________________
થાગ પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા-૨ નામો ગણાવતાં તેઓ પ્રશાન્તવાહિતા, વિસભાગ પરિક્ષય, શિવવર્મા અને ધૂંવાધ્યા એવાં નામ આપે છે. આ નામ અનુક્રમે પાતંજલ, બૌદ્ધ, શિવ અને પાશુપત કે તાન્ટિક જેવાં દર્શનેમાં જાણીતાં છે.
(૩) મહાભારત, ગીતા અને મનુસ્મૃતિ જેવા અનેક ગ્રંથોનું પરિશીલન “ગદષ્ટિસમુચ્ચય'માં તરી આવે છે. તેમાંથી ગીતાના પરિશીલનની ઊંડી છાપ હરિભદ્રના મન ઉપર અંકિત થયેલી ભાસે છે. ગીતામાં સંન્યાસ અને ત્યાગનો પ્રશ્ન વિસ્તારથી ચર્ચાય છે. ગીતાકારે માત્ર કર્મના સંન્યાસને સંન્યાસ ન કહેતાં કામ્ય-કર્મના ત્યાગને સંન્યાસ કહેલ છે, ર૧ અને નિયત-કર્મ કરવા છતાં તેના ફળમાં અનાસક્ત રહેવા ઉપર મુખ્ય ભાર આપી સંન્યાસનું હાર્દ સ્થાપ્યું છે. હરિભદ્ર જૈન પરંપરાના વાતાવરણમાં રહેતા. એ પરંપરા નિવૃત્તિપ્રધાન તે છે જ, પણ સંપ્રદાય વ્યવસ્થિત થતાં એનું ‘બાહ્ય બેખું પહેલેથી એવું ઘડાતું આવેલું કે જેમાં પ્રવૃત્તિમાત્રના ત્યાગનું માનસ પિલાતું આવતું. હરિભદ્ર જોયું કે વૈયક્તિક કે સામાજિક જીવનને સુવ્યવસ્થિત રાખવા માટે અનેક પ્રવૃત્તિઓ કરવી અનિવાર્ય છે. એને સર્વથા ત્યાગ કરવા ઉપર કે એની ઉપેક્ષા કરવા ઉપર ભાર અપાયાથી સાચે ત્યાગ સધાતો નથી ને કૃત્રિમતા પોષાય છે. યોગ કે ધાર્મિક જીવનમાં કૃત્રિમતાને સ્થાન હોઈ શકે જ નહિ. તેથી એમણે ગીતાનિરૂપિત સંન્યાસનાં બે તો “યોગદષ્ટિસમુચ્ચય માં નિરૂપ્યાં. કૌમ્ય યા ફલાભિસંધિવાળાં કર્મોને જ ત્યાગ એ એક, અને જે નિયત તેમજ અનિવાર્ય કર્મીનષ્ઠાન હોય તેમાં પણ અસંગતા થા અનાસક્તિ એ બીજુ. આ બે તને સ્વીકારી તેમણે ઇતર નિવૃત્તિપ્રધાન પરંપરાઓની પેઠે જૈન પરંપરાને પણ પ્રવૃત્તિના યથાર્થ સ્વરૂપનો બોધ આપે છે.
(૪) હરિભદ્ર સ્વભાવથી જ માધ્યસ્થલક્ષી છે. તેથી તેઓ મિથ્યાભિનિવેશ કે કુતર્કવાદનો કદી પુરસ્કાર કરતા જ નથી. એમણે
ગદષ્ટિસમુચ્ચય'માં કુતક, વિવાદ અને મિથ્યા-અભિનિવેશ ઉપર