________________
આથી સ્પષ્ટ છે કે જો ક્ષણિકવાદનો આશ્રય કરે, તો આત્મા જેવી કોઈ નિત્ય વસ્તુને માનવાની આવશ્યકતા નથી.
ક્ષણિક એટલે એક ક્ષણનો આશ્રય કરી પદાર્થ પોતાનું રૂપ પ્રગટ કરે છે અને તુરંત જ લય પામે છે. બીજી ક્ષણે બીજું રૂપ અસ્તિત્વમાં આવે છે. બે અવસ્થાને જોડનારું કોઈ સ્થાયી તત્ત્વ નથી. માળાના બધા મણકા જુદા જુદા છે, તેમાં કોઈ દોરો નથી. આ મણકાઓ સ્વયં એક રેખામાં ચાલતા હોય, તો મિથ્યા અખંડ માળાના દર્શન થાય છે. જેમ પાણીના પરપોટા એક પછી એક ઉદ્ભવ પામી લય પામે છે. બે પરપોટા વચ્ચે કોઈ અખંડ દ્રવ્ય નથી. તે જ રીતે ક્ષણિક અવસ્થાઓ સ્વયં પાર થતી હોય છે. બે અવસ્થા વિષે સાદૃશ્ય ભાવ હોવાથી બંને સમાન દેખાય છે પરંતુ બન્ને વચ્ચે કોઈ સ્થાયી સબંધ નથી. આમ ક્ષણિકવાદી બુદ્ધિની તીવ્રતાના આધારે બધા પદાર્થમાં સંપૂર્ણ ભેદના દર્શન કરે છે. તે અખંડ, અભેધ, અવિચ્છિન્ન તત્ત્વનો છેદ ઉડાડે છે. આ છે ક્ષણિકવાદ.
જૈનદર્શનમાં જે પર્યાયવાદ છે, તે પણ ક્ષણિક રૂપનું દર્શન કરાવે છે પરંતુ જૈનદર્શન આવી ક્ષણિક પર્યાયના આધાર રૂપે શાશ્વત દ્રવ્યનો સ્વીકાર કરે છે. ખૂબીની વાત એ છે કે ફકત પર્યાય જ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. અર્થાત્ પર્યાયને જાણી જોઈ શકાય છે. શાશ્વત દ્રવ્યનો અનુભવ કેવળજ્ઞાની આત્મા સિવાય અન્ય કોઈ કરી શકતા નથી. શાસ્ત્રથી, અનુભવથી કે શ્રદ્ધાથી જ શાશ્વત દ્રવ્યનો સ્વીકાર કરવામાં આવે છે. અહીં શંકાકાર આવા શાસ્ત્રજ્ઞાન અને અનુભવવિહીન હોવાથી ફકત પર્યાયના આધારે એમ કહે છે. ‘અથવા વસ્તુ ક્ષણિક છે.' અને ક્ષણે ક્ષણે પલટાય અને નાશ પામે છે. જ્ઞાન વિહીન શંકાકારને શાશ્ર્વતનો અનુભવ થતો નથી. એટલે જ સિદ્ધિકાર ત્રીજા પદમાં કહે છે કે ‘એ અનુભવથી પણ નહી' અહીં ‘એ' નો અર્થ એવું કોઈ નિત્ય દ્રવ્ય અથવા આવો કોઈ અનુભવ થતો નથી કે જેથી તે નિત્ય આત્માનો સ્વીકાર કરે અથવા આત્માની નિત્યતાને સમજે.
જો કે વૈરાગ્યશાસ્ત્રમાં પણ સંસાર અનિત્ય છે, ક્ષણભંગુર છે, બધુ નાશવંત છે. ‘આત્તેિ નોર્ પત્તિત્તે તોર્ ।' અર્થાત્ આખો લોક સળગી રહ્યો છે. તેવું વિધાન કરીને સંસારની અનિત્યતાનો પાઠ ભણાવ્યો છે. વસ્તુની ક્ષણિક સ્થિતિ વૈરાગ્યનું નિમિત્ત છે પરંતુ જીવ જો સમ્યગ્ દૃષ્ટિ ન હોય, તો સંસારની ક્ષણિકતામાંથી પાર થઈને જે શાશ્વત દ્રવ્યને સ્વીકારવું જોઈએ, તે સ્વીકારી શકતો નથી. આગળમાં સ્વયં કૃપાળુદેવે કહ્યું છે કે ‘અટકે ત્યાગ વૈરાગ્યમાં તો ભૂલે નિજ ભાન.' શંકાકારને સંસારની ક્ષણિક અવસ્થાનો અનુભવ થાય છે, આ અનિત્યના અનુભવના આધારે આત્માને પણ અનિત્ય માનવા પ્રેરાય છે. આ એક એવુ બિંદુ છે કે જ્યાં અનિત્ય અને નિત્યનો ભેદ કરી ભેદવિજ્ઞાન પ્રાપ્ત થયા પછી અભેદ અખંડ એવા અવિનાશી નિત્ય દ્રવ્યને સ્વીકારે અને નિત્ય દ્રવ્યોમાં પણ જ્ઞાનયુકત શાશ્વત આત્મદ્રવ્યનો સ્વીકાર કરે. આ રીતે સમ્યગદૃષ્ટિ જીવ નિત્ય આત્મામાં સ્થિર થઈ મુકત થાય છે.
આ આખી ૬૧ મી ગાથા આત્માના અસ્તિત્વનો સ્વીકાર ન કરનારી બધી શંકાઓનું પરિસમાપન કરી, હવે નિત્ય ભાવો તરફ વાળી ૬૨ મી ગાથામાં શાસ્ત્રકાર યથાર્થ બોધનો આરંભ
(૧૫૦)