________________
અનિત્યવાદી દર્શનો પરમાત્મા કે આત્માની નિત્યતાનો ઘોર વિરોધ કરે છે. અનિત્યવાદીનો જે વિષય છે, તે જ આ બીજી શંકાનો વિષય છે. આ બાબતમાં વિવરણ કરતા પહેલાં આપણે નિત્યાનિત્યવાદ ઉપર એક દર્શનિક ઊંડી ચર્ચાનું વિવરણ કરી લઈએ. જૈન તત્ત્વજ્ઞાનમાં નિત્ય અને અનિત્ય સબંધમાં શું નિર્ણય લેવાનો છે અને અનેકાંતવાદ સિદ્ધાંત આ વિવાદમાં કેવી રીતે પોતાનો પક્ષ રજુ કરે છે, તે પણ જાણી લેવું જરૂરી છે.
ઘણાં જ હર્ષ અને આનંદનો વિષય છે કે સંપૂર્ણ આત્મસિદ્ધિમાં ઘણી જ ઊંડી દર્શનિક દૃષ્ટિને ખ્યાલમાં રાખી પ્રરૂપણા થઈ છે. કૃપાળુ ગુરુદેવનું નિર્મળ ચિંતન અને તેમના શુદ્ધ અધ્યવસાયો આ શાસ્ત્રમાં જે રીતે પ્રગટ થયા છે, એ ઘણાં જ આશ્ચર્યજનક અને ભકિતપ્રદાન કરે, તેવા જ ઉચ્ચકોટિના છે.
એક દાર્શનિક વિવરણ – નિત્યવાદી દર્શન એમ કહે છે કે કોઈ પણ વસ્તુ નાશ પામતી નથી. આર્વિભાવ અને તિરોભાવ રૂપે પ્રત્યક્ષ થઈ અપ્રત્યક્ષ થઈ જાય છે.
આ સિદ્ધાંત અનુસાર બીજી શંકા ઉત્પન્ન થઈ શકતી નથી. આત્મા અવિનાશી છે, તેમ સાબિત થાય છે. સાંખ્યદર્શન પણ પુરુષ અને પ્રકૃતિને નિત્ય માને છે. એટલે ત્યાં પણ શંકાનો સંભવ નથી. અદ્વૈતવાદી આત્મા અથવા બ્રહ્મતત્ત્વને નિત્ય માને છે. તે મત પ્રમાણે આત્મા અવિનાશી છે. જ્યારે જૈનદર્શન અનેકાંતવ્રષ્ટિથી આત્માને નિત્ય-અનિત્ય માને છે. આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. અહીં જે દર્શન અનિત્યવાદી છે, તે પર્યાવૃષ્ટિમાં જ અટકી ગયા છે. તે આત્માને ક્ષણિક અથવા અનિત્ય સમજે છે. આવા પર્યાય દૃષ્ટિવાળા જીવો માટે બીજી શંકાનો ઉદ્ભવ થાય છે. તે શંકા કરે છે કે “આત્મા નહીં અવિનાશ” અર્થાત્ આત્મા સ્થાયી તત્ત્વ નથી. તેની શંકા પર્યાય દૃષ્ટિએ યોગ્ય હોવા છતાં ત્યાં દ્રવ્યવૃષ્ટિનો અભાવ છે અને આત્મા અખંડ અવિનાશી છે, તે ન સમજવાથી આ બીજી શંકા પણ અપ્રામાણિક છે. આ ગાથામાં દ્રવ્યવૃષ્ટિનો ભાવ પ્રગટ કર્યા વિના પર્યાયવૃષ્ટિને સામે રાખીને બીજી શંકાને પ્રગટ કરી છે. અસ્તુ.
આ રીતે બીજી શંકામાં એકાંતવાદનો ઉલ્લેખ કરીને તેને દર્શનિક રૂપ આપ્યું છે. હકીકતમાં આ શંકા સમગ્ર ધર્મશાસ્ત્રોમાં બધા ધર્મનો પાયો છે. આત્મા જો નિત્ય અને સ્થાયી હોય, તો ધર્મ સાધનાનું મૂલ્યાંકન થઈ શકે. જો કે આ પછીની ગાથામાં ત્રીજા નંબરની શંકા છે. જ્યાં આત્માનું અસ્તિત્વ ન હોવા છતાં, તે દર્શન ધાર્મિક દર્શન બન્યું છે. તેની ચર્ચા આપણે હવે પછી કરીશું.
ઉપરના બને પદમાં આપણે શંકાનો સાંગોપાંગ વિચાર કર્યો. શંકા શું છે તેનું વિશ્લેષણ કર્યું. હવે બાકીના બે પદોમાં શાસ્ત્રકાર આવી શંકા કેમ જન્મે છે તેના નિમિત્ત કારણનું વિવરણ આપે છે. કવિરાજ કહે છે કે “દેહયોગથી ઉપજે, દેહવિયોગે નાશ'. અહીં શંકાના કારણોમાં દેહની ઉત્પત્તિ અને દેહનો વિલય, બંનેને શંકાનો આધાર માનવામાં આવ્યો છે. દેહ તો પ્રત્યક્ષ છે અને તેનો યોગ એટલે ઉત્પત્તિ પણ સ્પષ્ટ છે. દેહધારી જીવો જન્મે છે અને મરે છે. કોઈ પણ દેહ અમર નથી, સ્થાયી નથી અને દેહનો વિલય થતાં તે જીવ અદ્ગશ્ય થઈ જાય છે. જીવની જે અદ્રશ્યતા છે, તે જ બીજી શંકાનું મૂળ કારણ છે. સામાન્ય રીતે માણસો બોલે છે કે પંડિતજી મરી