________________
શાસ્ત્રવાક્યો પણ જોવા મળે છે. જે આત્મા જાગૃત નથી તે તો ક્યારેય આત્મા વિષે શંકા કરતો નથી. શંકા કરે, તે એક પ્રકારનું આત્મજાગરણ છે, તો અહીં સિદ્ધિકારે આવી શંકાનો ઉપહાસ કેમ કર્યો છે ? જો કે અન્ય પદોમાં સ્વયં ગુરુદેવે કહ્યું છે કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું? આમ કૃપાળુ દેવે સ્વયં આત્માને જાણવા માટે પ્રેરણા આપી છે અને આ પદમાં આ શંકા કરવી તે જરૂરી છે એમ બતાવ્યું છે.
ઉત્તર પક્ષ :અહીં એક સૂમ રેખા અંકિત થાય છે. પ્રશ્ન અને શંકા, બંને સામાન્ય રૂપે એક સમાન દેખાય છે પણ હકીકતમાં પ્રશ્ન તે જિજ્ઞાસુવૃત્તિ છે અને શંકા તે મિથ્યા અવસ્થાનો આભાસ છે. શંકા કર્યા પછી તે ઉત્તર લેવા માટે તૈયાર નથી. શંકા કરીને અટકી જાય છે. જ્યારે પ્રશ્નકર્તા સત્યને સમજવા પ્રયાસ કરે છે. તત્ત્વને સમજવાની તાલાવેલી, તે પ્રશ્ન છે. જ્યારે તત્ત્વની અવહેલના કરે, તે શંકાનું સ્વરૂપ છે. અહીં સિદ્ધિકારે આવા જિજ્ઞાસુ પ્રશ્નકર્તા માટે આ પદ ગાયું નથી પરંતુ સંશયમાં ઘેરાયેલો આત્મા મિથ્યાભાવમાં રમણ કરે છે, તેને જાગૃત કરવા માટે ટકોર કરી છે. આ કોઈ પ્રશ્નનો ઉત્તર નથી પરંતુ જેના મનમાં સાચો પ્રશ્ન ઉદ્ભવ્યો નથી છતાં પણ શંકા કરી બેસે છે અથવા આત્માના સ્વીકારની અવહેલના કરે છે, તેના માટે આ પદ ઉચિત પ્રેરણા આપે છે. હું કોણ છું ?” એ જાણવું જેટલું જરૂરી છે તેટલું જ હું છું કે નહીં ? એવી શંકાનો પરિત્યાગ કરવો જરૂરી છે. અહીં પ્રશ્ન અને શંકા વિષે જે બુદ્ધિગમ્ય અંતર છે, તે સમજવાથી જ શાસ્ત્રકારના મંતવ્યને ન્યાય આપી શકાય છે. આ રીતે અહીં પૂર્વપક્ષનો પરિહાર થઈ જાય છે.
શંકા ક્યારે થાય છે? તેની આત્યંતર પરિસ્થિતિ શું છે? અને કર્મના ઉદયમાન પરિણામ કેવા છે ? તે આપણે ઉપર કહી ગયા છીએ. આ વિષયમાં એક પ્રશ્ન થાય છે કે શંકા કરનાર સ્વતંત્ર છે કે કોઈ કર્મના પ્રભાવથી જ શંકા થાય છે ? શંકા કરનાર જો સ્વતંત્ર ન હોય તો શંકા કરે કે ન કરે તેમ કહેવાનો કોઈ અર્થ નથી અને સ્વતંત્રપણે શંકા કરી શકે છે, તો તેને ઉચિત માર્ગદર્શનની આવશ્યકતા છે. હકીકતમાં બુદ્ધિના અપ્રમાણભૂત જે કાંઈ પ્રમાણો છે તે બધા મોહજનિત વિક્ષેપના કારણે હોય છે. મોહ દ્વારા થતાં વિક્ષેપ બુદ્ધિને પણ પ્રભાવિત કરે છે. કહ્યું छ । न तद् ज्ञानं ज्ञानं भवति, यद् ज्ञानं विषयाभिभूतम् । ' અર્થાત્ તે જ્ઞાન જ્ઞાન નથી. જે જ્ઞાન ઉપર વિષયોનો કે મોહનો પ્રભાવ પડ્યો હોય અને આવો પ્રભાવ થયા પછી જ જીવ મોહ ભાવે આત્મા આદિ તત્ત્વોનો નિર્ણય કરી શકતો નથી અને શંકા જેવા બીજા ઘણા વિકલ્પો ઉદ્ભવે છે. આ એક પરાધીન અવસ્થા છે.
પરાધીન અવસ્થા હોવા છતાં જેની જ્ઞાનચેતના જાગૃત છે, તેને ઉદ્દેશીને જ ઉપદેશ આપવામાં આવે છે. કવિરાજ જ્ઞાનચેતનાને કહે છે કે આ શું આશ્ચર્યજનક હકીકત નથી ? શું તારો પોતાનો અધિષ્ઠાતા એવો આત્મા પોતાના વિષે જ શંકા કરે છે ? અહીં આવ્યંતર સ્થિતિમાં બે ભાવ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. (૧) શંકા કરનાર વિભાવ આત્મા (૨) આશ્ચર્ય કરનાર જ્ઞાનાત્મા. અહીં જ્ઞાનાત્માને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે કે તે જ્ઞાનાત્મા ! તું પોતે આત્મા છો. જ્ઞાન સ્વરૂપ છો. તારું દિવ્યરૂપ પ્રગટ છે. છતાં તારી અંદર જ સ્વયં તારા આધારે જ ટકેલો આ
: SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
S
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS