________________
પરંતુ જેનું રૂપ અર્થાત્ જેનો અનુભવ પ્રગટ છે, દેખાય છે, જેમ વૈદ્યરાજ નાડી ગ્રહણ કરે છે ત્યારે વૈધને તે નાડીમાં જીવનનું રૂપ પ્રગટ થાય છે. તે જ રીતે જેનું રૂપ પ્રગટ છે તેવું આ ચૈતન્ય સ્વયં પોતાના લક્ષણોથી સદા પોતાના અસ્તિત્વનું ભાન કરાવે છે.
' પ્રગટરૂપ ચૈતન્યમય – આ આખી જ્ઞાનચેતના છે. મનુષ્ય જીવનમાં કે પ્રાણી માત્રમાં કર્મચેતના અને જ્ઞાનચેતના, બે ચેતનાઓ ક્રિયાશીલ છે. કર્મચેતનાથી અર્થાત્ કર્મના પ્રભાવથી ઉદયમાન અવસ્થાઓ જીવને ઉદયભાવ દ્વારા પ્રેરિત કરે છે અને ઉદયભાવ અનુસાર ભોગ-ઉપભોગ દ્વારા વિષયોમાં રમણ કરે છે. તેનાથી નિપજતા અનુકૂળ-પ્રતિકૂળ પ્રત્યાઘાતોના કારણે રાગદ્વેષના ઝંઝાવાતમાં ફસાઈને પુનઃ કર્મની પરાધીનતામાં વૃદ્ધિ કરે છે. એક રીતે કર્મચેતના તેના જીવનની પૂરી લગામ બની જાય છે. બીજી બાજુ કર્મચેતનાના પ્રભાવથી સર્વથા મુક્ત તેવી જ્ઞાનચેતના પણ પ્રવર્તમાન થાય છે. કર્મચેતનાના તે ભોગાત્મક છે, જયારે જ્ઞાનચેતના તે વિવેકશીલ છે. જ્ઞાનચેતના જાગૃત થતાં તે વિષયોથી ઉપર ઉઠીને અધિષ્ઠાતા એવા આત્મદેવ તરફ દૃષ્ટિપાત કરે છે. જ્ઞાનચેતના સ્વાભિમુખ બને છે, ત્યારે નવી વૃષ્ટિ ખુલે છે. આ જ્ઞાન ચેતના તે જ ચૈતન્યતત્ત્વ છે, જીવંત તત્ત્વ છે. તેના પર ફકત દ્રષ્ટિ જ જવી જોઈએ. આથી જ સિધ્ધિકાર કહે છે કે “પ્રગટ રૂપ ચૈતન્ય” આ ચૈતન્ય તત્ત્વ પોતાના લક્ષણોથી સદા માટે ચમકતું રહે છે. તેથી શાસ્ત્રકાર આશ્ચર્યજનક પ્રશ્ન કરે છે કે શું આવું પ્રગટ જેનું રૂપ છે, તે ચૈતન્ય તમને દેખાતું નથી? આવું સહજ પ્રગટ ચૈતન્ય એ કોનું લક્ષણ છે ? કોના અસ્તિત્વનું ભાન કરાવે છે ? હે ભાઈ ! તું આવી અનેક અવસ્થાઓને વિષે તથા અનુભવની અવસ્થાઓનો વિષે રોકાઈ રહ્યો છે પરંતુ જેના પ્રગટ લક્ષણો છે તથા બધી અવસ્થાઓને વિષે જે ન્યારો છે એવા દેહમંદિરના બેઠેલા દેવતાને કેમ જાણી શકતો નથી ? આ પ્રગટ ખજાનો જરાપણ ઢંકાયેલો નથી. ચૈતન્યરૂ૫ ભરપૂર લક્ષણોવાળો એ બધી અવસ્થાને વિષે ન્યારો છે અને છૂટો દેખાય છે. છૂટો પાડવાની જરૂર નથી, એ તો સદા છૂટો જ છે પરંતુ ચૈતન્ય રૂપ લક્ષણોને પારખીને અથવા ચૈતન્યતત્ત્વનું અવલંબન લઈને એ છૂટો છે એમ જાણવાની જરૂર છે.
પદાર્થો પોતાના ગુણધર્મોથી પરિપૂર્ણ અને પોતાના અસ્તિત્વમાં સદાને માટે સમાવિષ્ટ છે. કોઈપણ દ્રવ્ય બીજા દ્રવ્યમાં ભળેલું નથી અને એ જ રીતે દરેક દ્રવ્ય ઘણી અવસ્થાઓ કરવા છતાં બધી અવસ્થામાં તે સ્વતંત્ર અને ન્યારું પણ રહે છે. અજ્ઞાનના કારણે જ આવા સ્વતંત્ર અને નિરાળા આત્મદેવને પણ નિરાળો જાણ્યા વિના કે તેને સમજયા વિના જીવ અવસ્થાઓનો ગુલામ બની અવસ્થારૂપ પ્રવાહમાં તણાતો રહે છે. ધન્ય છે સિધ્ધિકારને ! જેનું રૂ૫ સ્પષ્ટ પ્રગટ છે તેવા ચૈતન્યની દોરી સાધકને સમજવા માટે અર્પણ કરી છે અને અવસ્થાઓથી અવસ્થાવાન અવસ્થાનો કર્તા હોવા છતાં તેનાથી ન્યારો છે. જે અવસ્થાનો અધિષ્ઠાતા છે, તે સ્પષ્ટ જુદો છે તેને જાણવા માટે પ્રેરણા આપી છે, અજ્ઞાનનો પડદો ઉંચકવા માટે સ્પષ્ટ નિશાન સાધ્યું છે અને આટલા નાના પદમાં આટલી મોટી વિલક્ષણ વાત કહીને સિધ્ધિકારે એક કાવ્યકળાનો ઉત્તમ નમૂનો પ્રદર્શિત કર્યો
આ કાવ્ય તે મનોરંજન કાવ્ય નથી પરંતુ જ્ઞાનગુંજન કાર્ય છે. એક પ્રકારનું તે નયનનું અંજન