________________
નાનો સાધારણ શબ્દ છે પરંતુ દર્શનશાસ્ત્રમાં કે ફિલોસોફીમાં ‘અથવા” શબ્દ પહાડ જેવો મોટો છે તમો વેદાંતને સ્વીકારો અથવા બૌદ્ધ દર્શનનો સ્વીકાર કરો, બંને દર્શનમાં બે છેડા છે. એટલે અહીં
અથવા’ કહેવાથી તમે કોઈ એક બિંદુ પર પહોંચી શકતા નથી. બૌદ્ધદર્શનનો સ્વીકાર કરો, તો વિનાશવાદી દર્શનના ગર્તમાં ચાલ્યા જાઓ અને વેદાંતવાદનો સ્વીકાર કરો, તો સંપૂર્ણ નિત્યવાદમાં પહોંચી શકો છો. અહીં “અથવા' શબ્દ બે દર્શન વચ્ચેની મોટી ખાઈ છે. . (૬) જ્યારે આ જ “અથવા શબ્દ જૈનદર્શનમાં એક સમતોલપણ લાવનાર ત્રાજનું કામ કરે છે. જૈનદર્શન કહે છે કે પદાર્થ દ્રવ્ય દ્રષ્ટિએ નિત્ય છે અથવા પર્યાય દ્રષ્ટિએ અનિત્ય છે. નિત્યાનિત્યવાદનો જે અનેકાંત સિદ્ધાંત છે તે પણ ‘અથવા' જેવા ભાવ ઉપર આધારિત છે. આમ છે અથવા આમ પણ છે. એક જ વ્યકિત મામા પણ છે અથવા કાકા પણ છે.
ઉપર્યુકત બારીક વિવરણથી સમજી શકાય છે કે “અથવા' શબ્દ સમતોલપણાનો પણ આધાર છે અને બે વિપરીત દિશાનો પણ બોધ અપાવે છે. આ અથવા શબ્દ જેવો તેવો નથી. વ્યવહારમાં પણ “અથવા’ શબ્દનો ખૂબજ ઉપયોગ થાય છે. પત્ની પણ છે અથવા મિત્ર પણ છે. અહીં વ્યવહારિક દૃષ્ટિએ એક વ્યકિતની બે પ્રતિમાને “અથવા' શબ્દથી અભિવ્યકત કરવામાં આવે છે. હવે આપણે મૂળ વિષય પર આવીએ. અહીં કપાળ ગુરુદેવે ગાથાના આરંભમાં જ “અથવા' શબ્દનું ઉચ્ચારણ કર્યું છે. શંકાકારે એક સામાન્ય બુદ્ધિથી જે તર્ક આપ્યો હતો, તે તર્કને વિશેષ રૂપે સમજવા માટે તર્કની બીજી બાજુને પણ સ્પર્શ કરવામાં આવ્યો છે. એક જ વસ્તુની બે બાજુને પણ
અથવા શબ્દથી કહેવામાં આવે છે. અહીં સિદ્ધિકારે આત્માની અનિત્યતા માટે દેહોત્સર્ગ કે દેહવિલય જેવા જે સામાન્ય તર્ક આપ્યા છે, તેની બીજી જે સૂક્ષ્મ ધાર છે, તેને “અથવા' શબ્દથી સ્પર્શ કરીને શંકાને સમજવા માટે પુનઃ એક એવી દ્રષ્ટિ આપી છે. આ દ્રષ્ટિ છે ક્ષણિકવાદ. શંકાકાર કહે છે કે ફકત આત્મા દેહની સાથે જ મરે છે, તેવું નથી પરંતુ ક્ષણે ક્ષણે તે પરિવર્તન પામે છે, તેથી તેનું અસ્તિત્વ પણ ક્ષણિક છે. એટલે અહીં સિદ્ધિકાર કહે છે, “અથવા વસ્તુ ક્ષણિક છે'. આ વાકય શંકાકારનું છે.
ક્ષણિકવાદ શું છે : ભારતવર્ષમાં જે દર્શન અને તત્ત્વજ્ઞાનનો અભ્યદય થયો છે, તેમાં લગભગ ઈશ્વર, આત્મા, બ્રહ્મ, વગેરે શાશ્વત પદાર્થોની સ્થાપના કરવામાં આવી છે. અનિત્ય ક્ષણભંગુર, માયાવી સંસારમાંથી નીકળી અજર અમર એવા અવિનાશી આત્માનું અવલંબન ગ્રહણ કરીને મુકતદશામાં રહી નિર્વિકાર અવસ્થાને ભોગવવી, તે નિત્યવાદી દર્શનનું લક્ષ છે. આનાથી વિપરીત અનિત્યવાદી દર્શનનો અભ્યદય થયો, એ દર્શને પડકાર કર્યો કે ઈશ્વર, આત્મા કે બ્રહ્મ જેવા કોઈ શાશ્વત, નિત્ય પદાર્થો અસ્તિત્વ ધરાવતા નથી તેમજ બીજા કોઈ જડ પદાર્થ પણ શાશ્વત અસ્તિત્વ ધરાવતા નથી. સમગ્ર વિશ્વ અનિત્ય ભાવથી ભરેલું છે. તેમાં કોઈ સ્થાયી તત્ત્વ નથી. જે કાંઈ દેખાય છે, તે બધુ ક્ષણિક છે, પરિવર્તનશીલ છે, નાશવંત છે, માટે અનિત્યભાવને સમજી લેવા અને ક્ષણિકવાદનો સ્વીકાર કરવો, તે જ સમ્યજ્ઞાન છે.
- આ રીતે નિત્યવાદ અને અનિત્યવાદની બે સ્પષ્ટ ધારાઓ દાર્શનિકક્ષેત્રમાં પ્રવાહિત થઈ છે.
'\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\
\\\\\\\\\\(૧૪૯) SLLLLSLLLLLLS