેતનાના ઉત્પત્તિ–લય એક દૃષ્ટાના આધારે છે. એક અનુભવ દૃશ્ય માત્ર છે. જયારે આ બીજો અનુભવ તે દૃષ્ટાની સાક્ષી આપે છે. આ અનુભવ કોને વશ્ય છે ? એમ પૂછીને પ્રશ્ન અધ્યાર્થ મૂકયો છે પણ કહેવાનું તાત્પર્ય એ છે કે આ અનુભવ દૃષ્ટાને વશ્ય છે. દૃષ્ટા સ્વયં પોતાના અનુભવને પારખે છે. દૃષ્ટાનો અનુભવ તે દૃષ્ટાની પોતાની સંપત્તિ છે. દૃષ્ટાના આ બધા અનુભવો તેમના જ્ઞાનને વશીભૂત થયેલા છે. તે અનુભવ ફકત દૃશ્ય માત્ર નથી પરંતુ દૃશ્યથી ઉપર ઊઠીને દૃષ્ટાને સ્પર્શ કરે, તેવી તીવ્ર દૃષ્ટિ છે. દેહના આધારે કરેલો અનુભવ તે કેવળ સામાન્ય દૃશ્યનો અનુભવ છે. વાઘને જોઈને કોઈ સામાન્ય મનુષ્ય ડરે તો તેને વાઘનું એક દૃશ્ય માત્ર પ્રત્યક્ષ છે પરંતુ અહીં જ્ઞાની જીવ હોય, તો આ ડરનારો કોણ છે ? તે વાઘને છોડીને ડરનારને પ્રત્યક્ષ કરે છે. અર્થાત્ દૃશ્યને છોડીને તૃષ્ટા સુધી પહોંચવાની કોશિષ કરે છે. આ ગાથામાં એક ગૂઢ સિદ્ધાંત પ્રગટ કર્યો છે. અહીં આપણે એક શ્લોક પ્રસ્તુત કરશું, તો ઉચિત ગણાશે.
दृष्टारम् विहाय केवलम दृश्यम पश्यति । स सर्वम पश्यन्नपि न पश्यति । किन्तु दृश्यं विहाय यो दृष्टारम् पश्यति । स न पश्यन्नपि सर्वम पश्यति ।।
જે વ્યકિત ફકત દૃશ્યોને જ જુએ છે. અર્થાત્ જેને માયાવી જગત જ દેખાય છે પણ જોનારો કોણ છે તેને જાણતો નથી, અર્થાત્ જાણનાર પ્રત્યે તેની દૃષ્ટિ જ નથી, આવો વ્યકિત બધું જોવા છતાં કશું જ જોતો નથી પંરતુ જે વ્યકિત દૃશ્યથી નજર ઉપાડીને દૃષ્ટાને જુએ છે અર્થાત્ જોનારને જુએ છે, તે કદાચ કશું ન જોઈ શકતો હોય, તો પણ ખરા અર્થમાં બધુ જુએ છે. જોનારને જોવો, તે જ સમ્યગ્દર્શન છે.
અહીં આપણે દૃષ્ટા દૃશ્યની ચર્ચા કરી રહ્યા હતા. શાસ્ત્રકાર કહે છે કે દેહદર્શન એક દૃશ્ય માત્ર છે, તેનાથી વિશેષ કશું નથી પરંતુ અંદર જીવનું જે આવાગમન થાય છે, તેના ઉત્પત્તિ લયને સમજે છે અને આવો અનુભવ જેને વશીભૂત છે, તે ફકત એક નિરાળો, સ્વતંત્ર, આત્મદેવ છે, તે જ આ બધા અનુભવનો રાજા હોઈ શકે છે.
કોના અનુભવ વશ્ય અહીં શાસ્ત્રકારે શંકા કરનારના સમાધાન રૂપે આ ગાથાની શરૂઆત કરી પ્રથમ ભૂમિકા રજૂ કરી છે. શંકાકાર દેહ દર્શનથી જ અટકી ગયો હતો અને દેહના ઉત્પત્તિ-લય સાથે શંકાકારે આત્માની ઉત્પત્તિ-લય પણ જોડી દીધા હતા, તેનું નિવારણ કરવા માટે આ પ્રથમ પગલું છે. શાસ્ત્રકાર કહે છે કે હે ભાઈ ? એક સંયોગ માત્રથી ઉત્પન્ન થતો દેહ
—