________________
ગયા, તો પંડિતનો દેહ મર્યો, પંડિતપણે મર્યા. દેહનો અને પંડિતનો જે આધાર હતો, તે જીવાત્મા અદ્ગશ્યભાવે સૂક્ષ્મ રીતે પલાયન થઈ જાય છે, તે સામાન્ય મનુષ્યને નજરમાં આવતું નથી. સામાન્ય રીતે ધાર્મિક માણસોની માન્યતા હોય છે કે વ્યકિત મર્યા પછી બીજી જગ્યાએ જન્મ ધારણ કરે છે. આ પ્રકારના શ્રદ્ધાળુઓને બીજી શંકા થવાનો સંભવ નથી પરંતુ જે નિત્યવાદના ક્ષેત્રમાં આવ્યા નથી, આત્મા કે પરમાત્માનું સ્વરૂપ સ્વીકાર્યું નથી. તેને લાગે છે કે દેહ મરે છે તો તેની સાથે એમાં રહેલો જીવ પણ વિલય પામે છે. જીવનો આધાર દેહ છે. આ રીતે બીજી શંકાનું મૂળ કારણ દેહની ઉત્પત્તિ અને દેહનો લય છે. આ બંને સ્થિતિમાં જીવની કોઈ સ્વતંત્ર ગતિ જણાતી નથી. તેથી દેહના વિયોગે આત્માનો પણ નાશ થઈ જાય છે, તેમ શંકાકાર કહે છે. અહીં આપણે એક મૂળભૂત (ફંડામેન્ટલ) સિદ્ધાંતનો વિચાર કરીશું આ ચર્ચામાં મૂળ વિષય દેહના આધારે જીવ છે કે જીવને આધારે દેહ છે ? દેહથી જીવ ઉત્પન્ન થાય છે કે જીવ દેહને ઉત્પન્ન કરે છે. આ એક ગંભીર વિષય છે, જેને આપણે બારીકાઈથી વિશ્લેષણ કરીશું. બીજી શંકા કયારે થાય છે ? તે શંકાનું નિવારણ કયારે થઈ શકે છે? જો કે શાસ્ત્રકાર નિરાકરણ કરશે. આપણે ઉપર્યુકત ગંભીર પ્રશ્નની ઝીણવટથી છણાવટ કરીશું, જે કોઈ પણ ધાર્મિક વ્યકિત માટે આવશ્યક છે. - દેહ અને આત્મા :- સામાન્ય રૂપે પ્રાકૃતિક ઢંગથી શરીરની જે રચના થાય છે, તેમાં આત્મિક શકિત જોડાયેલી છે. પ્રશ્ન એ છે કે આત્મા શરીરનું નિર્માણ કરે છે કે દેહથી આત્માનું નિર્માણ થાય છે? જે પક્ષ એમ કહે છે કે આત્મા અનિત્ય છે, તે દેહના સંયોગમાં જીવ ઉત્પન્ન થાય છે, તેમ માને છે. જેમ લોટમાં કીડા પડે છે, તેમ શુક્ર શોણિતના રસાયણમાં જીવ ઉદ્ભવે છે અને પુનઃ દેહની સાથે નાશ પામે છે. એટલે અહીં શાસ્ત્રકારે શંકાના રૂપમાં કહ્યું છે કે દેહ યોગથી ઉપજે અને દેહ વિયોગથી નાશ પામે છે. ત્યારે શાસ્ત્રીયપક્ષ કહે છે કે જીવાત્મા નિત્ય શાશ્વત દ્રવ્ય છે. તે સ્વયં ઉત્પત્તિસ્થાનમાં આવી કર્માનુસાર દેહની રચના કરે છે. રચના કરવામાં જીવ નિમિત્ત કારણ છે. દેહ તે ઉપાદાન કારણ છે. દેહના પુદ્ગલો શરીર રૂપે પરિણામ પામવાને યોગ્ય હોય, ત્યારે જીવનું નિમિત્ત બને છે. જીવ જ્યારે કર્મ રજ સાથે ઉત્પત્તિસ્થાનમાં આવે છે, ત્યારે તે સ્થૂલ દેહ રહિત હોય છે. ત્યાર પછી ક્રમશઃ સ્કૂલ દેહ અથવા ભૌતિક શરીરની રચના કરે છે. આ એક પ્રક્રિયા જૈનશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. અન્ય શાસ્ત્રો પણ જીવનું આવાગમન માની, તે દેહ ધારણ કરે છે, તે પ્રમાણે સ્વીકારે છે. - આ આખા તર્કથી સાબિત થાય છે કે આત્મા દેહનો નિર્માતા છે પરંતુ જેઓ આત્માવાદી નથી, તેઓ માને છે કે જ્યારે દેહ સ્થૂલ રૂપે સંગઠિત થાય છે, ત્યારે તેમાં જીવની ઉત્પત્તિ થાય છે. જેમ લોટમાં ધનેડા ઉત્પન્ન થાય છે, તેમ શરીરમાં જીવ ઉત્પન્ન થાય છે. જો આ પ્રક્રિયાનો સ્વીકાર કરીએ, તો દેહના નારા સાથે જીવનો પણ નાશ થાય છે, પાછળ કશું બચતું નથી. આ બીજો પક્ષ દેહથી આત્માની ઉત્પત્તિ માને છે અને બીજા પક્ષના આધારે જ શાસ્ત્રકારે આ ગાથામાં બીજી શંકાનું સંકલન કર્યું છે. પ્રત્યુત્તર તો સ્વયં શાસ્ત્રકાર આપશે. અહીં આપણે શંકાની પૂર્વભૂમિકાનું નિરીક્ષણ કર્યું છે અને શંકા શા માટે થાય છે, તેના કારણ રૂપે દેહની પ્રક્રિયા મૂકવામાં આવી છે.
ISLSLSLLIN(૧૪૩)N