________________
છે, તેથી જ શાસ્ત્રકાર અહીં કહે છે કે “આત્માની શંકા કરે
શંકા તે એવી વિચિત્ર વસ્તુ છે કે જેમ કોઈ અનાડી માણસ સુંદર ચિત્ર ઉપર આડી અવળી લીટીઓ ખેંચીને ચિત્રને કુરૂપ કરે છે, તેમ શંકા એ પણ બુદ્ધિની વાંકી ચુકી લીટીઓ જ છે. જે આત્માના શુદ્ધ સ્વરૂપને ઢાંકવામાં કારણભૂત બને છે. આ ગાથામાં દ્રવ્યસ્પર્શ શંકા છે. આત્મ દ્રવ્ય છે કે કેમ ? શરીરમાં મારું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે કે કેમ ? તેવી શંકા ઉત્પન્ન કરે છે. ખૂબી તો એ છે કે શરીર જડ છે. તે આવી શંકા કરે નહીં પરંતુ જે શંકા કરે છે, તે દેહ નથી, તે સ્પષ્ટ છે. જો દેહ નથી તો શંકા કરનાર પોતે સ્વયં જે શંકા કરે છે, તે જ છે. શંકા કરવા માત્રથી જ તેનું અસ્તિત્વ સ્પષ્ટ થાય છે. એટલે જ અહીં શાસ્ત્રકાર કહે છે કે “આત્મા પોતે આપ” અર્થાત્ સ્વયંના પોતાના જ વિષયમાં સાશંક થઈ જાય છે. શું આ આશ્ચર્યની વાત નથી ? કારણકે શંકાનો કરનાર છે, તે સ્વયંસિદ્ધ આત્મા છે, તે આશ્ચર્ય ઉપજાવે તેવું છે. એક પ્રકારે ઉપહાસજનક છે.
શંકાનો કરનાર કોણ? શંકા શું છે? તે આપણે કહી ગયા. શંકાનો કરનાર કોણ છે ? તેના ઉત્તર રૂપે અહીં શાસ્ત્રકારે આત્માને બતાવ્યો છે. અહીં માર્મિક પ્રશ્ન એ થાય છે કે શું આત્મા શંકા કરી શકે ? અને જે શંકા કરે તે આત્મા હોઈ શકે ? હકીકતમાં તો શંકાનો જનક વિભાવ છે અને વિભાવ તે આત્મા નથી. વસ્તુતઃ આત્મા શંકા કરતો જ નથી. આત્મામાં શંકાને ઉત્પન્ન કરવાનો ગુણ નથી. આત્મા તો પ્રમાણભૂત જ્ઞાનનું જ ઉદ્ગમસ્થાન છે. પ્રમાણભૂત જ્ઞાનને છોડીને જે કાંઈ સંશય કે વિપરીત પરિણામ છે, તે વિભાવજન્ય છે અથવા કર્મજન્ય છે. નિશ્ચયનયથી આત્મા શંકાથી નિરાળો છે. આ એક ગૂઢ રહસ્ય છે પરંતુ અહીં શાસ્ત્રકારે આત્માની શંકા આત્મા પોતે કરે છે, એમ જે કહ્યું છે, તે ઉદયભાવની અપેક્ષાએ કહ્યું છે. વ્યવહાર દ્રષ્ટિએ આત્મા કર્મનો કર્તા છે. પૂર્વમાં આપણે “છે કર્તા નિજ કર્મ” તે પદની વ્યાખ્યામાં ઊંડું વિવેચન કરી ગયા છીએ, તેથી અહીં એટલું જ સમજવાનું છે કે વ્યવહારિક દષ્ટિએ સંસારી જીવ જે સામો ઊભો છે, તે શંકા કરે છે અને તે પણ આત્માને વિષે શંકા કરે છે, તેથી તે દ્રવ્યદષ્ટિએ શંકાનો કરનાર ગણી શકાય છે. આત્મા સ્વયં પોતાના શુદ્ધ સ્વરૂપમાં હોય અથવા જેને આત્મતત્ત્વનું શુદ્ધ શ્રુતજ્ઞાન થયું છે, તેવો સમ્યફ આત્મા શંકા કરતો નથી. જે શંકા કરે છે, તે કષાયાત્મા છે અથવા વિભાવાત્મક પરિણામો છે.
આ વિવેચન એટલા માટે કર્યું છે કે હકીકતમાં શંકાનો જનક કોણ છે, તે જાણવાથી શંકા અને શંકાનો કરનાર, બંને વચ્ચે પણ ભેદજ્ઞાનની રેખા ખેંચાય છે. આ ભેદરેખા ખેંચાણી નથી અને ભેદજ્ઞાન નથી, તે જ અમાપ આશ્ચર્યનું કારણ છે.
પૂર્વપક્ષ :- જો કે આ ગાથામાં શંકા કરનાર માટે આશ્ચર્ય પ્રગટ કર્યું છે પરંતુ હકીકતમાં તો આત્મા વિષે શંકા કરવી, તે પરમ આવશ્યક છે. બધા શાસ્ત્રો એમ કહે છે કે હું કોણ છું ? તે પ્રશ્નથી જ સાચા જ્ઞાનનો ઉદ્ભવ થાય છે. જેને દેહની જડતા સમજાણી છે, તે જ આત્માને શોધે છે અને આત્મા છે કે નહીં તેવી શંકા ઉત્પન્ન કરી આત્મતત્ત્વને મેળવે છે. “શોદY ? એવા
\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\LN(૧૨૪) SSSSSSSSSSSSSSSSSSSSS