________________
જ છે. જો તેનું અસ્તિત્વ ન હોય, તો તેમાં કોઈપણ પ્રકાર લાગુ પડે નહીં. દૂધ હોય તો જ દૂધની મિઠાઈ બની શકે છે. તેમ આત્માનું અસ્તિત્વ હોય, તો જ આત્મા વિષે ઘણા પ્રકારે વાર્તાલાપ કરી શકાય છે.
અહીં આત્માના અસ્તિત્વના' એમ કહીને આત્મા તથા અસ્તિત્વ, એમ બે શબ્દોનો પ્રયોગ છે. શું આત્માથી આત્માનું અસ્તિત્વ અલગ છે ? અને જો અસ્તિત્વ અલગ હોય તો આત્માની સાથે તે કેવી રીતે બંધબેસતું થાય અને બંને એક જ છે તો બે શબ્દના પ્રયોગનું શું મહત્ત્વ? આ પ્રશ્નનો જવાબ એ દ્રવ્યની વિશ્વમાં જે સત્તા છે તેના આધારે આપી શકાય તેમ છે.
અસ્તિત્વ એટલે સત્તા. અતિ શબ્દ ક્રિયાવાચક છે અને તેમાં ત્વ'પ્રત્યયથી ક્રિયાભાવ બની જાય છે. અર્થાત્ ક્રિયાત્મક ભાવ છે, તેને અસ્તિત્વ કહેવાય છે. જૈનશાસ્ત્રોમાં પણ આસ્તિક દર્શનોને ક્રિયાવાદી કહ્યા છે. અસ્તિત્વ શબ્દ જ ક્રિયાત્મક ભાવનો દ્યોતક છે. આત્મા તે મૂળભૂત ત્રિકાશવર્તી દ્રવ્ય છે. તે શૂન્ય, ક્રિયાહીન કે ભાવહીન નથી. આત્મા સ્વયં ક્રિયાત્મક છે અને આ ક્રિયા તેના પોતાના ગુણોની છે અર્થાત્ તેમાં જ્ઞાનાત્મક ક્રિયા છે, તેથી અસ્તિત્વ એ આત્માનો ભાવ છે અને આત્મા તેનો આધાર છે. અસ્તિત્વ અને આત્મા બંને તાદાભ્ય ભાવે રહેલા છે, તેથી આત્માના અસ્તિત્વને આત્માથી નિરાળું ન માનતા અસ્તિત્વ તે આત્માનો ક્રિયાત્મક ગુણ છે તેમ સમજવાનું છે. આત્મદ્રવ્ય સ્વયં ક્રિયાશીલ છે અને તે અસ્તિત્વ ધરાવે છે. તેનો અર્થ એ થયો કે એ ક્રિયાશીલ છે. જો આત્મા સ્વયં સર્વથા ક્રિયાશૂન્ય કે નિષ્ક્રિય હોય, તો તે હોવા છતાં ન હોવા બરાબર છે. તેના અસ્તિત્વનું કોઈ મહત્ત્વ નથી. આ ગંભીર ભાવને પ્રગટ કરવા માટે સિદ્ધિકારે “આત્માના અસ્તિત્વના” એમ બે શબ્દનો પ્રયોગ કરીને આત્મા તથા તેની જ્ઞાનાત્મક ક્રિયાશીલતાનો ઉલ્લેખ કર્યો છે. વરના “આત્માના કહ્યા ઘણાં પ્રકાર” તેમ કહેવાથી પણ શિષ્ય પ્રશ્ન કરી શકતો હતો પરંતુ પ્રશ્રકારના નિમિત્તે સિદ્ધિકારે આ બંને શબ્દનો પ્રયોગ કર્યો છે અને આત્માનું દિવ્ય સ્વરૂપ પ્રકાશિત કર્યું છે. તે માટે અન્ય પ્રકારે પણ વર્ણન કર્યું છે. આ બીજા પ્રકાર
ક્યાં ક્યાં છે? તે ઉપર થોડો દષ્ટિપાત કરીએ. કારણકે પૂર્વની ગાથાઓમાં જે કાંઈ કથન કરવામાં આવ્યું છે, તે બધું આત્માને લગતું જ છે, જેમાં દેહ અને આત્માનું વિવેચન છે. જડ-ચેતનનું વિવેચન છે. દષ્ટા તરીકે આત્માને જણાવેલો છે અને સદ્ગુરુ તરીકે જ્ઞાનનો પ્રકાશ આપીને આત્માનું પ્રતિબિંબ સ્પષ્ટ કર્યું છે. એટલે પ્રશ્નકર્તા કહે છે આપે ઘણા પ્રકારે આત્મા સંબંધી જે જે વાત કરી છે, તે ગળે ઉતરે તેવી લાગે છે અથવા આત્માની ઉપસ્થિતિનો સંભવ થાય છે. એમ બંને રીતે સંભવિત ભાવો પ્રગટ કરી અનુભવ વ્યક્ત કર્યો છે. '
અંતર કર્યો વિચાર – ભવનો અર્થ મવતિ તિ પર્વ | જે થાય છે તે ભવ છે. સમ્યફપ્રકારે જે ઘટિત થાય છે, તેને સંભવ કહે છે. અનુભવ શબ્દમાં પણ ભવ શબ્દ છે. ભવ એટલે વાસ્તવિક હાજરી અને અનુભવ એટલે તેને અનુસરણ કરનારી બુદ્ધિ અર્થાત્ સત્યરૂપે હાજર રહેલા પદાર્થોને જે જાણે છે તેને અનુભવ કહેવાય છે અને આ અનુભવ જ્યારે સમ્ય અર્થાત માન્ય કરી શકાય તેવો હોય, તો તેને સંભવ કહેવાય છે. સંભવના ગર્ભમાં અનુભવ છે. સંભવ છે અર્થાત અનુભવી શકાય તેમ લાગે છે. સંભવ થાય છે તેનો મતલબ કેટલાક અંશે
(૧૩૪).S
S