________________
આત્મા છું? દીવો એમ કહે કે શું હું પ્રકાશવાન છું તો તે કથન આશ્ચર્યજનક છે. તે જ રીતે આ પણ એટલું જ આશ્ચર્યજનક છે.
આધ્યાત્મિક સંપૂટ – સંપૂર્ણ ગાથા કેવા પ્રકારના આધ્યાત્મિક ભાવની અભિવ્યક્તિ કરે છે તે સમજવાથી અમાપ આશ્ચર્ય પણ મટી જશે. જે શાશ્વત દ્રવ્ય છે, તે બધા દ્રવ્યો સ્વયં સિદ્ધ છે. તેની શાશ્વત સિદ્ધિ માટે પ્રમાણ આપવાની જરૂર નથી. દરેક દ્રવ્યો પોતાના ગુણધર્મથી પ્રકાશિત થઈ રહ્યા છે. જ્યારે બુદ્ધિ તે ખંડજ્ઞાનનો પ્રકાર છે. કેવળજ્ઞાન છોડીને બાકી બધા જ્ઞાન ખંડજ્ઞાન છે. તેમાંય મતિ, શ્રુત અને અવધિજ્ઞાનમાં વિપરીત પરિણામો પણ સંભવિત છે અર્થાત તે અપ્રમાણભૂત નિર્ણય કરે છે. હકીકતમાં તેને નિર્ણય ન કહી શકાય, તો આ બધા ખંડજ્ઞાનો અથવા બુદ્ધિના પ્રકારો તે પાણીમાં ઊઠતાં તરંગ જેવા છે. જળની સ્થિતિ સામાન્યપણે શાંત અને સ્થિર છે પરંતુ નિમિત્ત કારણને લઈને તેમાં તરંગોનો જન્મ થાય છે. અહીં દાર્શનિક દષ્ટિએ પ્રશ્ન ઊઠે છે કે તરંગ અને પાણી બંને ભિન્ન છે કે એક છે. બોલવામાં શાંત જળ અને અશાંત જળ એવા બે વિભાગ દેખાય છે પરંતુ હકીકતમાં એક જ દ્રવ્યની બે સ્થિતિ છે. તરંગ તે પાણીની અસ્થિર, અસામાન્ય, અશાશ્વત સ્થિતિ છે અર્થાત્ ક્ષણિક સ્થિતિ છે. જ્યારે શાંત અવસ્થા તે તેની મૂળભૂત સ્થિતિ છે. આ ઉદાહરણથી સ્પષ્ટ થશે કે આત્મદ્રવ્ય તે શાંત જળની જેમ સામાન્ય, શાશ્વત, સ્થિર સ્થિતિ ધરાવે છે અર્થાત્ તેનું અસ્તિત્વ નિરંતર છે. જ્યારે બુદ્ધિરૂપે ઊઠતાં તરંગો, તર્ક કે કુતર્કરૂપી બૌદ્ધિક પ્રભાવો ક્ષણિક છે અને આ ક્ષણિક તત્ત્વો સ્થિર, શાશ્વતનો નિર્ણય ક્યાંથી કરી શકે ? કદાચ તે નિર્ણય કરવાનો અહંકાર કરે, તો તે હાસ્યાસ્પદ છે. ક્ષણિક તત્ત્વ શાશ્વતને શું વર્ણવી શકે ? વળી પોતે તે શાશ્વતના આધારે જ ઉત્પન્ન થઈને જો શાશ્વતને જ પૂછે કે તારું અસ્તિત્વ છે કે નહીં? તો તે ઘણું જ હાસ્યાસ્પદ છે. જે અધ્યાત્મને વાગોળે છે તેવા સાધક આત્માએ સમજી લેવું જોઈએ કે બુદ્ધિની આ અણછાજતી તર્કશેલી જેમાંથી તે ઉત્પન્ન થયેલી છે અને પાછી જેમાં શમી જવાની છે, તેવા આત્માનો નિર્ણય કરવાની વાત કરે છે અથવા શંકા કરે છે. સાધક આત્મા આવી બધી બૌદ્ધિક શંકાઓથી મુક્ત થઈ શંકાનો કરનાર જે સ્વયં આત્મદેવ છે, તેના દર્શન કરે, તો કશું આશ્ચર્યજનક રહેશે નહીં.
વસ્તુતઃ આ આશ્ચર્ય આત્માની શંકા કરનાર આત્મા માટે નથી પરંતુ સ્વયં જે તેને સમજી શકતો નથી, શંકરૂપ ક્રિયામાં કર્મોને પારખી શકતો નથી અને શંકા કરનારને ઓળખી શકતો નથી, તે જ એક મોટું અમાપ આશ્ચર્ય છે. સંપૂર્ણ ગાથા ચાલી આવતી ભેદજ્ઞાનની રેખાને વધારે મજબૂત કરે છે અને કર્મ કર્તાનું એકત્વ સ્થાપિત કરે છે અર્થાત્ કર્તામાં પણ આત્મા છે અને કર્મમાં પણ આત્મા છે, માટે આ બંનેને એક સમજી, શંકામાંથી મુક્ત થઈ નિઃશંક બની આત્મતત્ત્વને ઓળખી, શંકા કરનારી બુદ્ધિનો ઉપહાસ કરી તેનો પરિત્યાગ કરી, સ્વયં પોતે જે છે તેમાં સ્થિર થાય, તે એક માત્ર આ ગાથાનું લક્ષ છે. આત્મા શબ્દનો બે વખત ઉપયોગ કરી કર્તા કર્મનું એકત્વ પ્રગટ કર્યું છે. કારણ કે “પોતે કોઈ નિરાળો અસ્તિત્વ ધરાવનાર વ્યક્તિ નથી અને છતાં તે બોલે છે કે આત્મા છે કે નહી ? માટે તેનો ઉપહાસ કરવામાં આવ્યો છે. પર્વત પર ઉગેલું ઘાસનું તરણું જે ક્ષણિક છે, તે પૂછે છે કે પર્વત છે કે નહીં? જે પર્વત પર તે ઉગ્યું છે અને જેના
L\\\\\\\\\\\\\\\\\\\\\\(૧૨૮)\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\