________________
જો ||C
).
ડૉ. શ્રી સાધ્વી આરતી
અધ્યાત્મવિકાસના મુખ્ય ત્રણ સોપાન છે. આત્મસિદ્ધિ, આત્મશુદ્ધિ અને આત્મસ્થિતિ. અનાદિકાળથી જીવ કર્મના સંગે સંસાર ચક્રમાં પરિભ્રમણ કરે છે. તેમાં ઈચ્છા વિનાના જન્મ, રિબામણ ભરેલા જીવન તો ક્યારેક ભોગવિલાસપૂર્ણ જીવન અને અંતે પરવશ પણે મૃત્યને સ્વીકારે છે. જીવને ખબર નથી કે આવું શા માટે ? આ સખ દ:ખની છાયા અને પ્રતિછાયા શા માટે ? ક્ષણે ક્ષણે પલટાતી પરિસ્થિતિ શા માટે ? જ્યારે આ પ્રકારના પ્રશ્નોથી અંતરમાં મનોમંથન થાય, ત્યારે તેને દેહથી ભિન્ન કોઈ અગમ્ય શક્તિનો બોધ થાય છે. દેહની જડતા અને તે અગમ્ય શકિતની ક્રિયાશીલતાનો અનુભવ થાય છે. તે જ દિશામાં વિચાર આગળ વધતાં દેહ અને આત્માનું ભેદવિજ્ઞાન અર્થાત્ આત્માના
અસ્તિત્વનું જ્ઞાન જ નહીં પરંતુ ભાન થાય છે. અર્થાત્ અધ્યાત્મ વિકાસના પ્રથમ સોપાન રૂપ આત્માની સિદ્ધિ થાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપનું ભાન થયા પછી તેની વર્તમાનકાલીન વિકારી અવસ્થાનો અનુભવ થાય છે અને તે વિકારી અવસ્થા દૂર કરવાનો ઉપાય પણ સ્પષ્ટ થાય છે. આ પ્રકારનો સ્પષ્ટ બોધ થયા પછી વ્યકિતનો પુરુષાર્થ તે દિશામાં આગળ વધે છે. આ અધ્યાત્મવિકાસનું બીજું સોપાન આત્મશુદ્ધિનો માર્ગ છે. જ્યારે તેનો પુષાર્થ સો ટકા સફળ થાય, ત્યારે પૂર્ણ શુદ્ધિ પ્રગટ થાય અને આત્મા સ્વયં પોતાની શુદ્ધ સ્થિતિમાં શાશ્વતકાલ માટે સ્થિત થઈ જાય છે. આ અધ્યાત્મ વિકાસનું અંતિમ સોપાન આત્મસ્થિતિ છે. અખંડ આત્મસ્થિતિ તે જ સાધનાની સફળતા છે.
અનેક અધ્યાત્મવેત્તા સાધકોએ ભિન્ન ભિન્ન અધ્યાત્મગ્રંથોની રચના કરીને અખંડ આત્મસ્થિતિ માટે આત્મશુદ્ધિનો માર્ગ પ્રદર્શિત કર્યો છે. આપણા સિદ્ધિકારે પણ સરળ ગુજરાતી ભાષામાં, કાવ્યમય ભાવોમાં, અત્યંત અલ્પશબ્દોમાં આત્મસિદ્ધિ, આત્મશુદ્ધિ અને આત્મસ્થિતિના ગંભીર ભાવોને પ્રગટ કર્યા છે. અધ્યાત્મ યોગીરાજે ષપદમાં વિષયને વિભાજિત કર્યો છે.
- તેમાં પ્રથમ પદ આત્મા છે' તેમાં આત્માના અસ્તિત્વની સિદ્ધિ કરી છે. ત્યાર પછીના પદ આત્મા નિત્ય છે, કર્તા છે, ભોકતા છે, તે પદમાં વ્યવહાર અને નિશ્ચયની દ્રષ્ટિએ આત્માનું સ્વાભાવિક અને વૈભાવિક સ્વરૂપ પ્રગટ કર્યું છે. તેના દ્વારા સાધક ભાવિક સ્વરૂપને છોડીને શાશ્વત સ્વાભાવિક સ્વરૂપને પામવા સહજ રીતે પુષાર્થશીલ બને છે. મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે, તે બંને પદ સાધકને પુરુષાર્થ માટેનો સન્માર્ગપ્રદર્શિત કરે છે. આ માર્ગે પુરુષાર્થ કરતાં કરતાં સાધક અંતે સર્વ વિભાવોથી મુકત થઈને સ્વમાં સ્થિર થઈ જાય છે. ‘કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન’ આ સ્થિતિને પ્રાપ્ત કરી સાધનાની સિદ્ધિ પ્રાપ્ત કરે છે. આ રીતે આત્મસિદ્ધિશાસ્ત્ર અધ્યાત્મમાર્ગને સાર્ધત પ્રકાશિત કરે તેવું બહુમૂલ્ય જ નહીં પરંતુ અમૂલ્યશાસ્ત્ર છે.
કૃપાળુ ગુરુદેવે પોતાના અલ્પ આયુષ્યમાં જન્મ-જન્માંતરની સાધના પછી આત્મસિદ્ધિ કરી અને આત્મશુદ્ધિનો માર્ગે પુષાર્થ કરી ક્ષણિક આત્મસ્થિતિનો અનુભવ કર્યો ત્યારપછી તેમની અનુભવ ગોચર વાણી સહજ
રિત થઈ અને આત્મસિદ્ધિશાસ્ત્રની રચના થઈ. આ રીતે શ્રીમદ્ રાજચંદ્રની સાધનાનો સાર કે સાધનાનો નિચોડ, તે આત્મસિદ્ધિશાસ્ત્ર.
અલ્પ શબ્દ અને અધિકતમ ગહનતમ ભાવ જેમાં સૂચિત થતાં હોય તે શાસ્ત્ર છે. આત્મસિદ્ધિશાસ્ત્રમાં પણ તે જ પ્રમાણે ભાવોનું ગાંભીર્ય છે. તે પ્રત્યેક શબ્દોના ભાવોની ગંભીરતાને ચિંતન મનન પૂર્વક પ્રગટ કરવામાં આવે, તો જ સામાન્ય જનસમાજ તેની મહત્તાને સમજી શકે. આજે સેંકડો શ્રદ્ધાળુઓ આત્મસિદ્ધિને શ્રદ્ધાપૂર્વક ગાઈ રહ્યા છે. તેના ગહનતમ ભાવાને સમજવાનો અને સમજાવવાનો અનેક વિદ્વાન સાધકોએ પ્રયત્ન પણ કર્યો છે. તેમ છતાં જ્ઞાનીના એક એક શબ્દમાં અનંતાભાવો સમાયેલા છે. જેમ જેમ તેને ખોલવાની ચાવી હાથમાં આવે, તેમ તેમ તે ખૂલતા જાય છે.
અધ્યાત્મનિષ્ઠ, પ્રજ્ઞાપુષ, શ્રુતસ્થવિર, સંયમસ્થવિર, વયસ્થવિર પરમ દાર્શનિક ગુરુદેવ પૂ. શ્રી જયંતમુનિ મ.સા. એ દર્શનશાસ્ત્રનો તલસ્પર્શી અભ્યાસ કર્યો છે પરંતુ તેમનું ચરમ અને પરમ લક્ષ આત્મસિદ્ધિ અને આત્મશુદ્ધિ જ રહ્યું છે, તેઓશ્રીએ પોતાની તીક્ષ્ણ પ્રજ્ઞાનો પ્રયોગ આવા અધ્યાત્મસભર શાસ્ત્રોને સમજવામાં કર્યો છે. આત્મસિદ્ધિશાસ્ત્ર તેમની અનુપ્રેક્ષા માટેનું એક આકર્ષિત કેન્દ્રબિંદુ બની રહ્યું છે. વર્ષોથી તે વિષય પર તેમનું ચિંતન-મનન ચાલતું હતું. યોગાનુયોગ પાંચે સમવાયનો સુયોગ થતાં ૮૭ વર્ષની પૂર્ણ પાકટ વયે એક યુવાનની જેમ ઉત્સાહપૂર્વક આ મહાભાષ્યનું લેખન કરાવ્યું છે. તેથી આ મહાભાષ્યમાં તેઓનું વિશાળ વાંચન, સમન્વયાત્મક