________________
આગળ વધેલો જીવ કોઈ શાશ્વત તત્ત્વ છે કે નહીં તે બાબત વિચારે છે. તેને અહીં શાસ્ત્રકારે શંકારૂપે વર્ણન કરી, માનવ મનના આધ્યાત્મિક વિકાસની એક રેખાને આગળ વધારી છે. બહુ જ થોડો શબ્દોમાં વિશાળ વાતને રજૂ કરી છે. અહીં શંકાનું સમાધાન કરવા કરતા જે શંકા ઉદ્ભવી છે, તે ઘણી જ મહત્વપૂર્ણ છે, તેને પાઠક જો બરાબર સમજી શકે તો જ આગળના સમાધાનને સારી રીતે સમજી શકે. આપણે વિવરણમાં શંકાના મૂળ સુધી પહોંચીને જોઈ શકીએ છીએ કે ભારતીય દર્શનો આ પ્રશ્ન ઉપર વિભકત થયેલા છે અને નિત્યવાદ અને અનિત્યવાદના, બે પક્ષમાં વિભાજિત છે. જ્યાં જૈનદર્શનનો નિત્યાનિત્યરૂપ અલૌકિક અનેકાંતવાદ અભુત રીતે પ્રકાશ પાથરે છે. ૬૦ મી ગાથાની પરિસમાપ્તિ કર્યા પછી હવે એક ગાથામાં અંતિમ શંકાનું વિવરણ કરનારી ૬૧ મી ગાથામાં પ્રવેશ કરીશું. ૬૦ મી ગાથાના કથન માટે મહાન વિભૂતિ શ્રીમદજીના ચરણોમાં કોટિ કોટિ વંદન અભિવ્યકત કરીએ છીએ, જેઓએ આટલી સરળ ગુજરાતી ભાષામાં મહાન સિદ્ધાંતોને સંકેલ્યા છે.
ID(૧૪) SSS