________________
ચેતના જાગૃત થાય છે, ત્યારે આત્મદ્રવ્ય છે કે કેમ? તેવી શંકા પણ જાગૃત થાય છે. આ
ઉપરના પ્રશ્નમાં કહેવામાં આવ્યું છે કે પોતા વિષે પોતે જ શંકા કરી શકે છે અને તે હકીકત પણ છે પરંતુ આશ્ચર્ય એ છે કે શંકા કરનારને એ ખ્યાલ આવતો નથી કે આ શંકા કરનાર કોણ છે ? શંકા કરનાર પોતે પણ સ્વયં એક અસ્તિત્વ ધરાવનારું દ્રવ્ય છે અને આવું દ્રવ્ય હોય તો જ શંકા ઉદ્ભવે. શંકાનો આધાર સ્વયં પોતે છે. તેને શંકા છે પણ શંકાના આધારનું જ્ઞાન નથી. તે જ એક આશ્ચર્ય છે. પાણીમાં પડેલો માણસ પાણીમાં તરે છે. તેને તરે છે તેવું ભાન છે, પણ જો તે એમ પૂછે કે શું હું તરું છું? તો તે આશ્ચર્યજનક છે. તરનાર વ્યક્તિ છે તો જ તરવાની ક્રિયા થાય, પાણીમાં તરનાર જ ન હોય, તો તરવાની ક્રિયાનો ઉદ્ભવ ક્યાંથી થાય ? શંકા કરનાર છે એટલે જ શંકા જન્મે છે, પરંતુ અહીં તે વ્યક્તિ શંકા કરે છે, શંકાને જાણે છે અને શંકાના આધારભૂત તેવા આત્માને ઓળખાતો નથી. તો શું આ અમાપ આશ્ચર્ય નથી ! અર્થાત્ અસીમ આશ્ચર્ય છે. અમાપ એટલે ખૂબ જ મોટું આશ્ચર્ય છે. વૃક્ષના ફળને જુએ છે પણ વૃક્ષને જોતો નથી. વૃક્ષ વગર ફળ ક્યાંથી હોય? તે જ રીતે શંકા કરે છે, શંકારૂપ ફળ ઉદ્ભવ્યું છે, પણ શંકારૂપી ફળને ઉત્પન્ન કરનાર આત્મારૂપી વૃક્ષને જોતો નથી. તો આ કેટલું બધુ આશ્ચર્ય છે. શંકા કરનારની હાજરી વિના શંકા થાય જ ક્યાંથી ? મા વગર દીકરો જન્મ ક્યાંથી? તેમ આત્મા વગર શંકા કોને થાય? એટલે જ અહીં સિદ્ધિકાર કહે છે કે શંકા કરનારની હાજરી વિના શંકા થાય જ ક્યાંથી? છતાં પણ શંકા કરીને પોતે જ પોતાના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે અથવા પોતે છે કે નહીં તેમ પૂછે છે. રામલાલ હાજર ન હોય તો આ પૂછનાર આવે જ ક્યાંથી ? રામલાલ છે એટલે જ પૂછે છે કે હું રામલાલ છે કે નહીં ? આ એક અદભૂત આશ્ચર્યકથા છે. આત્મા સ્વયં પૂછી રહ્યો છે કે શું આત્મતત્ત્વ છે ? આત્માનું અસ્તિત્વ છે ? જ્ઞાની ઉત્તર આપે છે કે પૂછનાર તું પોતે જ આત્મા છો અને આવો ઉત્તર આપીને જ્ઞાની હસે છે કે પોતાના વિષે પોતે કેવો પ્રશ્ન કરે છે ?
પૂર્વપક્ષમાં જેમ કહ્યું છે કે શંકા તો પોતે જ કરી શકે. પોતે શંકા કરે તે આશ્ચર્ય નથી પરંતુ શંકા કરનાર પોતે છે કે નહીં? તે શંકા કરવી તે આશ્ચર્યજનક છે. જિજ્ઞાસાવૃત્તિથી આત્મતત્ત્વનો સ્વીકાર કરવા માટે સંશોધન કરે, તે આશ્ચર્યજનક નથી. પરંતુ જિજ્ઞાસા કરનાર પોતાની ગેરહાજરીનો અનુભવ કરે, તે આશ્ચર્યજનક છે.
ગાથામાં આત્મા શબ્દનો બે વખત પ્રયોગ કરવામાં આવ્યો છે અને પોતે શબ્દ પણ આત્મવાચી છે. આ રીતે ત્રણે શબ્દ સ્વયંદર્શી છે. તેમાં એક શંકાનું ભાજન છે, એક મૂળ શુદ્ધ દ્રવ્ય છે અને એક વિભાવાત્મક છે. આ રીતે કવિરાજે એક જ દ્રવ્યને ત્રણ પરિસ્થિતિમાં પ્રગટ કર્યું છે. સ્વયં કર્તા પણ છે, કર્મ પણ છે અને ક્રિયાશીલ પણ છે. શંકા કરવી તે ક્રિયાશીલતા છે. આત્માની શંકા કરવી, ત્યાં આત્મા કર્મ છે અને શંકાનો કરનાર તે કર્તા છે. કર્તા, કર્મ અને ક્રિયા, ત્રણેયનો એક પદમાં સમાવેશ કર્યો છે, તેથી જ સિદ્ધિકાર આશ્ચર્ય અનુભવે છે. લાકડી સ્વયં લાકડીને મારે છે તો ત્યાં એક જ દંડમાં કર્મ અને ક્રિયાનો સંભવ નથી. તે જ રીતે અહીં પણ સ્વયં કર્તા બનીને પોતાને જ કર્મ બનાવી શકે નહીં. છતાં પણ કર્મ માનીને પોતે પોતાના વિષે શંકા કરે
છે પરંતુ તે સંભવ નથી, અને જો શંકા કરે તો આશ્ચર્યજનક છે, એમ અહીં આત્મા છું કે શું હું \\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\(૧ર) SSSSSSSSSSSSSSSLLLLLSL\\\\\\\\\\\\\\\\\\\\\\\\\