________________
વિભાવ આત્મા કેમ શંકા કરે છે કે તું છો કે નહીં? તટસ્થ રીતે સિદ્ધિકારને જે આશ્ચર્ય જણાય છે તે, આશ્ચર્ય જ્ઞાનાત્માએ પણ જ જાણવું જોઈએ. જ્ઞાનાત્મા જાણે, તો જ આ પદની સાર્થકતા છે કે આત્માની શંકા કરનાર આત્મા સ્વયં છે, તે અમાપ આશ્ચર્ય છે. તેનો અર્થ એ છે કે જ્ઞાનાત્મા પ્રગટ થઈને સ્વયં પોતાની અંદર જ વિભાવાત્માને કહે છે કે મારું અસ્તિત્વ હોવા છતાં મારા વિષે અર્થાત્ તું આત્મા વિષે કેમ શંકા કરે છે ?
વનપાળ વનવગડામાં જઈ રહ્યો છે. તે પોતે રસ્તાનો જાણકાર પણ છે. છતાં પણ તે શંકા કરે છે કે શું આ રસ્તો સાચો છે ? આશ્ચર્ય છે કે પોતે રસ્તાનો જાણકાર હોવા છતાં પોતે જ શંકા કરે છે શું આ રસ્તો સાચો છે ? વનપાળ પોતે પોતાના જાણેલા માર્ગ માટે શંકા કરે, તે આશ્ચર્યજનક છે. લગભગ આત્માની શંકા કરનાર આવી જ પરિસ્થિતિમાં છે. જો કે આ ઉદાહરણ પર્યાપ્ત નથી. છતાં પણ સમજવા માટે મૂક્યું છે. તેમ અહીં જ્ઞાની આત્મા એમ માને છે કે આત્માની શંકા કરનાર આત્મા છે, તે અમાપ આશ્ચર્ય છે.
આ આખી અટપટી વાત કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે શંકા કરનાર અને તેના પ્રત્યે આશ્ચર્ય કરનાર, બંનેની આત્યંતર સ્થિતિ જૂદી છે પરંતુ સ્કૂલ રીતે આપણે આવા જીવ માટે કહીએ કે જે શંકા કરે છે, તે જ આત્મા છે. છતાં પોતે પોતાના વિષે પૂછે છે, તે કેટલું બધું અચરજ છે. સંપૂર્ણ ગાથા આત્મલક્ષી હોવાથી ગાથાનો મૂળ ઉદ્દેશ શંકાનું નિવારણ કરવાનો છે. અને નિવારણ કર્યા પછી પણ ધ્રુવ આત્માનો સ્વીકાર કરવાનો છે, તેના ઉપર જ અધ્યાત્મ ભાવનો વિકાસ સંભવિત છે તે મૂળ મંતવ્ય છે.
પુનઃ પૂર્વપક્ષ :- અહીં જો વિચારીએ તો એમ લાગે કે આત્માની શંકા તો આત્મા જ કરે ને ! પોતાની શંકા પોતે જ કરી શકે ને ! બીજો અન્ય આત્મા શા માટે શંકા કરે? વળી આત્માની શંકા કરે છે તેનો અર્થ એ છે કે શંકા કરનાર આત્મા છે, એમ માનીને તેના અસ્તિત્વ વિષે શંકા કરે છે અર્થાત્ તેણે આત્મા જેવું દ્રવ્ય સ્વીકાર્યું છે. “આકાશ કુસુમવત્' જેવી વાત નથી. આત્માની શંકા કરે છે તેનો અર્થ એવો છે કે આત્માના સ્વરૂપની શંકા કરે છે. શાસ્ત્રકારે છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ કર્યો છે અને આત્માની શંકા કરનાર સ્વયં આત્મા છે, એમ સ્વીકાર્યું છે તો તેમાં આશ્ચર્યજનક શું છે? કોઈપણ વ્યક્તિ પોતાના માટે શંકા કરે અથવા શંકા કરનાર પોતે જ હોઈ શકે. સ્વયં શંકા ન કરે તો બીજો કોઈ શંકા કરે કે ન કરે, તેની સાથે આ વ્યક્તિને કોઈ સંબંધ નથી. તેમ અહીં આશ્ચર્યજનક કશું હોય તેમ સમજાતું નથી.
ઉત્તરપક્ષ : પૂર્વમાં આપણે કહી ગયા છીએ કે આ કોઈ સામાન્ય શંકા નથી. પરંતુ દ્રવ્યસ્પર્શ શંકા છે. જો ઊંડાણમાં જઈને તપાસીએ તો વિશ્વમાં આત્મતત્ત્વ જેવું તત્ત્વ છે કે નહીં? તેવી મૂળભૂત આત્મદ્રવ્ય વિષેની શંકા છે અને આ આત્મદ્રવ્ય વ્યાપક હોવાથી જેમ બીજા જીવોનાં શરીરમાં છે તેમ આત્મદ્રવ્ય વિષે શંકા કરનારના શરીરમાં પણ છે અને જે કાંઈ જ્ઞાનાત્મક હલનચલન થાય છે, તે બધું આત્મતત્ત્વના આધારે છે. શંકા તો શું, જે કાંઈ વિચાર પ્રણાલિકા છે કે જે કાંઈ ચેતના છે, અથવા જે કાંઈ ચિંતન છે તે બધું આત્મદ્રવ્ય ઉપર જ આધારિત છે. જ્યારે
LLLLLLLLLLLLLLLS(૧૨૬) LLLLLLLLLLLLLLS