________________
૮૫
પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા-૨ તેને લીધે જીવનપ્રવાહ પતિત જ રહે છે. અનેક જ્ઞાત-અજ્ઞાત બળથી એ અનુચ્ચોવૃત્તિ ભેદાય છે, ત્યારે ચેતન સમત્વકેન્દ્ર ભણી વળે છે. જેટલા પ્રમાણમાં તે સમત્વકેન્દ્ર ભણું વળતો જાય તેટલા પ્રમાણમાં તેને કલેશમળ મોળો પડતો જાય; અને કલેશમળ ઘટતું જાય તે પેલા અજ્ઞાનને પણ નબળું પાડતો જાય. આ થઈ પ્રતિસ્ત્રોતવૃત્તિ. અજ્ઞાન, મોહ કે અવિદ્યા–જેને રેયાવરણ કહેવામાં આવે છે તે–ખરી રીતે જોતાં ચેતનગત સમત્વકેન્દ્રને જ આવરે છે, જ્યારે એમાંથી પ્રવર્તતું કલેશચક્ર એ બાહ્ય વસ્તુઓમાં જ પ્રવતતું રહે છે. અજ્ઞાન અને તેથી પોષાતા કલેશચક્રને વધતો જતે હાસ એ જ ઉપર સૂચવેલ ભૂમિકાએના તારતમ્યનું કારણ છે. હરિભદ્ર જૈન પરિભાષામાં એને યોગ્યતાભેદ કે પશમવિશેષથી ઓળખાવે છે. આ યોગ્યતાભેદ સમજાવવા તેમણે કેટલાંક દષ્ટાંત આપી એ દશાવ્યું છે કે એક જ દસ્યને એક જ કષ્ટ પરિસ્થિતિવશ કે સ્વાતન્ય-પારતત્ર્યવશ કે ઉંમરભેદને લીધે યા ઈન્દ્રિયગુણ્યને લીધે કેવી રીતે અનેક પ્રકારે નિહાળે છે. હરિભદ્રની આ દૃષ્ટાન્તજના બાહ્ય ઇન્દ્રિયના પ્રદેશ પૂરતી છે, પણ તે દ્વારા એમણે આધ્યાત્મિક અજ્ઞાન અને જ્ઞાનની ભૂમિકાઓનું તારતમ્ય કેમ થાય છે તે સૂચવ્યું છે.
હરિભદ્રનાં એ દષ્ટાન્તો સૌને સમજાય તેવાં અને રોચક પણ છે. કોઈ દ્રષ્ટા૧૩ પાસે જ રહેલા દશ્ય પદાર્થને મેઘલી રાતે કે મેઘ વગરની રાતે નિહાળે, તેમજ વાદળથી ઘેરાયેલ દિવસે કે ચોખા દિવસે જુએ, વળી એ ચિત્તભ્રમની સ્થિતિમાં કે એથી મુક્ત દશામાં નીરખે, બાલ્ય કે એવી અપકવ ઉંમરે યા પકવ ઉંમરે જુએ, એ જ દ્રષ્ટા કમળો કે એવા રોગથી ગ્રસ્ત નેત્રે યા નીરોગ નેત્રે જુએ છે, તે દસ્ય અને દ્રષ્ટા એક જ હોવા છતાં, તેના દર્શનમાં અનેકવિધ તારતમ્ય હોય છે. તે જ રીતે જીવ તેનો તે હોવા છતાં અને તેનું જીવન કે પ્રવૃત્તિક્ષેત્ર તેનું તે હોવા છતાં તેના ઉપરના યાવરણ અને કલેશાવરણની તીવ્રતા–મંદતાના તારતમ્યથી તેના આંતરિક દર્શનમાં