________________
ગાથા-પ૦.
ઉપોદ્દાત : આ ગાથા પણ ભેદવિજ્ઞાનનું જ આખ્યાન કરે છે. પાછલી ગાથાઓમાં અલગ અલગ તર્કથી ભેદવિજ્ઞાનને પરિપુષ્ટ કરવામાં આવ્યું હતું. દેહ અને બુદ્ધિનો વિકલ્પ આપ્યા પછી આ ગાથામાં મૂળભૂત દ્રવ્યના સ્વભાવને ગ્રહણ કરી પુનઃ ભેદવિજ્ઞાનનો ઉદ્ઘોષ કર્યો છે કારણ કે દ્રવ્યો પોતાના સ્વભાવથી ભ્રષ્ટ થતાં નથી. શાસ્ત્ર કહે છે કે “વત્યુ સદાવો ઘો અર્થાત વસ્તુનો સ્વભાવ તે વસ્તુનો ધર્મ છે. ધર્મની સાથે સ્વભાવનો સુમેળ છે. અહીં ધર્મ શબ્દનો અર્થ પદાર્થના ગુણધર્મ થાય છે. સ્વભાવ એટલે ગમે તે સંયોગોમાં પણ પોતાના ભાવમાં સ્થિર રહેવું. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં નિમિત્ત બને છે પરંતુ સ્વભાવ અર્પણ કરી શકતો નથી. પદાર્થનો પોતાનો સ્વભાવ તે ધ્રુવ માર્ગ છે. વિશ્વના બધા નીતિનિયમો પદાર્થના સ્વભાવ પર આધારિત છે. જો પદાર્થ પોતાનો સ્વભાવ બદલે, તો વિશ્વમાં મોટો વિશ્વાસઘાત થાય. પદાર્થની સત્યતા તેના સ્વભાવમાં જ સમાયેલી છે. સ્વભાવ શાશ્વત છે, તેથી જ સત્ય પણ સનાતન છે.
આ આગામી ગાથામાં સિધ્ધિકારે ભેદવિજ્ઞાનની સ્પષ્ટતા કરવા માટે દૃષ્ટિગત જડ અને ચેતન, આ બે દ્રવ્યનું ગ્રહણ કર્યું છે. ભારતવર્ષમાં અદ્વૈતવાદીદર્શન પદાર્થના બે સ્વરૂપને શાશ્વત માનતા નથી. તેનું આપણે આ ગાથામાં વિવેચન કરશું. અહીં એટલું કહેવાનું છે કે વૈતવાદી જૈનદર્શનમાં જડ અને ચૈતન્ય બે ધ્રુવતંભ છે. તેને શાશ્વત માની, તેના સ્વભાવને સ્થાયી માની આ ગાથામાં સિદ્ધિકારે આત્મા સંબંધી આખ્યાન કર્યું છે. જડ અને ચેતન, આ બે તત્ત્વોથી જ જૈન દર્શનના નવ તત્ત્વો કે છ દ્રવ્યની ફિલોસોફી ઉદ્ભવી છે અર્થાત્ સમગ્ર જૈનદર્શન આ બે દ્રવ્ય પર આધારિત છે. જડ અને ચૈતન્ય બંનેને શાશ્વત દ્રવ્યો માની, બંનેના સ્વભાવને સ્થિર કરી, તેની દાર્શનિક દ્રષ્ટિએ વ્યાખ્યા કરી છે.... અસ્તુ. આટલી પૂર્વભૂમિકા કર્યા પછી આપણે મૂળગાથાને ટોલીયે.
જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ
એકપણું પામેનહીં, ત્રણે કાળ આયભાવાપના જડ દ્રવ્યનો સ્વભાવ : ઉપર્યુક્ત ગાથાના આરંભમાં જ જડ અને ચેતન એવા બે શબ્દો દ્વારા શાસ્ત્રકાર પોતાનું મંતવ્ય રજૂ કરવા માંગે છે. જો કે આ બે દ્રવ્યોમાં ચેતનની પ્રધાનતા છે અને ચેતન એ જ લક્ષ છે, તો અહીં પ્રથમ જડને કેમ સ્થાન આપ્યું? તે પ્રશ્ન સહજ નથી કારણકે કાવ્યકલામાં પ્રાસ અનુરૂપ શબ્દોને સ્થાન આપવું પડે છે. છતાં પણ ગંભીરતાથી વિચાર કરીએ તો ચેતનનો પરિચય આમ તો ચેતન જ આપી શકે છે. જડને ખબર નથી કે હું જડ છું પરંતુ ચેતનને ખબર છે કે હું ચેતન છું અને ચેતનને એ પણ ખબર છે કે જડ તે જડ છે. આ બધી જ્ઞાનાત્મક વ્યવસ્થા હોવા છતાં વિશ્વના સૂક્ષ્મ અને સ્કૂલ ઉપકરણ રૂપે જડતત્ત્વની મહત્તા ઘણી જ વધારે છે. જે કાંઈ ઉપકરણો છે, તે જડના આધારે છે. કર્મબંધ થાય છે, ત્યારે વિકારી ભાવોને કર્મબંધ કરવા માટે કર્મવર્ગણાનું અવલંબન લેવું પડે છે. કર્મવર્ગણા રૂપે જડતત્ત્વ નિમિત્ત બની
ssssssss
\\\\\\\\\\\\\\(૧૧૩) LLLLLS