________________
કરશે. આ ગાથા સુધીમાં નાસ્તિક ભાવના ત્રણ બિંદુઓ સ્પષ્ટ કર્યા છે.
(૧) આત્મા નથી અર્થાત્ આત્માનું અસ્તિત્વ નથી. આત્મા જેવું કોઈ દ્રવ્ય નથી. તેને માનવાની જરૂર પણ નથી. આ પ્રથમ શંકા છે.
(૨) આત્મા છે પરંતુ તે શાશ્વત નથી. તે કોઈ સ્થાયી તત્ત્વ નથી, દેહ સાથે ઉત્પન્ન થયેલો એક કીટાણું છે. તે એક પ્રકારે દેહનો વિકાર છે. તેમાં બુદ્ધિની ઉત્પત્તિ હોવાથી ‘હું છું’ એવો સ્વીકાર કરે પરંતુ તે હું શાશ્વત કે નિત્ય નથી. દેહ મરવાની સાથે અહંકાર કરનાર આત્મા પણ મરી જાય છે. આ બીજી શંકા છે, બીજી શંકાના આધારે એક ત્રીજી શંકાનો પણ ઉદ્ભવ કરવામાં આવ્યો છે.
(૩) જો આત્મા શાશ્વત હોય, તો અનુભવ થવો જોઈએ. પરંતુ જેમ વસ્તુ ક્ષણિક છે, તેમ આત્મા પણ ક્ષણિક છે અને બે ક્ષણિક અવસ્થાની વચ્ચે કોઈ સ્થાયી તત્ત્વ નથી. જો હોય, તો તેનો અનુભવ થવો જોઈએ પરંતુ અનુભવ થતો નથી, માટે આત્મા નથી, આ ત્રીજી શંકા છે, અને તે શાશ્વત તો છે જ નહિ. આમ અહીં બધી શંકાઓનું પરિસમાપન કર્યું છે.
અત્યાર સુધી ૬૧ગાથા સુધી વિપક્ષનું વર્ણન છે. આત્માના અસ્તિત્વ વિષયક વિપક્ષની કેટલી કેટલી દલીલો છે, તેનું શંકાકાર રૂપે વર્ણન ઉપસ્થિત કર્યું છે. આ બધી શંકાઓ કેવી રીતે થાય છે, તેનું આપણે આંતરિક નિરીક્ષણ કર્યું છે. અર્થાત્ માનવ બુદ્ધિશાળી હોવા છતાં એવા કયા આંતરિક કારણોથી તે સત્ય બોધથી દૂર રહી જાય છે. અહીં આપણે થોડી આંતરિક સ્થિતિનું વિવેચન કરી આંતરિક કારણોનો આભાસ આપશું.
સહુ પ્રથમ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય અજ્ઞાનનો પડદો ઊભો કરે છે. જ્યારે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોયશમ થાય છે, ત્યારે આત્મા એક એક અજ્ઞાન ખંડનો પરિહાર કરી કેટલોક બોધ પ્રાપ્ત કરે છે પરંતુ આ અજ્ઞાન ખંડ ભિન્ન ભિન્ન પ્રકારનો હોવાથી તેનો ક્ષયોપશમ પણ અલગ અલગ કેન્દ્રમાં અલગ અલગ રીતે પ્રકાશ આપે છે. માનવ જયારે થોડો આગળ વધે છે અને અજ્ઞાનખંડનો વિલય થાય છે, ત્યારે નીતિ અને ધર્મનો સ્વીકાર કરે છે પરંતુ આટલા માત્રથી અજ્ઞાન ખંડનું નિવારણ થતું નથી. અજ્ઞાન ખંડ સૂક્ષ્મ હોવાથી તે બુદ્ધિમાન મનુષ્યને પણ તત્ત્વબોધથી દૂર રાખે છે. જયારે થોડો પુણ્યનો ઉદય થાય, ત્યારે આવા અજ્ઞાનખંડનું ઉલ્લંધન કરી નવો ક્ષયોપશમ પ્રાપ્ત કરી, તત્ત્વનો બોધ પ્રાપ્ત કરે, ત્યારપછી પણ તેને શાશ્વત ભાવોનો સ્વીકાર કરી શકે તેવી પ્રજ્ઞા ખીલી હોતી નથી. ત્યાં એવા પ્રકારનો અજ્ઞાન ખંડ પલાંઠી મારીને બેઠેલો છે કે જીવાત્માને શાશ્વત તત્ત્વમાં પ્રવેશ કરવા દેતો નથી, તત્ત્વબોધની ઊંચી સ્થિતિમાં ગયા પછી પણ જીવને શાશ્વત તત્ત્વના નિર્ણય કરવાથી દૂર રાખે છે. જો કે આમાં એકલું જ્ઞાનાવરણીય કર્મ કામ કરતું નથી. જ્ઞાનાવરણીય કર્મના આવા ભિન્ન ભિન્ન અજ્ઞાન ખંડોનો ઉદ્ભવ થવામાં મોહનીય કર્મનો પ્રધાન હાથ છે. મોહનીયકર્મ મોહદશાને ઉત્પન્ન કરી જ્ઞાનના પ્રકાશને પણ ઘેરી રાખે છે. એટલે જ કુંદકુદાચાર્ય જેવા મહાન આચાર્યે લખેલું છે અને જેની ઉપર ટીકા કરતાં અમૃતચંદ્રાચાર્યજીએ કહ્યું છે કે મોડયમ્નાનિિત અર્થાત્ આ વિશ્વના ફલક ઉપર મોહ જ નાચી રહ્યો છે. બાકી બધા દ્રવ્યો પોત પોતાની જગ્યાએ પ્રકાશી રહ્યા છે પરંતુ મોહ મોટો મહારંભ કરી
(૧૫૧