________________
આ બીજી શંકા થવી સ્વાભાવિક છે કારણ કે દેહનો વિયોગ પ્રત્યક્ષ છે. હાલમાં દેહનો યોગ એટલો પ્રત્યક્ષ નથી પરંતુ બુદ્ધિગ્રાહ્ય છે. જયારે પ્રત્યક્ષ રૂપે દેહનો વિયોગ થાય છે, ત્યારે ફુગ્ગામાંથી જેમ હવા નીકળી જાય તેવું દૃશ્ય થાય છે. આત્માની નિત્યતા વિષે પ્રત્યક્ષ પ્રમાણ નથી, કેવળ શ્રદ્ધાથી પરલોક ગમન માનવામાં આવે છે. જે લોકો અનાત્મવાદી છે અથવા સહજ આત્મજ્ઞાનના વિવરણથી દૂર છે, તેને ઉપર્યુકત શંકાની પ્રબળ ભૂમિકા મળી રહે છે.
યોગ અને વિયોગ : ભારતના દર્શનોમાં, શાસ્ત્રોમાં, વ્યવહારમાં, કે સાધનામાં યોગ શબ્દ ઘણો જ પ્રચલિત થયો છે. અહીં સિદ્ધિકારે પણ યોગ શબ્દ ગ્રહણ કર્યો છે. એ બાબત થોડુ ચિંતન કરીએ. | સામાન્ય સંયોગને પણ યોગ કહેવામાં આવે છે. યોગનો સાધારણ અર્થ મળવાપણું છે. અર્થાત્ “એકત્ર થવું એવો થાય છે. આ યોગ બે ભાવે જોઈ શકાય છે. બે પદાર્થ મળીને તદ્રુપ થઈ જાય, તો પણ એક યોગ છે અને પરસ્પર સ્પર્શ પામી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય, તેવા પદાર્થો પણ યોગની કક્ષામાં આવે છે, તેથી સંયોગ શબ્દ પણ વ્યવહારમાં આવ્યો છે.. અસ્તુ.
અહીં દેહયોગથી આત્મા ઉપજે છે, તેમાં દેહ પણ એક ઘણા યુગલ પરમાણુના સંયોગથી બનેલો છે, આ દેહરૂપી પિંડને સંચાલિત કરવા માટે તેમાં જીવની ઉત્પત્તિ થાય છે. હકીકતમાં અહીં યોગ અધિકરણ રૂપે વપરાયો છે. દેહ તે અધિકરણ છે અને આવો દેહ સંગઠિત થયા પછી તેમાં દેહના પ્રભાવથી જીવરૂપી કોઈ તત્ત્વનો ઉદ્ભવ થાય છે, જેમ પાણીમાં સેવાળની ઉત્પત્તિ થાય છે અથવા કાદવમાં દેડકાની ઉત્પત્તિ થાય છે. આ સ્થૂલ ઉદાહરણ કરતાં પણ વધારે સૂક્ષ્મ એવી સત્તા બીજાણુમાં ઉત્પન્ન થાય છે અને અમુક પ્રકારની યોગ્યતાવાળો સ્થૂલ સંયોગ થતાં તેમાં જીવની ઉત્પત્તિ થાય છે. જૈનદર્શનમાં આવા સંમુશ્કેિમ જીવોની વિશાળ વ્યાખ્યા છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવો છોડીને બાકીની નીચેની કક્ષાના અનંત જીવો સમુદ્ઘિમ ભાવે પેદા થાય છે. તે જ રીતે વૈક્રિય શરીરનો સંયોગ થતાં દેવ અને નારકી જીવોની ઉત્પત્તિ થાય છે. આમ આ આખી પ્રક્રિયા દેહના સંયોગથી જીવની ઉત્પત્તિનું આખ્યાન કરે છે. એ જ રીતે દેહનું વિઘટન થતાં આ જીવ વિલય પામે છે. અર્થાત્ ત્યાંથી ચાલ્યો જાય છે.
અહીં જ મોટી શંકાનું કેન્દ્ર છે. શું જીવ દેહની જેમ દેહની સાથે સાથે વિલય પામે છે કે અખંડિત રહી અન્ય દેહનો આશ્રય કરવા માટે પલાયન થઈ જાય છે? એ જ રીતે ઉત્પત્તિ સમયે પણ આવી જ શંકા જન્મ પામે છે કે દેહના સંયોગથી તેમાં કોઈ નવો જીવરૂપી કીટાણું ઉદભવ્યો છે કે અજર અમર અવિનાશી આત્મા અહીં આવીને દેહનો આશ્રય કરી પ્રગટ થાય છે ? ઉત્પત્તિ સમયે પણ તે આર્વિભાવ પામ્યો છે અને વિલય સમયે પણ તે અખંડ રહી અદ્ગશ્ય થઈ ગયો છે. ઉત્પત્તિ કે વિલય તે દેહનો ધર્મ છે, આત્માનો નથી. જયારે શંકાકાર એમ કહે છે કે આત્મા જેવું કોઈ અમર તત્ત્વ હોય, એવું જણાતું નથી. શંકાનું આ પ્રધાન કારણ સામે છે પરંતુ તાત્કાલિક તર્કથી તેનું નિવારણ કરી શકાય તેવું કોઈ પ્રમાણ ઉપલબ્ધ નથી. તેથી શંકાકાર પૂછે છે કે શું આત્મા દેહની સાથે નાશ થઈ જાય છે ?
\\\(૧૪૪) ....