SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સમદર્શી આચાર્ય હરિભદ્ર છે વૈરાગ્ય. સામાન્ય રીતે વૈરાગ્ય આવશ્યક ઉપાય હોવા છતાં એની સમજણમાં તારતમ્ય રહેલું જ છે, અને તેને લીધે વૈરાગ્યને અમલમાં મૂકવાના અનેક માર્ગો પણ ખેડાયા છે. આંખ, કાન આદિ ઇન્દ્રિયને આકર્ષનાર સ્ત્રી, પુત્ર, ધન આદિ છે, તે એ આકર્ષક પદાર્થોને જ ત્યાગ કરવો એ વૈરાગ્ય. આવી સમજણથી ઘર અને ધન-ધાન્ય આદિના ત્યાગનો માર્ગ શરૂ થયો. એવા ત્યાગ માટે તે તે આકર્ષક પદાર્થોમાં ઢગલાબંધ દેષ કલ્પાયા ને તે વિષયનું અક૯ય તેમજ ઘણી વાર પ્રતિક્રિયા કરે એવું વિશાળ સાહિત્ય રચાયું. આવું સાહિત્ય બધી જ ભારતીય ત્યાગ-પરંપરાઓમાં છે. આ સામે વૈરાગ્ય વિશે બીજો વિચાર એ ઊભો થયો કે આકર્ષક કહેવાતા પદાર્થો છેડે અથવા તેમાં તણુતી નેત્ર આદિ ઈન્દ્રિયોને રૂંધે તેય મનમાં એ પદાર્થો યાદ આવતાં તે વિશે રાગ ઊપજવાને જ; અને રાગ હોય તે પ્રતિકૂળ પદાર્થોમાં દ્વેષ ઊપજ એ અનિવાર્ય છે. તેથી બાહ્ય પદાર્થોના ત્યાગમાત્રથી વૈરાગ્ય સિદ્ધ ન થઈ શકે. આ વિચારે અનેક સાધકોને પ્રેર્યા. તેમાંથી કેટલાકે મને જય કરવા માટે મનને મારવાનું જ સાધન શોધ્યું. એ સાધન એટલે યેન કેન પ્રકારેણ મનને બૂઠું બનાવવું કે નિષ્ક્રિય બનાવવું. આ માટે હઠાગમાં કેટલીક પ્રણાલિકાઓ પણ દાખલ થઈ અને અણસમજુ સાધકો ભાવાવેશમાં કેફી પીણું તેમજ ખાદ્યાખાદ્યના વિવેકશન્ય ઉપયોગમાં પણ તણાયા. આ પ્રથા પણ ચાલતી અને અત્યારેય સાવ બંધ નથી પડી. પણ વિશેષ વિચારક સાધકોએ જોયું અને કહ્યું કે મનને મારવું એટલે તેને બૂઠું કે નિષ્ક્રિય બનાવવું એ એને અર્થ નથી; ઊલટું, એ મનને ગતિશીલ રાખીને તેમાં જે રાગ, દ્વેષ અને અજ્ઞાનના મળે અને થરો પડ્યા હોય તેને નિવારવા અને એ માળાથી આવૃત્ત થયેલી ચિત્તની કે જીવનની વિશુદ્ધ શક્તિઓને જગાડવી અને ઊર્ધ્વગામી માગ ભણી પ્રેરવી એ જ ખરો એટલે પરવૈરાગ્ય છે. હરિભદ્ર આવા પરવૈરાગ્યના પૂર્ણ સમર્થક હોવાથી તેમના પ્રસ્તુત બે ગ્રંથોમાં આકર્ષક સ્ત્રી, પુત્ર
SR No.005933
Book TitleSamdarshi Acharya Haribhadra
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherMumbai University
Publication Year1961
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy