________________
થી જીવ સાથે હોવા છતાં જીવ રૂપે પરિણત થયા નથી, તે સ્પષ્ટ નિરાળા છે. આત્મા તે આત્મા છે અને કર્મ શરીર તે કર્મ શરીર છે. કર્મ શરીરમાં આત્માનો કોઈ ગુણધર્મ નથી કે તેનું કોઈ તાદાભ્ય અંગ નથી. અનંત કાળથી સાથે હોવા છતાં બને માત્ર સંયોગ ભાવે રહેલા છે. કર્મનું શરીર એક માત્ર સંયોગ છે. જે સંયુકત હોય, તે છૂટું પડી શકે છે. લોઢાની જંજીરે હાથી બંધાયેલો હોવા છતાં હાથી તે હાથી છે, અને જંજીર તે જંજીર છે. જંજીર અને હાથીનો માત્ર સંયોગ છે અને જંજીર તૂટે કે ખૂલે તો બંને વિમુકત થાય, પરસ્પર છૂટા પડી જાય છે. છૂટા ન પડે, ત્યાં સુધી માત્ર સંયોગ છે. કવિશ્રીએ માત્ર’ શબ્દ કહીને અહીં અલૌકિક સિદ્ધાંતની સ્થાપના કરી છે.
હવે આપણે મૂળ વાત પર જઈએ, દેહ માત્ર સંયોગ” તે પદમાં બે પ્રકારના આશય છે. દેહ સ્વયં એક પુદ્ગલોનો સંયોગ છે. દેહ કોઈ સંયોગ માત્રથી ઉદ્ભવ્યો છે. (૨) બીજો આશય છે કે દેહ તે જીવની સાથે એક માત્ર સંયોગ રૂપે છે. અર્થાત્ દેહનો આત્મા સાથે એક માત્ર સંયોગ સબંધ છે, બીજો કોઈ સબંધ નથી. જો બીજો કોઈ તાદામ્ય કે તદ્રુપ સબંધ હોય અથવા ગુણગુણી જેવો સબંધ હોય, તો દેહનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી કે તે છૂટો પણ પડી શકતો નથી, તેથી કવિરાજ કહે છે કે દેહ માત્ર એક સંયોગ છે. તેનાથી વિશેષ કશું નથી. આમ જીવાત્માનો અને દેહનો માત્ર સંયોગ છે, તેથી કાદવમાં પડેલું સોનું જેમ કાદવ રૂપ દેખાય છે છતાં અલગ છે. કાદવ તે કાદવ છે અને સોનું તે સોનું છે. કાદવ કનકનો એક માત્ર સંયોગ છે. એક લોટો પાણી પડે, તો બંને નિરાળા બની જાય છે, તેમ દેહ અને આત્મા બંને સંયોગથી ટકેલા છે. તેમાં બીજો કોઈ પરિણામ સબંધ નથી, પછી તે સૂક્ષ્મ કાર્પણ શરીર હોય કે સ્થૂળ શરીર હોય, શરીર અને આત્મા માત્ર સંયોગ ભાવ ટકેલા છે. દેહ તે દેહ છે, આત્મા તે આત્મા છે. આમ તેનો ભેદ સૈકાલિક શાશ્વત છે. તે જ એક માત્ર મોક્ષનો દરવાજો છે, માટે આ ગાથામાં દેહ માત્ર સંયોગ” એમ કહીને સિદ્ધિકારે આત્મતત્ત્વની સ્થાપના કરવાની સાથે સાથે આધ્યાત્મિક ઉપાસનાનો એક પ્રમુખ સિદ્ધાંત પણ પીરસી દીધો છે. ધન્ય છે, કૃપાળુદેવને ! અહોભાવ ! એવા શબ્દો મનથી સરી પડે છે.
વળી જડ રૂપી દૃશ્ય : દેહની સાંયોગિક સ્થિતિની વાત પૂરી કર્યા પછી બીજા પદમાં શાસ્ત્રકાર કહે છે. “વળી જડરૂપી દૃશ્ય” “વળી'નો અર્થ આ બધુ સૂક્ષ્મભાવે હોવા છતાં સ્કૂલબુદ્ધિના જીવને કેવળ જડ શરીરના જ દર્શન થાય છે. તેને જડ શરીર જ દ્રશ્યમાન થાય છે. જે દ્રષ્ટિમાં આવે છે, તે સંયોગથી ઉદ્ભવેલો અને સંયોગથી જીવ સાથે ટકેલો એવો એક જડ અને રૂપી દેહ દ્રશ્યમાન છે અર્થાત્ દૃષ્ટિમાં આવે છે. અહીં “વળી' કહેવાનો અર્થ એ છે કે પૂલ બુદ્ધિવાળા જીવોને ઉપરની સાંયોગિક ક્રિયાનું જ્ઞાન નથી અને તે ક્રિયા તો જે રૂપે ચાલે છે તેમ ચાલતી રહે છે પરંતુ “વળી’નો અર્થ જીવ તે ક્રિયા ન જાણવાથી જડ અને દ્રશ્યને જ જુએ છે. હકીકતમાં જે રૂપી દ્રવ્યો છે, તે બધા જડ હોય છે અને જે જડ છે, તે જ વૃશ્યમાન થઈ શકે છે. આ પદમાં પણ બહુ જ હિસાબી રીતે થોડા શબ્દોમાં રૂપી દ્રવ્યોની અને જડ દ્રવ્યોની એકતા રૂપ સ્થાપના કરી દૃશ્યમાન જગત તે જડ છે. એમ કહીને શાસ્ત્રકાર સ્થૂળ દ્રષ્ટિનો પરિહાર કરવા માંગે છે. આ બીજું પદ પણ આપણે સાંગોપાગ ભાવે વિચારશું. જૈનદર્શનમાં વિશ્વની મૂળભૂત સંપત્તિ રૂપે છે