________________
છે. ૧) બાહ્ય ૨) આપ્યંતર. તેનો અર્થ એ થયો કે બે પ્રકારની દૃષ્ટિ છે. (૧) બાહ્યદૃષ્ટિ (૨) આંતરિક દષ્ટિ, જ્યાં સુધી મનુષ્ય આંતરિક દષ્ટિએ વિચાર કરતો નથી, ત્યાં સુધી તે દ્રવ્યોની બાહ્ય સ્થિતિમાં રમણ કરે છે. બાહ્ય પદાર્થોનું નિરીક્ષણ કરે છે અને આવા ક્ષણિક દશ્યને આધારે નિર્ણય પણ કરે છે. હકીકતમાં તેનો નિર્ણય પણ ક્ષણિક હોય છે. બાહ્ય વિચાર પદાર્થોના ભૌતિક રૂપોને જુએ છે, શરીરનું હલનચલન જૂએ છે પરંતુ આ હલનચલન કરનાર કોણ છે, તેનો વિચાર કરતો નથી. દેહને ઓળખે છે પણ દેહધારીને ઓળખતો નથી. બાહ્ય દષ્ટિ કે બાહ્ય વિચાર પર્યાયસ્પર્શી હોય છે. જ્યારે આંતર દૃષ્ટિ ખૂલે છે અથવા આંતરિક રીતે વિચાર કરે છે, ત્યારે દૃષ્ટિ દ્રવ્યનો સ્પર્શ કરે છે, શાશ્વત અને નિત્ય તત્ત્વોનો સ્વીકાર કરે છે. પર્યાય ઉપરથી હટીને ગુણ ઉપર સ્થિર થાય છે અને ગુણોનું ભાજન એવા અખંડ દ્રવ્યને નિહાળવા તત્પર બને છે.
આ આંતર કે બાહ્ય દૃષ્ટિ ફક્ત બુદ્ધિ કે જ્ઞાન સાથે સંબંધ ધરાવે છે એવું નથી પરંતુ મોહનો ઉદય કે ઉપશમ, બંને દૃષ્ટિમાં કારણભૂત બને છે. ઉદયમાન મોહ જીવને પર્યાય દૃષ્ટિથી આગળ જવા દેતો નથી અને જે દશ્યમાન ધ્રુવ છે, તેમાં જ આસક્તિ રાખી વિચારશક્તિને બાહ્ય ભાવમાં જ રોકી રાખે છે પરંતુ સદ્ગુરુના પ્રભાવે અથવા જીવના કોઈપણ સુયોગે જ્યારે મોહનો ઉપશમ થાય છે, ત્યારે આંતરદૃષ્ટિ ખૂલે છે. આંખ છે અને ચંદ્ર પણ છે પરંતુ વચ્ચે વાદળા હોવાથી ચંદ્ર ઢંકાયેલો રહે છે, તે જ રીતે જ્ઞાનનો ક્ષયોપશમ છે, તત્ત્વ પણ છે પરંતુ વચ્ચે મોહરૂપી વાદળા હોવાથી આંતરદૃષ્ટિ ખૂલતી નથી અને જીવ બાહ્યભાવમાં જ રમણ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બોધની સાથે મોહ પણ ઘટે તેવો પુરુષાર્થ કરવો જોઈએ અથવા આવા પુરુષાર્થની આવશ્યકતા છે.
આ ગાથામાં ‘આંતર દષ્ટિ' શબ્દ મૂકીને શાસ્ત્રકારે પ્રત્યક્ષ અને પરોક્ષ ભાવે બન્ને દૃષ્ટિનું કથન કર્યું છે. જો આંતિરક દષ્ટિ પ્રાપ્ત થાય, તો માર્ગ ઉપર ચડેલો વ્યક્તિ જેમ લક્ષ સુધી પહોંચે છે અને તેને વિશ્વાસ થાય છે કે લક્ષ નજીક છે. તે રીતે શિષ્ય સંભવ તેનો થાય છે' એમ કહીને પોતાનો વિશ્વાસ પ્રગટ કરે છે. હકીકતમાં આ વિશ્વાસ પણ દ્વિમુખી છે. ૧) તત્ત્વ પ્રત્યે વિશ્વાસ થાય છે. ૨) તત્ત્વનું કથન કરનાર એવા સદ્ગુરુ પ્રત્યે પણ વિશ્વાસ જાગૃત થાય છે. એક સિદ્ધાંત पछे पुरूष विश्वासे वचन विश्वासः न तु वचन विश्वासे पुरूष विश्वासः ।
પુરુષના વિશ્વાસથી જ વચનનો વિશ્વાસ થાય છે પરંતુ વચનમાત્રથી પુરુષનો વિશ્વાસ ન કરી શકાય. સદ્ગુરુનો વિશ્વાસ થયો છે એટલે આંતરદૃષ્ટિ ખૂલી છે અને તત્ત્વ છે એવો વિશ્વાસ જાગૃત થયો છે. વિશ્વાસ કહો કે શ્રદ્ધા કહો, વ્યક્તિથી પ્રારંભ થઈને તત્ત્વ સુધી સ્થિર થાય છે. અનંતજ્ઞાની દેવાધિદેવ તીર્થંકરો જ્યારે શ્રદ્ધાનું પાત્ર બને છે, ત્યારે તેમણે પ્રરૂપેલી તત્ત્વ શ્રેણી પણ આદરણીય બની છે. સંભવ તેનો થાય છે’ નિરાળું અમૂલ્ય પદ છે.
અસ્તિત્વનો જો સ્વીકાર થાય, તો તેમાં જેનું અસ્તિત્વ છે તે તત્ત્વનો સહજ સ્વીકાર થાય છે અહીં અસ્તિત્વ શબ્દ ત્રિકાળવાચી છે. અસ્તિત્વ બે પ્રકારના છે અને તે સાપેક્ષ છે અર્થાત્ પર્યાય ક્ષણિક છે તો તેનું અસ્તિત્વ પણ ક્ષણિક છે. પદાર્થ શાશ્વત છે, તો તેનું અસ્તિત્વ પણ શાશ્વત
૧૩૬)