________________
ગાથા-૬૧
ઉપોદ્દાત : શંકાકારે પૂર્વની ગાથામાં દેહના વિનાશની સાથે જ આત્માનો નાશ થાય છે, તેમ કથન કર્યું છે, હવે શંકાકાર પોતાની શંકાને વધારે દૃઢ કરવા ક્ષણિકવાદનો આશ્રય કરે છે. શંકાકારના કથનાનુસાર બે રીતે આત્માનો નાશ થાય છે. (૧) મૃત્યુ સમયે દેહના વિનાશની સાથે આત્માનો વિનાશ થાય છે. (૨) ક્ષણે ક્ષણે વસ્તુનું પરિવર્તન થાય, તે પરિવર્તનમાં પણ આત્માનો નાશ થતો હોય, તેવું જણાય છે.
આ રીતે કોઈપણ રીતે આત્માની નિત્યતાનો અનુભવ થતો નથી.
આ બીજી શંકાને મજબૂત કરવા માટે આ સહાયક શંકા પણ ઊભી કરવામાં આવી છે. ભારતવર્ષમાં બૌદ્ધદર્શનનો ઉદય ક્ષણિકવાદના આધારે થયેલો છે. સમગ્ર બૌદ્ધદર્શન આત્માનું અથવા બીજા કોઈ પણ પદાર્થોનું શાશ્વતપણું સ્વીકાર્યા વિના સર્વ પદાર્થો ક્ષણે ક્ષણે નાશ પામે છે, તેવો ક્ષણિક પ્રલયવાદ સ્થાપિત કરીને આત્માની કોઈ પણ પ્રકારની નિત્યતાને તેમણે ધિક્કારી છે. આ ગાથામાં શંકાકારે બૌદ્ધદર્શનનું પણ અવલંબન લીધું છે. હવે આપણે મૂળગાથાના વિવરણમાં ક્ષણિકવાદનો વિસ્તારથી વિચાર કરીશું.
અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય !
એ અનુભવથી પણ નહી આત્મા નિત્ય જણાયાકલા અથવા” શબ્દના વિવિધ અર્થ : ગાથાના આરંભમાં “અથવા' શબ્દનો ઉપયોગ કરીને શંકાકારે બીજા એક તર્કનું અવલંબન લીધું છે. “અથવા’ શબ્દ વિવિધ અર્થમાં પ્રયુકત થાય છે.
(૧) કોઈપણ વસ્તુનો વિકલ્પ લેવાનો હોય, ત્યારે અથવા શબ્દ વપરાય છે. તો આ કામ કરશો અથવા ન થાય તો આ રીતે કરશો.
| (૨) વિવિધ ક્રિયા પદ્ધતિમાં “અથવા” શબ્દ વપરાય છે. જેમ કે કોઈ વિષ ખાઈને મરે છે અથવા એવી ઝેરી વસ્તુ ખાઈને મરી શકે છે. કોઈ ફળાહાર લઈને પોતાની ભૂખને સંતોષે છે અથવા ખાધ પદાર્થ ઉપર પણ જીવે છે.
(૩) બે ગુણોની વચ્ચે “અથવા શબ્દનો પ્રયોગ થાય છે. તમારામાં વાણીની મીઠાશનો ગુણ હોય અથવા ઈમાનદારીનો ગુણ હોય, તો પણ તમારું જીવન સુંદર બને છે. આમ ગુણાત્મક ભેદમાં પણ અથવા શબ્દ વપરાય છે.
(૪) એ જ રીતે બે તર્ક વચ્ચે પણ અથવા શબ્દનો ઉપયોગ થાય છે. તમે ભગવાનને શ્રદ્ધાથી માનો છો અથવા બુદ્ધિપૂર્વક સ્વીકાર કરો છો. તમો એ જે યુકિત સિદ્ધ કરી છે, તે અનિત્ય ભાવને સિદ્ધ કરે છે અથવા બીજી યુકિતથી પણ અનિત્યભાવ સિદ્ધ થઈ શકે છે.
(૫) બે તર્ક કે બે પ્રકારના વચનોમાં પણ અથવા શબ્દ વપરાય છે. આમ ‘અથવા” શબ્દ