________________
ગાથા-પ૪
ઉપોદ્ઘાત : આ ગાથામાં શાસ્ત્રકાર સ્વયં ચૈતન્યભાવના લક્ષણો પ્રગટ કરી રહ્યા છે. આગામી ગાથા સાધકને પોતાની બધી અવસ્થાઓનું નિરીક્ષણ કરવા માટે પ્રેરણા આપી રહી છે. સમગ્ર ગાથાનો આધાર વિશ્વની બે મહાન ક્વિાઓ સાથે સંબંધ ધરાવે છે. મોક્ષશાસ્ત્રમાં લખ્યું છે કે, “ઉત્પાદુ વ્યય થ્રૌવ્યયુવતમ્ તું / વત્ સત્ તમ્ ટ્રમ્ ” અહીં સત્ની વ્યાખ્યા કરી છે. સત્નો અર્થ શાશ્વત દ્રવ્ય છે. પછી તે જડ હોય કે ચૈતન્ય. ઉત્પત્તિ, સ્થિતિ અને લય, એ ત્રણ ક્રિયાઓમાં જ સમગ્ર વિશ્વનો ક્રિયાકલ્પ સમાવિષ્ટ થાય છે. ઉત્પત્તિ અને લય, એ બંને પર્યાય અવસ્થા છે અને સ્થિતિ અથવા શાશ્વત ધ્રૌવ્ય તે દ્રવ્યનો ભાવ છે. કોઈપણ શાશ્વત દ્રવ્ય પોતાનામાં એક પરિવર્તન કરતું રહે છે. જેને જૈનદર્શનમાં દ્રવ્યની પર્યાય કહે છે. ક્યારેક ગુણ પર્યાય પણ બોલાય છે. અવસ્થા શબ્દ પર્યાયવાચી છે. બધી અવસ્થાનો જે સાક્ષી છે, તે ધ્રુવ આત્મદ્રવ્ય છે. તે શાશ્વતભાવે નિરાળો ને નિરાળો રહે છે. પોતે પર્યાય કરતો હોવા છતાં બધી પર્યાયમાં પોતે સાક્ષી રૂપે જીવિત રહે છે.
અહીં આત્મદ્રવ્યની અથવા આત્મતત્ત્વની વાત ચાલે છે. સંસારી આત્મા દેહધારી હોવાથી તેની દેહાદિની અવસ્થા પણ પ્રવર્તમાન છે, તેથી સંયુક્ત અવસ્થા બદલાતી રહે છે, પરિવર્તન પામે છે. જન્મથી લઈને મૃત્યુ સુધી આવી કરોડો અવસ્થાઓને અનુભવવા છતાં આત્મા તેનાથી નિરાળો રહે છે.
સર્વ અવસ્થાને વિષે.” એમ કહીને શાસ્ત્રકાર ગાથાનું ઉદ્ઘાટન કરે છે. અવસ્થાઓને નજર સામે રાખીને, અવસ્થાના પ્રવાહને દૃષ્ટિગોચર કરીને એક રીતે સ્વયં આ ગાથામાં એક પ્રશ્નનો જ ઉત્તર આપે છે કે આ બધી અવસ્થાઓમાં તેનો દૃષ્ટા કોણ છે ? આ બધી અવસ્થા બદલાતી હોવા છતાં એવો કોણ છે કે જેના ઉપર અવસ્થાઓનો પ્રભાવ પડતો નથી. પ્રવાહમાન બધી ક્રિયાઓ અસ્તિત્વમાં હોવા છતાં જેને સ્પર્શ કરી શકાતો નથી, એવો અસ્પષ્ટ અને નિરાળો ભાવ છે, કવિરાજ તેનો એક પરિચય માત્ર આપે છે અને તેના કેટલાક પ્રગટ લક્ષણો વિષે પણ ઈશારો કરે છે.
સંપૂર્ણ ગાથા અવસ્થા અને અવસ્થા સાથે જે સંકળાયેલો છે, તે સર્વ અવસ્થાથી નિરાળો છે તવિષયક છે, તેના કેટલાક લક્ષણો છે, તેમ કહીને બંનેનું ભાન કરાવે છે. કવિશ્રીએ પર્યાય રૂપ અવસ્થાઓનું દિગ્દર્શન કરાવીને શાશ્વત અપ્રાભવ્ય એવા દ્રવ્યના નામનો ઉલ્લેખ કર્યા વિના તેને વિષે એક સૂચક ઈશારો કર્યો છે. હવે આપણે પ૪મી ગાથાનો સ્પર્શ કરીએ અને તેના ઊંડા ભાવોને નિહાળીએ.
સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય ! પ્રગટ રૂપ ચેતન્યમય, એ એધાણ સદાય પs II