________________
સમદર્શી આચાર્ય હરિભદ્ર તારતમ્ય ઉદ્ભવે છે, ને એ જ તારતમ્ય મતભેદ ને વિચારભેદનું બીજ હોઈ છેવટે દર્શનભેદમાં પરિણમે છે. હરિભક કહે છે કે આવો દર્શનભેદ અનિવાર્ય છે. પણ એ દર્શનભેદ હોવા છતાં તેમાં ચાર ભૂમિકાઓ સુધી દઢ અભિનિવેશ પ્રવર્તે છે, તેને લીધે વિવાદ અને કૃતક ચાલે છે; પણ પાંચમી ભૂમિકા યા સ્થિરા દષ્ટિથી માંડી આગળ ની ભૂમિકાઓમાં અભિનિવેશ નથી રહેતે ને દર્શનભેદ હોવા છતાં ભિન્ન ભિન્ન દર્શનનાં જુદાં જુદાં આંતરિક-બાહ્ય કારણોની સમજ પ્રગટવાથી તે બધાં જ દર્શને પ્રત્યે યથાર્થ સહાનુભૂતિ યા સમભાવ જન્મે છે. આ તત્ત્વ વિગતે નિરૂપવા હરિભદ્ર “માગદષ્ટિસમુચ્ચય'માં શાસ્ત્રો અને પંથમાં પ્રવર્તતા મતભેદો અને વ્યાખ્યાભેદનો ભૂમિકાભેદે વિસ્તારથી સમન્વય કર્યો છે. અહીં થોડાક દાખલા ટાંકીએ –
(૧) હરિભદ્ર પિતે યોજેલી આઠ દૃષ્ટિઓને પતંજલિવણિત આઠ યોગાંગ સાથે સરખાવે છે. એ સરખામણીમાં તેમણે યમ આદિ અખેદ આદિ ૧૫ અને અષ આદિ ૬ ત્રણ અષ્ટક વર્ણવ્યાં છે. એ સાથે જ, પ્રથમ સૂચવ્યું છે તેમ, પંતજલિ, ભાસ્કરબંધુ અને દત્ત જેવા યોગાચાર્યોનાં નામ આપ્યાં છે. ૧૭ તે ઉપરથી એમ લાગે છે કે એ ત્રણે આચાર્યોનાં કમથી ત્રણ અષ્ટકનો સંબંધ એમણે આઠ દષ્ટિ સાથે જોડ્યો હોય. ગમે તેમ છે, પણ હરિભદ્રની તુલનાદષ્ટિ વિશેષ વિસ્તરતી જાય છે.
(૨) ગીતા આદિ અનેક ગ્રંથોમાં “સંન્યાસ” પદ બહુ જાણીતું છે. કોઈ જૈન આચાર્યો, હરિભદ્ર પહેલાં, એને સ્વીકાર્યું નથી લાગતું. હરિભદ્ર એ સંન્યાસ-પદને સ્વીકારે છે એટલું જ નહિ, પણ ધર્મ સંન્યાસ, પેગસંન્યાસ અને સર્વસંન્યાસરૂપે ત્રિવિધ સંન્યાસનું ૮ વર્ણન કરી એમ સૂચવે છે કે જૈન પરંપરા ગુણસ્થાનને નામે જે વિકાસક્રમ વર્ણવે છે તે આ ત્રિવિધ સંન્યાસમાં આવી જાય છે. આગળ જતાં હરિભદ્ર અસંગાનુછાન નિરૂપે છે, ૧૯ અને કહે છે કે આવું અનુષ્ઠાન અનેક પરંપરાઓમાં જુદે જુદે નામે જાણીતું છે એવો