________________
હર્ષાનુભૂતિ થાય છે.
પૂજ્ય ગુરુદેવની સેવામાં અનિશ ઉપસ્થિત શ્રમણ સંઘીય ઉપપ્રવર્તક યુવાતપસ્વી શ્રી અરૂણમુનિજી તથા સેવારત્ન શ્રી સુરેશમુનિજી, આ બંને સંતોએ પૂ. ગુરુદેવના તમામ કાર્યોમાં દક્ષતાપૂર્વક ધ્યાન આપી, તેમને પ્રવૃત્તિ કરવામાં નિરંતર અનુકૂળતા કરી આપીને અપૂર્વ સેવા બજાવી છે. આ પ્રકાશન કાર્યમાં પણ પરોક્ષ રીતે તેમની સેવા સ્વતઃ બજાવી છે.
તે જ રીતે વર્ષોથી પૂ. ગુરુદેવના સાંનિધ્યમાં બિરાજમાન ગીતધારા શ્રી દર્શનાબાઈ મ. અને પ્રવચનચંદ્રિકા શ્રી સ્વાતિબાઈ મ., બંનેએ આ જ્ઞાનયોગમાં પ્રત્યક્ષ-પરોક્ષભાવે જે અનુમોદન કર્યું છે તેનો ઉલ્લેખ કરતાં હર્ષ થાય છે.
- કલકત્તાના સમગ્ર મહિલા મંડળ અને સમગ્ર જૈનસમાજ જેનાથી સુપરિચિત છે, તેવા દીર્ઘ તપસ્યાના આરાધક તથા અધ્યાત્મ ચિંતનમાં લયલીન શ્રી શાંતાબેન બાખડા ખરેખર ! ઉત્કૃષ્ટ જ્ઞાનપિપાસુ છે. તેઓ પાછલા વર્ષોથી આત્મસિદ્ધિના સ્વાધ્યાયમાં ઘણો રસ ધરાવે છે. તેમની પ્રેરણા હતી કે પૂ. ગુરુદેવ આત્મસિદ્ધિ ઉપર મનનીય ગૂઢચિંતન પર પ્રકાશ નાંખી મહાભાષ્યનું કાર્ય હાથ ધરે. તે જ રીતે તેમના સુપુત્રો શ્રી પ્રમોદભાઈ, શ્રી મુકેશભાઈ આદિ સુપુત્રોએ આટલા જ ઉત્સાહથી આ કાર્યને આગળ વધારવા માટે પૂ. ગુરુદેવને પ્રાર્થના કરી. શાંતાબેનના સુપુત્રી રેણુકાબેન પણ આ કામમાં જોડાયા હતા. પ્રમોદભાઈના પૂ. પિતાશ્રી શ્રી ચીમનભાઈ બાખડા પણ પૂ. ગુરુદેવ પ્રતિ અનન્ય ભક્તિ ધરાવતા હતા. બાખડા પરિવારની વિનંતી લક્ષમાં રાખીને જૈનતત્ત્વજ્ઞાનમાં જેઓએ સોળે કળાએ ચિંતન કર્યું હતું અને મહાત્મા ગાંધીજી જેવા વિશ્વવંદનીય મહાપુષના ગુરુસ્થાન જેવી યોગ્યતા ધરાવતા હતા, તેવા રાજયોગી શ્રીમદ્ રાજચંદ્રજીની અનુપમ અમીદ્રુષ્ટિથી આ પ્રકાશન માટે સ્વતઃ ઉર્મિ ઉદ્ભવી. જેમ જેમ આત્મસિદ્ધિના પદોની એક એક પરત ખુલતી ગઈ, તેમ તેમ તેના રહસ્યમય મોતી પ્રગટ થતા ગયા. બાખડા પરિવારની વિનંતિરૂપ સ્વપ્ન સાકાર થયું. [ આ લેખનકાર્ય ઝારખંડની ઐતિહાસિક ભૂમિ જ્યાં ૨000 વર્ષ પૂર્વે જૈન નિગ્રંથોના ચરણો નિરંતર પડયા હતા તેવી પેટરબારની સાધનાભૂમિ સમ ચક્ષુ ચિકિત્સા લયમાં થઈ રહ્યું છે. સર્વવિદિત છે કે આ ચક્ષુ ચિકિત્સાલય સાથે મહાન તપસ્વી સંલેખનાધારી પૂ. શ્રી જગજીવનજી મ.સા.નું નામ સંલગ્ન છે. પળે પળે તેઓની કૃપા આ આશ્રમ પર વરસતી હોય, તેવો સહુને અનુભવ થાય છે.
આ સંસ્થા માનવસેવાના ધમધમતા કાર્યોમાં જોડાયેલી રહે છે, તે જ રીતે અધ્યાત્મના ક્ષેત્રમાં પણ લાભ આપતી રહે છે, શ્રીમતિ પુષ્પાદેવી જૈન જેવા ભક્તિ પરાયણ મહિલાની અધ્યક્ષતામાં ટ્રસ્ટી મંડળે જે એકધારી સેવા આપી સંસ્થાના કાર્યમાં જરા પણ વિક્ષેપ ન થાય તે માટે પૂરતી કાળજી રાખી છે. લેખનકાર્યમાં સ્થાનની અનુકૂળતા મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. તે અમોને સહજ પ્રાપ્ત થવાથી સંસ્થાનો ઉપકાર પણ અભિલેખ છે.
અંતે આ મહાભાષ્યનો બીજો ભાગ પ્રકાશિત થયા પછી ત્રીજો ભાગ શીધ્ર નિહાળી શકીએ, તેવી મંગલ ભાવના સહ.... આનંદ મંગલમ્.