________________
ગાથા-ર
ઉપોદ્ઘાત : આ ગાથામાં સિદ્ધિકારે બે સ્વતંત્ર દ્રવ્યોનો ફળચો કર્યો છે. (૧) જડ પરિણામી દેહ છે. (૨) ચેતન પરિણામી જ્ઞાન તત્ત્વ છે, જેનો આધાર આત્મદ્રવ્ય છે. તેઓ સ્વયં કહે છે કે દેહ તો એક પુદ્ગલોનો પૂંજ છે. જેમ કુંભાર માટી, પાણી અને રેતીને ભેગી કરી ઈટનું નિર્માણ કરે છે. એ જ રીતે કુંભાર માટીની અંદર જરૂરી બીજા જડ દ્રવ્યોની મેળવણી કરી ઘડો તૈયાર કરે છે. આવા કોઈ પણ આકારો કે દેહાદિ પિંડો પુલના સંયોગથી જન્મે છે. તેની એક સ્વતંત્ર પ્રક્રિયા છે. જયારે બીજી બાજુ ચેતનતત્ત્વ સ્વયં ઉત્પત્તિ લય પામી જ્ઞાનના આધારે અર્થાત્ જ્ઞાનને વશીભૂત પરિણામ પામે છે. આ પરિણામ પામવામાં જડ દ્રવ્યોનો કશો ઉપકાર નથી. સ્વયં તેનું ઉપાદાન નિરાળું છે. આખી ગાથા જડ ચેતનની પરિણતિને ગૂઢભાવે પ્રગટ કરી જાણકારને જાણે પ્રશ્ન પૂછવો હોય, તે રીતે માથાના ભાવની રજૂઆત કરી છે. આટલો ઉપોદ્ઘાત કર્યા પછી આપણે મૂળ ગાથાને અક્ષરશઃ નિહાળીએ.
( દેહ માત્ર સંયોગ છે. વળી જડ રૂપી દ્રશ્ય
ચેતનના ઉત્પત્તિ લય, કોના અનુભવવશ્ય? Iકરા દેહ માત્ર સંયોગ છે... અહીં દેહની ઉત્પત્તિ બાબત સાંયોગિક કારણનું વિવેચન કર્યું છે. આમ તો દેહ સિવાયના જે કોઈ પણ પદાર્થ ઉત્પન્ન થાય છે, તે બધાને માટે આ જ શાશ્વત નિયમ છે કે બધા પદાર્થોનું નિર્માણ સંયોગ માત્રથી થાય છે પરંતુ અહીં મુખ્ય રૂપે દેહથી દેહીની વ્યાખ્યા કરવાનું પ્રયોજન હોવાથી દેહને લક્ષમાં રાખ્યો છે. દેહ એક સાંયોગિક ક્રિયાથી ઉત્પન્ન થાય છે, તેમ અહીં કવિરાજ સાધારણ રીતે બોધ આપે છે. હકીકતમાં દેહ માત્ર પંચ ભૂતોનો સંયોગ જ છે. જો કે જેનદર્શનમાં પંચભૂત જેવો શબ્દ વાપર્યો નથી પરંતુ દેહની ઉત્પત્તિમાં પૃથ્વી, પાણી, અગ્નિ ઈત્યાદિ પદાર્થોનો સંયોગ હોય છે. જો કે જૈનદર્શન અનુસાર એવા પણ દેહ છે કે જેમાં પંચભૂતોનો સંયોગ હોતો નથી, તેને વૈક્રિય શરીર કહેવામાં આવે છે. દેવો અને નારકીઓને આવા શરીર ઉપલબ્ધ હોય છે. જો કે આ બધા દેવોના તથા નારકીઓના શરીર પણ એક સંયોગ માત્ર છે અર્થાત્ સાંયોગિક ક્રિયા છે પછી તે પંચભૂતનો સંયોગ હોય અથવા કોઈ સ્વતંત્ર વૈક્રિય વર્ગણાના પુદ્ગલ હોય પરંતુ આ દેહ સંયોગથી જ ઉદ્ભવ્યો છે.
આ સ્થૂળ દેહ સિવાય શાસ્ત્રોમાં કાર્મણ શરીર, તેજસ શરીર, આહારક શરીર એવા સૂક્ષ્મ અને વિલક્ષણ શરીરોનું વર્ણન છે. તે બધા દેહો પણ હકીકતમાં એક સંયોગ માત્ર છે. અહીં સામાન્ય રીતે દેહ શબ્દનો પ્રયોગ કર્યો છે. સ્થૂળ કે સૂમ જે કોઈ શરીર છે, તે માત્ર એક સંયોગ છે અને સંયોગથી જ દેહ ઉદ્ભવ્યા હોય એવો ઉલ્લેખ કર્યો છે. આ ગાથામાં એક ગૂઢ પ્રશ્ન અધ્યાર્થ છે. “દેહ માત્ર સંયોગ' એમ લખ્યું છે પરંતુ કોનો સંયોગ, તે જણાવ્યું નથી. ફકત જડ પદાર્થોનો સંયોગ છે તેવું સ્પષ્ટ કર્યું નથી. આગળના પદમાં ‘વળી જડ રૂપી દૃશ્ય' એમ કહીને અકથિતભાવ રાખી દીધો છે. ઉપરાંત “માત્ર' કહીને ફકત સંયોગને જ કારણ બતાવ્યું છે. તત્ત્વ
\\\\\\\\\\\\\\\\\\(૧પ૪) \\\\\\\\\\\\S