________________
છે પરંતુ દેહ દૃષ્ટિ હટાવીને પરમ બુદ્ધિના માર્ગે આત્મા સુધી પહોંચવાની વાત કરી છે. વિકલ્પનો અર્થ વિશેષ વિચાર અથવા વિશેષ પ્રકારની તુલના થાય છે. આ તુલનામાં બુદ્ધિ અને દેહની એકરૂપતા ઘટિત થતી નથી, તેથી એ વિકલ્પને અમાન્ય કર્યો છે અને સૂક્ષમ પ્રજ્ઞા વડે પરમબુદ્ધિ ઉપર ધ્યાન સ્થિર કરી અધિષ્ઠાતા એવો આત્મા દેહમાં હોવા છતાં દેહથી જુદો છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું છે. વાસણમાં રાખેલું દૂધ વાસણ હોતું નથી. એ જ રીતે કોઈપણ દ્રવ્ય બીજા દ્રવ્યને અધિકરણ રૂપે પ્રેરે છે પરંતુ ત્યાં અધિકરણ અને આધેય એક થતા નથી. તો સિદ્ધિકારે દેહ તે એક નિમિત્ત માત્ર અધિકરણ છે. માટીમાં રહેલું બીજ માટીમાં અંકુરિત થવા છતાં માટીના ગુણધર્મથી ન્યારું રહે છે. જ્યારે અહીં તો આવું અરૂપી તત્ત્વ રૂપી દેહરૂપ એકતાને ક્યાંથી પામે ? સંપૂર્ણ ગાથા ભેદ વિજ્ઞાનનો ઈશારો કરે છે. અધ્યાત્મસાધનામાં ભેદ વિજ્ઞાન તે પ્રથમ પાયો છે. સમયસારનો આરંભ પણ ભેદવિજ્ઞાનથી જ થાય છે. માનો કે આ એક જ ગાથામાં સમયસારનું ભેદવિજ્ઞાન ભરી દીધું છે અને થોડા શબ્દોમાં વિસ્તૃત ભાવોને સંકેલ્યા છે. આપણે પાછળની વ્યાખ્યામાં આ સંકેલેલું કપડું ખોલીને ચારે બાજુ તપાસીશું... અસ્તુ
આ ગાથા પણ એક પ્રકારની ભેદવિજ્ઞાનની સ્પષ્ટ રેખા છે પરંતુ ભેદનું માધ્યમ પરમબુદ્ધિને સાધન રૂપે ગ્રહણ કરવામાં આવી છે. પરમ બુદ્ધિ સ્વયં આત્માનું એક પ્રધાન અંગ હોવાથી આત્મતત્ત્વમાં વિરામ પામી આત્માના અસ્તિત્વને પ્રગટ કરે છે. અહીં સાધન અને સાધ્યનો સુંદર સંબંધ સ્થાપિત કરીને જ્ઞાન અને આત્માની અવિભાજ્ય વ્યાપ્તિ દર્શાવી છે.
હવે આપણે નવી ગાથાનો ઉપોદ્દાત કરીએ.
SSSSSSSSSSSSS(૧૧) SSSSSSSSS