________________
મારી સાથે જોડાયેલી છે. અર્થાત્ છેડાનો અજ્ઞાત ભાવે સ્પર્શ છે અથવા હાથમાં હોવા છતાં તે હાથમાં નથી. જેમ કોઈના ઘરમાં ખજાનો છે પરંતુ તેને જાણ નથી, તો ખજાનો હોવા છતાં ખજાનો નથી. જ્યારે બીજો ભાગ જાગૃત ખંડ છે અને મન તથા પ્રાણ ચેતી ગયા છે કે કોઈ અજ્ઞાત શકિત જેને મારા જીવનનો એક છેડો અડેલો છે, તે અજ્ઞાત શકિતનો મને સ્પર્શ છે અને મારા જીવનમાં તે ચૈતન્યરૂપે પ્રગટ છે, તેથી તે છેડો તેના હાથમાં છે. અહીં એક પ્રશ્ન થાય કે શાસ્ત્રકારે અહીં ચૈતન્યમય પ્રગટ છે, એટલું જ કહ્યું છે. પરંતુ તે ચૈતન્યમય પ્રગટરૂપ સ્વાધીન છે કે નહિ, તે અધ્યાર્થ રાખે છે. હકીકતમાં ચૈતન્યમય પ્રગટ રૂપ ઈચ્છાશકિતને આધીન પણ છે અને જ્યાં ઈચ્છાની પ્રભુતા નથી તેવું પણ તે ચૈતન્યમય પ્રગટ રૂપ વ્યાપ્ત છે.
ઉદાહરણ રૂપે ગૌતમસ્વામી પૂછે છે હે પ્રભો ! શું જીવ પોતાની ઈચ્છા પ્રમાણે કાર્ય કરી શકે? ત્યાં પ્રભુ અપેક્ષાએ જવાબ આપે છે કે જો કર્મનો ક્ષયોપશમ થયો હોય અને તેથી સાથે કાર્ય કરવાની શક્તિ રૂપ વીર્યંતરાયકર્મનો પણ ક્ષયોપશમ થયો હોય, તો જીવ જેટલું શક્ય હોય, તેટલું કાર્ય ઈચ્છા પ્રમાણે કરી શકે છે પરંતુ કર્મોનો ક્ષયોપશમ થયો ન હોય અને વીઆંતરાયકર્મનો ઉદય હોય, ત્યારે જીવ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તી શકતો નથી પરંતુ જ્ઞાન દ્વારા બધા ચૈતન્યમય રૂપો પ્રત્યક્ષ થતા હોય છે. જ્ઞાનનો જેટલો આવિર્ભાવ હોય તે પ્રમાણે પ્રગટરૂપને જાણી શકે છે. જ્ઞાનનું સામર્થ્ય ન હોય તો પ્રગટ હોવા છતાં અપ્રગટ છે. શાસ્ત્રકારનું મંતવ્ય એ છે કે ચૈતન્યરૂપે પ્રગટ છે. કોઈ જાણે કે સમજે કે ન સમજે. તેનું પ્રાગટય આવૃત્ત નથી, ઢંકાયેલું નથી, સ્પષ્ટ છે. આકાશમાં સૂર્ય છે પરંતુ જેણે આંખ બંધ રાખી છે, તેના માટે તે અપ્રગટ છે. અહીં જે પ્રગટપણું કહ્યું છે, તે પદાર્થની અપેક્ષાએ કહ્યું છે. પ્રત્યક્ષ રૂપ અસ્તિત્વ છે, તેથી પ્રગટ કહ્યું છે. ચૈતન્યમય કહેવાનું તાત્પર્ય એ છે કે બધા પદાર્થો પોતપોતાના રૂપે પ્રગટ છે. ચૈતન્યમય રૂપનો અર્થ છે આવું જીવંત રૂપ ચૈતન્યનો સ્વામી અનંત શકિતનો સ્વામી એવો જે આત્મા છે, તેની સાથે જોડાયેલું છે. આત્મા સૂર્ય સમાન છે, તો ચૈતન્ય તેનાં કિરણો છે, આત્મા પુષ્પ સમાન છે, તો ચૈતન્ય તેની સુગંધ છે, આ રીતે કોઈપણ ગૂઢ દ્રવ્યો આંશિક ભાવે પ્રગટ થઈને પોતાનું અસ્તિત્વ બતાવતા હોય છે, તેથી શાસ્ત્રકાર કહે છે કે ચૈતન્યમય રૂપ અર્થાત્ જે રૂપમાં ચૈતન્ય ભળેલું છે, જે રૂપમાં ચેતના છે, એક પ્રકારે જ્ઞાનશકિત છે, કાર્યશકિત પણ છે. તેવું જ રૂપ છે, તે ચૈતન્યમય રૂપ છે. આ ચૈતન્યમય રૂપ સાધક આત્માની પાંખ છે.
એ એંધાણે સદાય : અહીં ગાથામાં “એ” શબ્દ મૂકવામાં આવ્યો છે. ‘એ' દર્શક સર્વનામ છે અર્થાત્ જે પદાર્થો દેખાઈ રહ્યા છે તે બતાવવા માટે “એ” શબ્દ વપરાય છે. શાસ્ત્રકારે જે લક્ષણો છે, તેને કહીને દર્શક સર્વનામ મૂકયું છે. તેનો અર્થ એ છે કે તે નજરે દેખાય છે, સામે ઊભા છે, આંગળી ચીંધી શકાય તેમ છે, તેવું જ રૂપ છે તેને “એ” કહીને સાધકને બતાવ્યું છે. અર્થાત્ એ લક્ષણો શું દેખાતા નથી ? આવા પ્રગટ લક્ષણો શું જોઈ શકાતા નથી ? સામે હોવા છતાં શું આંખ બંધ રાખી છે ? આ બધા પ્રશ્નોને પ્રગટ કરવા માટે “એ” શબ્દ પર્યાપ્ત છે, એમ કહીને શાસ્ત્રકાર ચૈિતન્ય દ્વારા કેન્દ્રની ઓળખાણ આપે છે. જેમ કોઈ કહે કે એ માણસ તો ઘણો પરાક્રમી છે. તો ત્યાં “એ” શબ્દથી તેના સમગ્ર પરિવારનો પરિચય આપવામાં આવે છે. એ જ રીતે આ ચૈતન્યમય