________________
તરીકે ન બતાવીને ફક્ત આત્માની હાજરી માત્રને જ પ્રવર્તમાન થવામાં કારણભૂત માની છે. આત્મા કશું કરે કે ન કરે, એ જ રીતે જ્ઞાનસત્તા કશું કરે કે ન કરે પરંતુ તે દ્રવ્યની હાજરી માત્રથી, સંયોગભાવે દેહ સાથે રહેવા માત્રથી દેહ અને ઈન્દ્રિયો પ્રવર્તમાન થાય છે અને જો આત્માની હાજરી ન હોય તો તે વિષય પામતા નથી. જ્યાં સુધી આત્માની હાજરી છે ત્યાં સુધી તેનું જીવન
શાસ્ત્રકારે બહુ જ ખૂબીથી આ રહસ્યમય વાત થોડા શબ્દોમાં દર્શાવી છે. દેહ અને આત્મા પરસ્પર કર્તવ્યભાવે જોડાયા વિના એક સંયોગ માત્રથી અથવા હાજરી માત્રથી આ અંગોપાંગ, દેહાદિ ગતિશીલ પણ રહે છે અને જીવિત પણ રહે છે. આત્મા નિમિત–નૈમિતિક ભાવે દેહનો પ્રગટ કર્તા છે. જેમ સૂર્યનો ઉદય થતાં અર્થાત્ સૂર્યની ઉપસ્થિતિ માત્રથી વિશ્વના પ્રાણીઓ પ્રવર્તમાન થાય છે, જાગૃત થાય છે, પોતાના કામ કરવા લાગે છે. આ રીતે ઘણા દ્રવ્યો પરસ્પર કર્તા કે કર્મ ન હોવા છતાં સંયોગ ભાવે પ્રવર્તમાન હોય છે. વિયોગ થતાં સ્વતઃ નિષ્ણાણ અને નિષ્ક્રિય બની જાય છે. આ ગૂઢ વાતને શાસ્ત્રકારે આત્મની સત્તા વડે એમ કહીને આત્માનું કત્વ પ્રગટ કર્યા વિના માત્ર નિમિત્ત ભાવે દેહની અંદર આત્માની સિદ્ધિ કરી છે અર્થાત્ આત્મા છે તો દેહ છે, આત્મા છે તો પ્રાણ છે અને એ જ રીતે આત્મા છે તો ઈન્દ્રિયો છે. સાધક જ્યારે આ રહસ્યને પ્રાપ્ત કરી લે છે, ત્યારે દેહ, પ્રાણ અને ઈન્દ્રિયોનો સંયોગ હોવા છતાં તેના અધિષ્ઠાતા તરીકે આત્મદેવના દર્શન કરે છે. તે ઉપરાંત અહીં એક રહસ્યમય વાત છે, જે પરોક્ષ ભાવે આ પદથી આપણે સમજવા પ્રયાસ કરીએ. જ્યાં સુધી આત્મદેવના દર્શન કર્યા નથી, ત્યાં સુધી પ્રાણ અને ઈન્દ્રિયોનો પ્રવાહ વિષય સન્મુખ હતો અને આત્માની હાજરી હોવા છતાં પણ આત્માને જાણ્યા વિના જ્ઞાન પણ વિષયાભિમુખ હતું પરંતુ જ્યારે આત્માને વિભક્ત જાણ્યો અને તેની ઉપસ્થિતિ માત્રથી તેની દિવ્યતાને ઓળખી, ત્યારે પ્રાણ અને ઈન્દ્રિયો વિષયાભિમુખ ન થતાં આત્માભિમુખ થાય છે અર્થાત્ પોતાનો ક્રમ બદલે છે અત્યાર સુધી પ્રાણ અને ઈન્દ્રિયો વિષયને જ જાણનારા હતા અને તેમાં મોહ ભાવ ભરેલો હતો. હવે આત્માની સત્તાને જાણ્યા પછી પ્રાણ અને ઈન્દ્રિયોમાં પણ આત્મજ્ઞાનનો પ્રવાહ પ્રવાહિત થાય છે અને ગતિ બદલવાથી પ્રાણ અને ઈન્દ્રિયો ઊર્ધ્વગામી બને છે. અત્યાર સુધી જે અધોગામી હતા, તે હવે ઊર્ધ્વગામી બને છે.
શાસ્ત્રકારે “આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ’ એમ કહીને દેહ અને પ્રાણ તથા ઈન્દ્રિયોની ઉર્ધ્વગામિતાને પરોક્ષ ભાવે પ્રગટ કરી છે. આત્મસત્તા વડે પ્રવર્તમાન થાય છે તેમ કહેવામાં તેનું આધ્યાત્મિક તાત્પર્ય એ છે કે આત્માને અલગ જાણ્યા પછી આખી પરિસ્થિતિ બદલાય છે. દેહને જ આત્મા માન્યો હતો, ત્યાં સુધીની સ્થિતિ અને દેહથી આત્માને અલગ ઓળખ્યો, તે સ્થિતિમાં મોટે ભાવ પરિવર્તન થાય છે. સામાન્યપણે તો સાધારણ વ્યક્તિ પણ જાણે છે કે દેહ અને આત્મા અલગ છે કારણકે નજરની સામે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે માણસોને સહેજે સમજાય છે કે જીવરામ જુદો હતો અને તેના જવાથી બધુ શૂન્ય થઈ ગયું છે, નાશ પામી ગયું છે, દેહ નિશ્ચષ્ટ થઈ ગયો છે પરંતુ આ સમજણ ફક્ત મરણકાળ સુધીની સમજણ છે. જીવન જીવતા આત્મદેવને સ્પષ્ટરૂપે ઓળખીને તેની ઉપાસના કરવાની શક્તિ પ્રાપ્ત થતી
\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\
\\\\\N (૮૫)
\\\