________________
નિર્માણમાં ઈશ્વર પ્રધાન કારણ છે. જો કે અહીં પણ બે મત છે.
(૧) સાક્ષાત ઈશ્વર સ્વયં વિશ્વરૂપે પરિણામ પામી સૃષ્ટિની રચના કરે છે. જેમાં દેહની સૃષ્ટિ પણ થાય છે. આ રીતે ઈશ્વરને પરિણામી કારણ અર્થાત્ ઉપાદાન કારણ માને છે. (૨) જયારે બીજો મત ઈશ્વરને નિમિત્ત કારણ માને છે. જેમ કુંભાર માટીથી ઘડો બનાવે છે, તેમ ઈશ્વર આ બધા નાના મોટા ઘડા જેવા દેહોને ઉત્પન્ન કરે છે. ઈશ્વર સ્વયં દૂર રહે છે. એટલે ભગવાનને પ્રજાપતિ પણ કહ્યા છે. પ્રજાપતિનો અર્થ પણ કુંભકાર થાય છે... અસ્તુ. પ્રાકૃતિક રીતે અથવા ઈશ્વર દ્વારા દેહની સૃષ્ટિ થાય છે, તે અન્ય દાર્શનિકો સિદ્ધાંત છે. જ્યારે જૈનદર્શન અનુસાર પરમાણુ પુલો સ્વયં પરિણામ પામીને દેહને અનુકુળ એવી વર્ગણાઓને ગ્રહણ કરી તેમાંથી દેહનું સર્જન થાય છે. અહીં શંકાકાર એમ માને છે કે દેહનું સર્જન થાય પછી તેમાં જેમ આકાશમાં વાદળા આવે, તેમ જીવનો ઉદ્ભવ થાય છે. જયારે આપણું દર્શન એમ કહે છે કે આ દેહનો ઘડવૈયો એવો જીવાત્મા કર્મ સ્થિતિ અનુસાર જ્યારે પુદ્ગલની વચ્ચે આવે છે ત્યારે જ દેહનું નિર્માણ થાય છે પરંતુ આ સૂક્ષ્મ વાત શંકાકારને સમજાણી નથી, તેથી સ્થૂળ રીતે એમ માને છે કે દેહથી જીવનું સર્જન થાય છે.
દ્રશ્યમાન જગતમાં પણ એવું જોવામાં આવે છે કે નાના મોટા વિકાર પામેલા દ્રવ્યોમાં કે રસાયણોમાં કીટાણુઓ ઉત્પન્ન થાય છે અથવા તેમાં જીવ ઉત્પન્ન થાય છે અને કીડા ખદબદવા માંડે છે. પાણી જવું પડયું રહે, તો તેમાં પોરા પડે છે. એ જ રીતે જેટલા ખાદ્ય પદાર્થો પણ સડે છે, ત્યારે તેમાં જીવ ઉત્પન્ન થઈ જાય છે. વનસ્પતિ વગેરેમાં ફળો પણ સડી જાય, ત્યારે ફળો માં જીવ ઉત્પન્ન થઈ જાય છે. આખી સૃષ્ટિમાં આ રીતે દેહના સંયોગથી જીવ ઉત્પન્ન થતાં હોય, તેવું સ્થૂળ રીતે જોવામાં આવે છે, માટે શંકાકાર ઠીક જ કહે છે કે દેહના યોગથી જીવ ઉપજે છે. જીવથી દેહ ઉત્પન્ન થતો હોય, તેવું લાગતું નથી. અહીં જો દેહના યોગથી જીવ ઉપજે છે અને દેહનો નાશ થતાં જીવનો પણ નાશ થઈ જાય છે, દેહ શાશ્વત નથી, તો તેમાં રહેલો આધેયભૂત જીવ શાશ્વત કયાંથી રહી શકે? ફૂલનો નાશ થાય, તો સુગંધનો પણ નાશ થઈ જાય છે. ગુણીનો નાશ થાય, તો ગુણનો પણ નાશ થઈ જાય છે. સેના હારી જાય તો વિજય કયાંથી થાય ? તેમ દેહનો વિલય થઈ જાય, પછી બિચારો આત્મા કયાંથી ટકે? શંકાકારની દેહ વૃષ્ટિ હોવાથી આ શંકા ઉભવી છે કે આત્મા હોય, તો ભલે હોય પણ તે શાશ્વત નથી. - આ રીતે કવિરાજે આ ગાથામાં સહજ ભાવે એક બહુ જ મોટા સનાતન દાર્શનિક પ્રશ્નને જન્મ આપ્યો છે. આ શંકા નથી પણ એક સનાતન દાર્શનિક પ્રશ્ન છે.
ઉપસંહાર : ૬૦ મી ગાથાનું વિશદ વર્ણન કર્યા પછી સંક્ષેપમાં આ ગાથાનો સાર એ છે કે આ ગાથામાં નાસ્તિકવાદનો બીજો પક્ષ આત્મા શાશ્વત નથી, તેની ચર્ચા કરી છે. હકીકતમાં આ શંકા નથી પણ સ્થૂળ દેહદર્શનથી ઉદ્ભવતી બુદ્ધિનું આખ્યાન છે. સ્થૂળ દ્રષ્ટિએ વિશ્વમાં દેહની પ્રધાનતા છે અને દેહનો લય થયા પછી પાછળ કશું વધે, કે ન વધે આત્મા જાય કે ન જાય, તેનું બહુ મહત્ત્વ નથી. સામાન્ય મનુષ્યો દેહ દૃષ્ટિ સુધી બુદ્ધિને સીમિત રાખી જીવન ચલાવે છે. જયારે
S
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
S
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS