________________
અનુભવાય છે. કોઈપણ વસ્તુનો અલ્પ અંશે અનુભવ થાય, ત્યારે જો આંતરિક રીતે વિચાર કરે, તો તે અનુભવ વધારે સ્પષ્ટ થાય છે. આ રીતે અહીં ગાથામાં “અંતર કર્યો વિચાર' તેમ કહીને સંભવને દઢ કરવા કોશિષ કરી છે. “અંતર વિચાર’ તે કારણરૂપ છે અને તેમાંથી જે કાંઈ સંભવ થાય છે, તે તેનું કાર્ય છે. ગાથામાં “અંતર વિચાર’ તે ઘણો મહત્ત્વપૂર્ણ શબ્દ છે. સામાન્ય મનુષ્ય દશ્યમાન જગતને નિહાળે છે અને તેનો ભોગ–ઉપભોગ પણ કરે છે પરંતુ તેના કારણોમાં ઊંડો ઉતરતો નથી. તેમાં કોઈ પ્રકારનો વિશેષ વિચાર કરતો નથી. પરંતુ જેને તત્ત્વ સમજવાની તાલાવેલી છે અને સત્ય સમજીને તેના આધારે જે કાંઈ નિર્ણય કરવો છે, તે વ્યક્તિ ઊંડો ઉતરી કારણ વિધિમાં પ્રવેશ કરે છે ઈશ્વરનું તંત્ર કાર્ય-કારણરૂપે ચાલે છે. દશ્યમાન જગત કાર્ય છે અને મૂળ ભૂત દ્રવ્યો કારણરૂપે પ્રવર્તમાન છે. જ્યારે કોઈ અંતરદષ્ટિથી વિચાર કરે, ત્યારે પર્યાય ઉપરથી તેની દૃષ્ટિ હટીને ગુણ સુધી પહોંચે છે. અને ગુણદષ્ટિ પ્રાપ્ત થયા પછી શાશ્વત દ્રવ્યોને પણ નિહાળે છે. અંતરદષ્ટિથી વિચાર કર્યા પછી તેને અહોભાવ જાગૃત થાય છે અને બોલી ઉઠે છે કે વિશ્વમાં કોઈ મહાન ચૈતન્ય દ્રવ્ય હોય તેવો સંભવ છે. આટલી સ્વીકાર ઉક્તિ પછી તે સાચા માર્ગે આવતો જાય છે.
આ ગાથા પણ પર્યાયાત્મક દૃષ્ટિને છોડી ગુણાત્મક તત્ત્વષ્ટિનો ઉલ્લેખ કરે છે અને જે કાંઈ કથન કરવામાં આવ્યું છે, તે કથનના પરિણામે જીવ સત્ દ્રવ્યનો સ્વીકાર કરવા માટે અંતરથી વિચાર કરતો થઈ ગયો છે. હકીકતમાં આખું કથન આંતરિક દષ્ટિ પ્રાપ્ત કરી તત્ત્વસ્પર્શ થવા માટે પ્રેરણા આપે છે, પ્રશ્નકર્તાના બહાને હકીકતમાં શાસ્ત્રકાર તત્ત્વસ્પર્શી દષ્ટિનો ઉલ્લેખ કરીને સાધકોને આંતરિક કારણોનો વિચાર કરવાની પ્રેરણા આપે છે. જો આ પ્રેરણાનું અનુસરણ થાય, તો જીવને સમજાશે કે વિશ્વમાં મહાસત્તા જેવી આત્મસત્તાનો સંભવ છે.
અહીં “આપે કહ્યા પ્રકાર” એમ કહ્યું છે પણ કોણે કહ્યા છે? તેનો ઉલ્લેખ નથી. આપે એટલે ગુરુને સંબોધ્યા હોય તેવું લાગે છે. આ પ્રકાર કહેનાર કોણ છે ? તે ઘણું જ મહત્ત્વપૂર્ણ પ્રકરણ છે કારણ કે જે સમજ્યા છે, તે જ સમજાવી શકે છે. અહીં “આપે કહ્યા' તેનાથી બોધ થાય છે કે સદ્ગુરુ એક આત્મસિદ્ધાંત ઉપર સ્થિર થયેલા છે અને તે અલૌકિક વ્યક્તિત્વના ધણી છે. જેના અંતઃસ્થલથી આ આત્મસિદ્ધિની ગંગા પ્રવાહિત થઈ છે. મહાન વ્યક્તિત્વની સાથે તેઓ પરમપુણ્યનો ઉદય ધરાવે છે. તેમજ ઉત્કૃષ્ટ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી નિર્મળ જ્ઞાનની પ્રતિભાથી સંપન્ન છે. સામાન્ય પુણ્ય મનુષ્યને વૈભવ-વિલાસ અને બીજા ભૌતિક સુખો ઉપલબ્ધ કરાવે છે. જ્યારે પરમ પુણ્ય આત્મતત્ત્વને અનુકૂળ તેવા યોગો ઊભા કરી, શુદ્ધ ઉપયોગ ધારાને પ્રવાહિત કરવામાં નિમિત્ત બને છે. અહીં પણ જેઓએ આત્મા સંબંધી ઘણા શુદ્ધ તર્ક આપ્યા છે તેવા સદ્ગુરુ પ્રતિબોધ આપવામાં સફળ થયા હોય, તે રીતે આ ગાળામાં શિષ્યની આંશિક વિનમ્રતા પ્રગટ કરાવી છે અને હવે પ્રતિબોધ પામનાર જીવ બોલી ઉઠે છે કે “સંભવ તેનો થાય છે પરંતુ સાથે-સાથે આ વિનમ્ર શિષ્ય એમ કહે છે “અંતર કર્યો વિચાર' અર્થાત્ આંતરિક દષ્ટિથી વિચાર કરવાથી સમજાય છે.
આંતર-બાહ્ય વિચાર – ‘અંતર વિચાર” શબ્દથી એ સ્પષ્ટ થાય છે કે બે પ્રકારના વિચાર પ' \\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\(૧૩પ) \\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\N