________________
છે, નેત્ર જ્યોતિ છે, દૃષ્ટિ આપનારું એક અલૌકિક પદ છે, જે તમારા પોતાના જ પ્રગટરૂપ ચૈતન્ય મોતી જેનાથી તમે અજાણ છો તે જ તમને હાથમાં સોંપે છે અને કહે છે કે ભાઈ ! આ તારો પોતાનો ખજાનો છે અને તે સંભાળ. ખજાનાનું રૂપ સ્પષ્ટ અને પ્રત્યક્ષ છે. કયાંય તેને ગોતવા જવું પડે તેમ નથી. તેના માટે અન્ય પ્રમાણની જરૂર નથી. સ્વયં પ્રમાણસિધ્ધ છે. આ ગાથાનો ઉત્તરાર્ધ હેતુ રૂપ ચૈતન્યને પ્રત્યક્ષ કરી આત્મારૂપી દેવનું શુધ્ધ અનુમાન કરી આપે છે. પૂર્વપદમાં સાધ્ય છે અને ઉત્તરપદમાં હેતુ છે. હેતુ પ્રત્યક્ષ થવાથી સાધ્ય પણ પ્રત્યક્ષ થાય છે. જે–જે અનુમાનના વિષય છે તે તે અનુમાન સિધ્ધ હોવા છતાં જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય છે, તેને શાસ્ત્રોમાં શ્રુતજ્ઞાન કહેવાય છે. પદાર્થના બાહ્યરૂપને પ્રગટ કરે, તે મતિજ્ઞાન છે અને પદાર્થના આત્યંતરરૂપને પ્રગટ કરે, તે શ્રુતજ્ઞાન છે. મતિજ્ઞાન તે દૂધ છે અને શ્રુતજ્ઞાન તે દૂધનું નવનીત છે... અસ્તુ.
અહીં પણ અવસ્થાઓથી ભિન્ન ન્યારો એવો આત્મા શ્રુતજ્ઞાનનો વિષય છે. તેના જે પ્રગટ લક્ષણો છે, તે મતિજ્ઞાનનો વિષય છે. આવું નિર્મળ મતિજ્ઞાન મનને વિષયોથી વિમુકત કરી આત્માના શ્રુતજ્ઞાન સુધી પહોંચાડે છે. જ્ઞાનની લીલા પણ અપરંપાર છે.
અહીં ચૈતન્ય શબ્દનો ઉપયોગ કર્યો છે. તે ચૈતન્ય એક પ્રકારની જ્ઞાનચેતના છે છતાં પણ ચૈતન્ય અને જ્ઞાન અથવા જ્ઞાનચેતના, તેમાં અર્થ સંબંધી એક સૂક્ષ્મ ભેદરેખા પણ છે. ચૈતન્યજ્ઞાન રૂપ છે અને જ્ઞાન ચૈતન્યરૂપ છે. આમ હકીકત હોવા છતાં ચૈતન્ય શબ્દ જ્ઞાન કરતાં વધારે વ્યાપક છે. જીવાત્મામાં જ્ઞાનથી ભિન્ન બીજા કેટલાક ભાવો પણ અસ્તિત્વ ધરાવે છે. ક્ષમા, દયા, ત્યાગ, વૈરાગ્ય, સુખ દુઃખની લાગણી, ભકિત, પરમાત્મા પ્રત્યેનો પ્રેમ, આ બધા ભાવોનો ચૈતન્યમાં સમાવેશ થાય છે. ચૈતન્ય એટલે જીવંત તત્ત્વ છે. જે જીવના ગુણની સાક્ષી આપે છે. જ્ઞાન ઓછું હોય તો પણ વિશાળ માત્રામાં ચૈતન્યભાવો ઉભરાતા હોય છે. જયારે ચૈતન્યના અન્ય ગુણો ન હોય તો આત્મસિધ્ધિના પ્રારંભમાં જેમ સિધ્ધિકારે શુષ્કજ્ઞાનનો પ્રયોગ કર્યો છે, તેવું જ્ઞાન ચૈતન્યનું સાક્ષાત્ રૂપ હોતું નથી. શુધ્ધજ્ઞાન અથવા જેમાં શુષ્કતા નથી એવું ભાવપૂર્ણ જ્ઞાન, તે ચૈતન્ય તત્ત્વ છે, તેથી જ અહીં શાસ્ત્રકારે ચૈતન્યને જ “એંધાણ” માન્યું છે અને સ્પષ્ટ કહ્યું છે કે ચૈતન્ય એ જ એંધાણ અથવા નિશાન છે. ત્યાં ભાવને ગૌણ કરી ચૈતન્ય ભાવને પ્રમુખતા આપી છે. હકીકતમાં જીવનું જે ચૈતન્ય છે તે જ તેની પ્રત્યક્ષભૂત પૂંજી છે અને આ ચૈતન્ય તે જ ગૂઢ અવૃશ્ય આત્માને પ્રગટ કરતી એક અલૌકિક સંપત્તિ છે. જ્ઞાન પણ ચૈતન્યનું ભાગીદાર છે. જ્ઞાનચેતના એ જ ચૈતન્યનું રૂપાંતર છે. આમ ચૈતન્યભાન સાધકની એક અણમોલ પગદંડી છે. આ ગાથામાં શાસ્ત્રકાર આવી પ્રગટરૂપ પગદંડી અર્થાત્ કેડીને આંગળી ચીંધીને બતાવી રહ્યા છે.
સંપૂર્ણ ગાથા એક સાંકળરૂપે પ્રગટ કરેલી છે. સાંકળના બે છેડા છે. એક છેડે જે કાંઈ બાંધ્યું છે, તે ગુપ્ત છે, અદ્રશ્ય છે, જયારે સાંકળનો બીજો છેડો તે વ્યકિતના હાથમાં છે અને તે પ્રત્યક્ષ છે. આ ઉદાહરણ પછી આપણે અહીં બે ભાવનું દર્શન કરીએ.
જે છેડો આત્મા છે, તે ભાવને બે ભાગમાં વિભકત કરીને જુઓ, એક ભાગ સાંકળને અડેલો છે, સ્પર્શ કરેલો છે પરંતુ તેના ઉપર તેનો કોઈ જ્ઞાનાત્મક પ્રભાવ નથી. અર્થાત્ તેને જાણ નથી. જે ચૈતન્ય રૂપ પ્રગટ છે અને દેહમાં સ્પર્શ પામેલું છે પરંતુ તેને ભાન નથી કે આવી કોઈ સત્તા
SSSSSSSSSS (૯૪) ...