________________
સમગ્ર આશ્રવતત્ત્વને બંધમાં પરિવર્તિત કરે છે. આ રીતે ભાષાયોગ કે મનોયોગ પણ ભાષાવર્ગણા કે મનોવર્ગણા જેવા જડ સૂક્ષ્મ પરમાણુનું અવલંબન કરે છે. જડ પોતાના ગુણોથી અને ક્રિયાશીલતાથી પરિપૂર્ણ છે. જડતત્ત્વ જડ હોવા છતાં જાણે બધું ચેતનવંતુ કામ કરે છે. પરંતુ જડતત્ત્વનો પોતાનો એક ખાસ સ્વભાવ કે ગુણધર્મ પણ નિશ્ચિત છે. તે પોતાના ગુણધર્મથી આગળ વધી શકતું નથી. તેની એક મર્યાદા છે. ક્યારેક તે સ્વયં સ્વભાવથી પ્રવર્તમાન છે અને ક્યારેક ચેતનતત્ત્વનું નિમિત્ત પામીને પ્રવર્તમાન થાય છે પરંતુ તેની ઉભય પ્રવૃત્તિ જ્ઞાનયુક્ત નથી. તેમાં કશો વિવેક નથી. જડતત્ત્વ સ્વયં કોઈ વિવેક કરી શકતું નથી અથવા તેમાં કોઈ માનવીય ગુણોની ઉપસ્થિતિ નથી. જડ દ્રવ્ય. ઘણાં ગુણોથી પરિપૂર્ણ હોવા છતાં તેમાં ચેતન કે જ્ઞાનાત્મક એવા આત્માના ગુણો ઉપલબ્ધ નથી, માટે અહીં સિદ્ધિકાર કહે છે કે જડનો સ્વભાવ નિરાળો છે. એ રીતે ચેતનનો સ્વભાવ પણ નિરાળો છે. અહીં આપણે જડના સ્વભાવની વાત કરી રહ્યા છીએ. ' છે. શાસ્ત્રકારે જેડનો સ્વભાવ શું છે? તેનું વિવેચન કર્યું નથી અને તેનું પ્રયોજન પણ નથી. પરંતુ જડ સ્વભાવ કહ્યું છે, તો તેના સ્વભાવ વિશે બધી દૃષ્ટિથી સમજી લેવું જરૂરી છે. જડનો કોઈ એક સ્વભાવ નથી. તેમ બધા જડ દ્રવ્યો એક સ્વભાવથી કામ કરે છે, તેમ પણ નથી. સહુના સ્વભાવ નિરાળા-નિરાળા છે. જડતત્ત્વ બે ભાગમાં વિભક્ત છે. મૂર્તિ અને અમૂર્ત. અમૂર્ત દ્રવ્યો તે પોતાના વિશિષ્ટ સ્વભાવથી અદશ્ય રહીને પણ સમગ્ર વિશ્વનું નિયંત્રણ કરે છે. જૈનદર્શનમાં આવા ત્રણ અમૂર્તતત્વની સ્થાપના કરી છે. ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય ગતિ સહાયક છે, અધર્માસ્તિકાય નામનું દ્રવ્ય સ્થિતિ સહાયક છે અને આકાશાસ્તિકાય નામનું દ્રવ્ય અવગાહના પ્રદાન કરે છે.
જ્યારે, મૂર્તદ્રવ્ય દશ્યમાન રહી સમગ્ર વિષયોનું આધારભૂત બની માયારૂપે મનુષ્યના અનુભવમાં આવે છે. તેનો સ્વભાવ સંયોગ, વિયોગ, સર્જન, વિસર્જન, ઈત્યાદિ ઉત્પત્તિ, સ્થિતિની જે પ્રચંડ ક્રિયાઓ, ચાલે છે, તેમાં તે ઉપાદાનરૂપે કામ કરે છે અને પરસ્પર નિમિત્ત બને છે. શબ્દ, રૂપ, રંગ, ગંધ, સ્વાદ અને સ્પર્શદિ વિષયોથી એક વિશાળ માયાજાળનું નિમિત્ત બને છે. તે કોઈને પ્રેરિત કરતું નથી પરંતુ ચેતનને પ્રેરિત કરવાનું નિમિત્ત બને છે. મૂર્ત દ્રવ્યનો સ્વભાવ ઘણો જ અટ્ટપટ્ટો છે. જે લોકો જડતત્ત્વના સ્વભાવનું અધ્યયન કરતાં નથી, તે લોકોને એમ લાગે છે કે સમગ્ર કર્તૃત્વ જડ તત્ત્વનું છે. જે એ જ પ્રધાનતત્ત્વ છે. તેની વચ્ચે નિરાળા સ્વભાવવાળું જ્ઞાનાત્મક ચેતન તત્ત્વ છે, તેનો ક્યારેય ખ્યાલ આવતો નથી પરંતુ ખ્યાલ આવે કે ન આવે, ચેતન તે ચેતન છે અને જડ તે જડ છે. આથી આપણા શાસ્ત્રકાર કહે છે કે “જડ ચેતન તો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ અર્થાત્ બંનેના સ્વભાવ સ્પષ્ટ છે પરંતુ વૃષ્ટિ જવી જોઈએ. તેમ શાસ્ત્રકારે ઈશારો કર્યો છે. ઘણી વખત માણસને પ્રગટ વસ્તુનો પણ ખ્યાલ હોતો નથી, તો અપ્રગટને તો જાણે જ ક્યાંથી ? ખાસ કરીને અહીં પ્રગટ શબ્દ એટલા માટે મૂક્યો છે કે આવો, પ્રત્યક્ષભૂત પ્રગટ સ્વભાવ છે છતાં કેમ દૃષ્ટિ જતી નથી ? વૃષ્ટિ જતી નથી તે શાસ્ત્રકારનો પ્રત્યક્ષભાવ છે. તેઓએ પ્રગટે શબ્દ મૂકીને પોતાની ચિંતાને વ્યક્ત કરી છે. આ ચિંતા કોઈ, સાંસારિક ચિંતા નથી પરંતુ જગતના જીવોને દૃષ્ટિ આપવાની ચિંતા છે.
ચૈતન્યતત્ત્વનો સ્વભાવ : જેમ આપણે જડના સ્વભાવની વાત કરી તેમ આપણે થોડો સમાસોપો પસાપપપપપપપ પપપપપપપ પપપપN(૧૧૪) પપપપપણULLLLS