________________
દૃષ્ટિએ આખો પ્રશ્ન ગંભીર અને વિચારણીય બની ગયો છે. માટે આપણે અહીં ઊંડાઈથી ઘટસ્ફોટ કરશું.
કોઈ પણ વસ્તુ સંયોગ માત્રથી ઉત્પન્ન થતી નથી. સામાન્ય ભાવે ગમે તે બે ચાર પદાર્થોને સંયુકત કરવા માત્રથી કોઈ અવયવની કે અખંડ નવા પદાર્થની રચના થતી નથી. સંયોગ માત્ર કારણ ન બની શકે પરંતુ જયારે સાંયોગિક દ્રવ્યમાં નવા પદાર્થની રચના કરવાની યોગ્યતા હોય અને તે કારણભૂત દ્રવ્યોમાં અને આવા સાંયોગિક દ્રવ્યમાં યોગ્ય ગુણધર્મ નિષ્પન્ન થાય, ત્યારે પદાર્થની રચના થાય છે. એકલો સંયોગ કારણ બની શકતો નથી પરંતુ અહીં શાસ્ત્રકારે “દેહ માત્ર સંયોગ” એમ કહીને દેહ એક સંયોગ જ છે, કોઈ સંયોગવશાત ઉત્પન્ન થઈ ગયો છે, તેવો ભાવ અભિવ્યકત કર્યો છે. આમ “માત્ર' શબ્દ નિશ્ચયવાદી શબ્દ બન્યો છે. અહીં “મત્ર' શબ્દનો અર્થ એવો થશે કે દેહ માત્ર નિશ્ચિત સંયોગરૂપી કોઈ કારણથી ઉદ્ભવ્યો છે. અહીં સંયોગ માત્ર તેમ લખ્યું નથી. પણ “માત્ર સંયોગ' એમ લખ્યું છે. સંયોગ માત્ર કહેવાથી કોઈપણ સંયોગ, એવો અર્થ નીકળી શકતો હતો. પરંતુ અહીં માત્ર સંયોગ' લખ્યું છે. એટલે કોઈ એક ખાસ વિશિષ્ટ સંયોગથી દેહ પ્રગટ થયો છે. આ રીતે શુદ્ધ અર્થ કરવાથી અને વાકયનો ભાવ સમજવાથી કોઈ પ્રકારની શાસ્ત્રીય પ્રતિકૂળતા આવતી નથી.
હકીકતમાં કેવળ જડના સંયોગથી દેહની રચના થતી નથી. જ્યાં સુધી જીવાત્માનો એ પુદ્ગલોની સાથે સંયોગ ન થાય, ત્યાં સુધી કોઈ પણ પર્યાપ્તિનું નિર્માણ થતું નથી. યોગ્ય ગુણધર્મવાળા પુદ્ગલોની વચ્ચે જયારે જીવાત્મા પૂર્વકર્મના ઉદયથી ત્યાં આવી પહોંચે છે અને તે કર્મના પ્રભાવે નિશ્ચિત સ્થાનમાં આવેલો જીવ તે પુગલોને શરીર રૂપે ગ્રહણ કરે છે, આ રીતે જીવ અને પુગલોનો સંયોગ થાય છે, ત્યારે આ બે દ્રવ્યના સંયોગથી દેહની રચના થાય છે. પછી તે ગર્ભજ દેહ હોય, સમુદ્ઘિમ હોય કે વૈક્રિય હોય, કોઈ પણ પ્રકારના સ્થૂળ દેહ જીવ અને પુદ્ગલના સંયોગથી ઉદ્ભવે છે. માટે જ સિદ્ધિકાર અહીં કહે છે કે “દેહ માત્ર સંયોગ છે.” કોના સંયોગ પછી ઉત્પન્ન થાય છે ? તો ત્યાં જીવ દ્રવ્ય અને જડ દ્રવ્ય બંનેનો સંયોગ ગ્રહણ કરવાનો છે. અહીં માત્ર' નો અર્થ “સિવાય' થાય છે. અર્થાત્ જડ-ચેતન, બંનેના સંયોગ સિવાય આ દેહ બન્યો નથી. જે બન્યો છે તે દેહ એક માત્ર સંયોગ છે. અર્થાત્ ખાસ સંયોગથી નિષ્પન્ન થયો છે. આમ સંયોગ શબ્દ જે અધ્યાર્થ હતો. તેના ગર્ભમાં ફકત કોઈ જડનો જ સંયોગ ન સમજે, તે અહીં ખાસ સમજવાનું છે અને જડ-ચેતનનો સંયોગ એ એક માત્ર સંયોગ, તેમ એક નિશ્ચિત ભાવે સિદ્ધિકારે દેહ રચનાની અભિવ્યકિત કરી છે. બહુ જ સિફતથી થોડો શબ્દમાં આ એક તાત્ત્વિક કે શાસ્ત્રીય સિદ્ધાંતની સ્થાપના કરી, દેહને સંયોગિક બતાવી, દેહની રચના ઉપર એક ગૂઢ પ્રકાશ નાંખ્યો છે.
આ થઈ સ્થૂળ દેહની રચના પરંતુ આ સિવાયના કાર્યણશરીર અને તેજસ શરીર જેવા સૂક્ષ્મ દેહ છે, તે પણ એક પ્રકારે અનંતકાળથી જીવ સાથે સાંયોગિક સંબંધ ધરાવે છે. તે બધા સૂક્ષ્મ શરીરો પણ એક માત્ર સંયોગ છે. તેનો ઘણો જ ઊંડો અર્થ છે. જૂઓ, આપણે અહીં આધ્યાત્મિક દ્રષ્ટિએ આ શબ્દનો ભાવાર્થ સમજીએ. કાર્મણશરીર કે બીજા કોઈ પણ વૈભાવિક શરીરો અનંતકાળ
કે