________________
સર્વ અવસ્થાને વિષે.” સર્વ અવસ્થાનો અર્થ એ છે કે દ્રવ્યમાત્ર પર્યાયશીલ છે અને દ્રવ્યમાં ક્ષણે ક્ષણે અવસ્થાંતર ચાલતું રહે છે. સામાન્ય ગાથામાં પદાર્થ પરિવર્તનશીલ છે, તેમ કહેવામાં આવે છે. પરિવર્તનશીલ અવસ્થા તે જન સાધારણને પણ દ્રષ્ટિગોચર થાય છે. પદાર્થની આ પર્યાયશીલતામાં કાળને નિમિત્ત માનવામાં આવ્યો છે. પૂછવામાં આવે છે કે કાળ શું કામ કરે છે? તો કહે છે કે જૂનાને નવું કરે છે અને નવાને જૂનું કરે છે પરંતુ હકીકતમાં તો દ્રવ્યનો સ્વભાવ જ પરિવર્તનશીલ છે. દ્રવ્ય પોતાના ધ્રુવ અંશને કાયમ રાખીને એક પછી એક ક્રમબધ્ધ પર્યાય પ્રગટ કરતું રહે છે. અવસ્થા એ એક પ્રકારે શાશ્વતો ક્રમ છે.
અહીં જે અવસ્થાનો ઉલ્લેખ કર્યો છે તે કર્મયુક્ત દેહાદિ ભાવ અને જે સંયોગ છે તેની પણ બધી અવસ્થાઓનો ઉલ્લેખ કર્યો છે. મન, વચન અને કાયાના ત્રણે યોગો પોતપોતાની અવસ્થાથી પાર થતા રહે છે અને આ બધી અવસ્થાઓ બદલાય છે. આ અવસ્થાનો જ્ઞાતા આત્મા સાક્ષી ભાવે નિરાળો રહીને કર્તા બને છે. હકીકતમાં તો દ્રવ્યનું ઉપાદાન કારણ જ કર્તા છે પરંતુ આ બધી અવસ્થાનો સાક્ષી એવો આત્મા પોતાની અંદર ફક્ત જ્ઞાન અવસ્થાનું જ પરિવર્તન કરે છે. અર્થાત્ જેમ બાહ્ય પદાર્થની પર્યાય બદલાય છે, તેમ જ્ઞાન પર્યાય પણ બદલાતી રહે છે. આવી કોઈપણ અવસ્થાને વિષે આત્મા સાક્ષી માત્ર હોવાથી, વૃષ્ટા માત્ર હોવાથી, જ્ઞાતા ભાવે પોતાનું અસ્તિત્ત્વ કાયમ રાખી નિરાળો અને નિરાળો જ રહે છે.
ન્યારો સદા જણાય – નિરાળો રહે છે એટલે શું ? તે બધા ભાવોથી અપ્રભાવિત છે. ‘ન્યારો' શબ્દ ગુજરાતી ભાષાનો એક ખાસ વિલક્ષણ શબ્દ છે. કવિરાજે કાવ્યકલાને અનુસરીને આવા ગુજરાતી ભાષાના ઘણાં જૂના શબ્દોનો સાર્થક પ્રયોગ કરીને કવિતામાં ઓપ ચડાવ્યો છે. ન્યારો સદા જણાય” – નિરાળું રહેવું એટલે શું? બીજા દ્રવ્યોનો પ્રભાવ મૂળ દ્રવ્ય પર ન પડે અને બધી અવસ્થામાં સાથ આપવા છતાં તે અવસ્થાથી દૂર રહી તેનો સાક્ષી માત્ર બને, ત્યારે નિરાળો કહી શકાય. જ અહીં આવા નિરાળાપણાના ભાવમાં આધ્યાત્મિક કર્મ સ્થિતિ શું છે, તે પણ સમજવી જરૂરી છે. અહીં લક્ષ એ રાખવાનું છે કે આત્મા સર્વ દ્રવ્યથી નિરાળો છે અને તે નિરાળો છે, તેવો બોધ આ બંને જરૂરી છે. બધા દ્રવ્યો નિરાળા છે તેમ આત્મદ્રવ્ય પણ નિરાળું છે. શાસ્ત્રકારનું લક્ષ નિરાળાનો બોધ થવો, તે જ છે. ઘઉંને કાંકરા જુદા તો છે જ, પણ બંને જુદા છે તેવો બોધ થવો, તે જ મહત્ત્વપૂર્ણ છે. નિરાળા રહેવું, તે દ્રવ્યની સ્વાભાવિક ક્રિયા છે. કોઈ નિરાળા કરી શકતું નથી. તેમ બધા પદાર્થને કોઈ એક પણ કરી શકતા નથી. બધા દ્રવ્યો સ્વતંત્ર સત્તા ભોગવે છે.
કર્મના ઉદયભાવના કારણે જીવને જે દેહાદિ સંયોગ થયો છે તેમાં શુભાશુભ અવસ્થાઓ પ્રગટ થતી રહે છે અને ત્યારે આત્મા પણ નિમિત્તભાવે કર્મનો કર્તા અને ભોકતા બને છે પરંતુ
ત્યાં જ્ઞાનચેતનાના અભાવના કારણે આ બધી અવસ્થાથી પોતે નિરાળો છે એવું ભાન તેને થતું નથી. ભાન ન થવામાં ઘાતી કર્મનો ઉદયમાન ભાવ કારણભૂત છે. આત્મા સ્વયં તો જ્ઞાનપિંડ છે. જ્ઞાન સ્વરૂપમનનમ્ પ્રવતિ સન્તઃ ” આત્મા સ્વયં નિર્મળ જ્ઞાનનો પિંડ છે પરંતુ