________________
નથી, તેથી કવિશ્રી આત્મસત્તાના દર્શન કરવા માટે પ્રેરણા આપે છે.
આત્મસત્તા કર્મસતા વડે પ્રવર્તમાન થાય છે, તેમાં સમજવાનું એ છે કે આત્મસત્તા સાથે કર્મસત્તા જોડાયેલી છે. અહીં આત્મસિદ્ધિનો પ્રસંગ હોવાથી ફક્ત આત્મસત્તાની વાત કરી છે પરંતુ તેમાં કર્મસત્તાનો અધ્યાર્થ છે અર્થાત્ દેહાદિ જે પ્રવર્તમાન થાય છે તે ફક્ત આત્મસત્તાથી જ પ્રવર્તમાન થાય છે, તેમ નથી. શુદ્ધ આત્મસત્તા તો કોઈને પ્રવર્તમાન કરી શક્તી નથી પરંતુ કર્મસત્તા સાથે જોડાઈને આત્મસત્તા દેહાદિ સમગ્ર બાહ્ય ભાવોને પ્રવર્તમાન કરે છે. સંક્ષેપમાં આત્મસત્તાની ઉપસ્થિતિમાં કર્મસત્તાના આધારે દેહ, ઈન્દ્રિય અને પ્રાણ પ્રવર્તમાન થાય છે. અહીં સિદ્ધિકારે કહ્યું છે કે “આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ” તેમાં આત્મસત્તા અને કર્મસત્તા સંયુક્ત છે. આત્મસત્તાની ગેરહાજરી થાય છે, ત્યારે કર્મસત્તાની પણ ગેરહાજરી થાય છે અને આ બંને સંયુક્ત સત્તાની ગેરહાજરીમાં જ મન, પ્રાણ, ઈન્દ્રિયો નિશ્ચષ્ટ બને છે. અર્થાત્ પ્રવૃત્તિહીન બને
છે.
કર્મસત્તા પણ આત્મસત્તાને આધારે જ પ્રવર્તમાન છે પરંતુ ત્યાં નિશ્ચયની દૃષ્ટિએ ભૂતકાળ ની કર્મસત્તા જ વર્તમાન કાળના કર્મોને સંચાલિત કરે છે. હકીકતમાં તો આત્મસત્તાની હાજરી માત્ર સર્વત્ર નિમિત્ત બને છે. તત્ત્વનું આ રહસ્ય સમજી લેવાથી બધા ભાવ નિરાળા નિરાળા જોઈ શકાય છે, તેથી આગળની ગાથામાં કવિરાજ સ્વયં તે નિરાળો છે એમ કહીને આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાના છે. અસ્તુ.
આધ્યાત્મિક સંપૂટ : આ ગાથાનો સાર આત્મા છે. આત્મા દેહથી જુદો છે એમ કહેવાનું તાત્પર્ય એ હતું કે વ્યક્તિ દેહને જ પ્રધાન માની દેહની પૂજામાં કે દેહ દ્વારા ભોગોમાં લીન બની રહે છે. આવા દેહરૂપી મંદિરમાં તે દેવનો અનુભવ કરતો નથી અને તે આત્મદેવ દેહની સાથે હોવા છતાં દેહથી નિરાળો છે. તેની સત્તા માત્ર સમગ્ર જીવનશક્તિનો આધાર છે, એ સમજણ આપવા માટે આ ગાથામાં ભારપૂર્વક સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે દેહ આત્માને ઓળખતો નથી. હકીકતમાં દેહ ઓળખાતો નથી એમ કહેવામાં દેહધારી વ્યક્તિ ઓળખાતો નથી એમ કહેવાનો આશય છે કારણ કે દેહ તો જડ છે. દેહ આત્માને ન ઓળખે, એ તો સ્વભાવિક છે. આ કથન દેહને સંબોધીને કહેવામાં આવ્યું છે. હકીકતમાં પોતે પોતાને ઓળખતો નથી. ઉપલક્ષણમાં પ્રાણ અને ઈન્દ્રિયો થોડા ચૈતન્યધારી છે પરંતુ તેમાં પણ આત્માને ઓળખવાની શક્તિ નથી ત્યાં ભાવાર્થ બીજો છે. ઈન્દ્રિયો થોડું ઘણું ઓળખી શકે તેમ છે, મન તેનાથી થોડું વધારે ઓળખી શકે તેમ છે પરંતુ આ બધા ઉપકરણોની ઓળખ વિષયોની ઓળખ કરવામાં સમાપ્ત થઈ જાય છે. એટલે તેઓ જાણવા છતાં તેને એટલે આત્માને ઓળખતાં નથી. પદાર્થને ઓળખે તે ઓળખ આત્માની ઓળખથી જુદી છે. આ રીતે આખી ગાથામાં દેહ, પ્રાણ અને ઈન્દ્રિયો તેને ઓળખી શક્તા નથી એમ કહીને પરિહાર કર્યો છે અને એક રીતે જ્ઞાનચેતનાને પ્રેરિત કરેલી છે.
છેવટે આત્મસત્તાને ઓળખશે કોણ ? એ પ્રશ્ન અધૂરો રહી જાય છે. દેહ, પ્રાણ અને ઈન્દ્રિયો ઓળખતા નથી, છતાં પણ શાસ્ત્રકારે તે સર્વથી ભિન્ન એવી આત્મસત્તાને ઓળખવા માટે
\\\\\\\\\\\\\\\N (૮૬) SS